કલોલના નારદીપુર તળાવમાં કૂદી ત્રણ દલિત યુવકોએ આપઘાત કર્યો

કલોલના નારદીપુર ગામના તળાવમાં ત્રણ દલિત યુવકોએ કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવકોએ મરતા પહેલા વીડિયો પણ બનાવ્યો હતો.
kalol dalit news

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામમાં ત્રણ દલિત યુવકોએ તળાવમાં કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આપઘાત કરતા પહેલા આ ત્રણ યુવકોએ વિડીયો બનાવ્યો હતો, જેમાંથી જેના હાથમાં ફોન હતો એ યુવક બોલી રહ્યો હતો કે “આઈ લવ યુ, હું મરી જાઉં છું, તારું નામ નહીં આવે”.

સાંજે ગામના તળાવમાં કૂદીને આપઘાત કર્યો

મૃતક ત્રણ યુવકો પૈકીના એક ધૈર્ય શ્રીમાળીના ભાઈ અને નારદીપુર ગામના જ વતની યશ જીતેન્દ્રકુમાર શ્રીમાળીએ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસે નોંધેલી પ્રાથમિક વિગતો અનુસાર આ યુવકોએ 27 સપ્ટેમ્બરના રોજ સાંજે 7 વાગ્યે નારદીપુર-માણસા રોડ પર ભમ્મરીયા વડ પાસેના તળાવમાં આપઘાત કર્યો હતો. મૃતક ત્રણેય યુવાનો નારદીપુર ગામના જ વતની છે.

kalol dalit news

આ પણ વાંચો: દલિત યુવક દૂધના કેનને અડી જતા 6 લોકોએ કુહાડીથી હુમલો કર્યો

અંતિમ ક્ષણોનો વિડીયો બનાવ્યો

આ ત્રણેય યુવકોએ તળાવમાં પડીને આપઘાત કરતા પહેલા એક વિડીયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. વિડીયોમાં જે યુવકના હાથમાં ફોન હતો તે બોલી રહ્યો હતો કે, “આઈ લવ યુ, હું મરી જાઉં છું, તારું નામ નહીં આવે. હું મારી રીતે મરું છું. આ તળાવમાં હું પડું છું. અમે ત્રણેય ભાઈઓ છીએ જો….હું અશોક અને કૌશિક મહેરિયા. અમારો છેલ્લો વિડીયો જોઈ લો. હવે ત્રણેયને મરવાનું છે. તમે એમ ન સમજતા કે અમે આત્મહત્યા કરી બરાબર. જીગર અમારામાં ફૂલ છે.”

kalol dalit news

ત્રણેયના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા

વિડીયો પરથી બનાવની જાણ યુવાનોના પરિવારજનોને થતા પરિવારજનો તળાવ પાસે દોડી ગયા હતા અને તરવૈયાઓને બોલાવીને મૃતકો મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવની જાણ તાલુકા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બનાવ અંગે જરૂરી નોંધ કરી તપાસ ચલાવી છે. મરણ જનાર ત્રણ યુવકોના મોતથી ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

મૃતક યુવકોના નામઃ (1) ધૈર્ય જીતેન્દ્રકુમાર શ્રીમાળી – ઉંમર 21 (2) અશોક નરસિંહભાઈ વાઘેલા – ઉંમર 39 (3) કૌશિક કનુભાઈ મહેરિયા – ઉંમર 23.

આ પણ વાંચો: માબાપ લોન ન ચૂકવી શકતા કોન્ટ્રાક્ટરે 6 વર્ષના બાળક પાસે મજૂરી કરાવી

3.3 4 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x