Unnao Rape Case: સુપ્રીમ કોર્ટે ઉન્નાવ બળાત્કાર કેસમાં આજે દિલ્હી હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂકી દીધો છે. દિલ્હી હાઈકોર્ટે દોષિત કુલદીપ સેંગરની આજીવન કેદની સજા રદ કરી, તેને શરતી જામીન આપ્યા હતા. CBI એ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બનેલી વેકેશન બેન્ચ અરજી પર સુનાવણી કરી રહી છે. હાઈકોર્ટે સેંગરની સજા રદ કરી હતી અને તેમને શરતી જામીન આપ્યા હતા. જોકે, ઉન્નાવ બળાત્કાર પીડિતાના પિતાના કસ્ટોડિયલ મૃત્યુ સાથે સંકળાયેલા એક અલગ કેસમાં 10 વર્ષની સજાને કારણે સેંગર જેલમાં છે. પીડિતા અને તેનો પરિવાર હાઈકોર્ટના નિર્ણયથી ભારે ગુસ્સે છે અને દિલ્હી હાઈકોર્ટની બહાર વિરોધ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ઉન્નાવ રેપ પીડિતા સેંગરના જામીનના વિરોધમાં ધરણાં પર બેઠી
હાઈકોર્ટે અનેક બાબતોની અવગણના કરી છેઃ સુપ્રીમ કોર્ટ
સીબીઆઈનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે સગીરા પર ભયાનક રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો અને હાઈકોર્ટે બીએનએસની કલમ 376 અને POCSO ની કલમ 5ને ધ્યાનમાં લીધી નથી. જસ્ટિસ જેકે મહેશ્વરીએ જણાવ્યું હતું કે કલમ 376 પર પહેલાથી જ વિચારણા કરવામાં આવી છે. એસજી મહેતાએ જણાવ્યું હતું કે હાઈકોર્ટે ઘણા પાસાઓની અવગણના કરી છે, જેમાં એ હકીકતનો સમાવેશ થાય છે કે આ એક સગીર પીડિતા સાથે જોડાયેલો કેસ હતો.
બળાત્કાર એક જાહેર સેવક દ્વારા કરાયો છેઃ સોલિસિટર જનરલ
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે સેંગરને બે કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને ઘટના સમયે પીડિતા 16 વર્ષથી ઓછી ઉંમરની હતી. તેણી 15 વર્ષ અને 10 મહિનાની હતી અને સજા સામે અપીલ પેન્ડિંગ હતી. તેમણે જણાવ્યું હતું કે સજાનું કારણ સ્પષ્ટ હતું. બળાત્કાર એક જાહેર સેવક દ્વારા કરવામાં આવ્યો હતો અને સીબીઆઈએ તથ્યો અને પુરાવા સાથે આ સ્થાપિત કર્યું હતું.
આ પણ વાંચો: ઉન્નાવ રેપ કેસના આરોપી કુલદીપ સેંગરની આજીવન કેદ રદ
મામલો શું છે?
આ કેસ 2017નો છે, જ્યારે ઉત્તર પ્રદેશના તત્કાલીન ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર ઉન્નાવ જિલ્લાની એક સગીર દલિત દીકરી પર બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 2019માં દિલ્હીની એક ટ્રાયલ કોર્ટે કુલદીપ સેંગરને બળાત્કારનો દોષી ઠેરવ્યો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી. સેંગરને પીડિતાના પિતા અને સાક્ષીઓને પ્રભાવિત કરવાના કસ્ટોડિયલ મૃત્યુમાં પણ દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
The Supreme Court has put on hold the bail granted to former BJP MLA Kuldeep Singh Sengar, after the Delhi High Court suspended his life sentence in the 2017 Unnao minor rape case. pic.twitter.com/nGcEODLlzC
— Mohammed Zubair (@zoo_bear) December 29, 2025
23 ડિસેમ્બરના રોજ દિલ્હી હાઈકોર્ટે સેંગરની અપીલ પેન્ડિંગ સજાને સ્થગિત કરી દીધી હતી અને તેને પહેલાથી જ પસાર થયેલા સમયગાળા (સાત વર્ષ અને પાંચ મહિના) અને કાનૂની આધારોનો ઉલ્લેખ કરીને શરતી જામીન પણ આપ્યા હતા. કુલદીપ સેંગરને જામીન મળતા પીડિતા ધરણાં પર બેઠી હતી. તેના પરિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેના પર સુનાવણી હાથ ધરાતા આ નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો: ઉન્નાવ બળાત્કાર પીડિતા રાહુલ ગાંધી-સોનિયા ગાંધીને મળી











સત્તાધિશો માટે કોઈ કાયદાકીય કાર્યવાહી થતી નથી,તેઓ રેપ ગેંગરેપ કરે બળાત્કાર કે મર્ડર કરે તો પણ સજા થશે નહીં, સત્તાધિશો નાની નાની બાળાઓ સાથે આરામથી સેક્સ કરી શકે છે બળાત્કાર અને મર્ડર પણ કરી શકે છે તેઓ મહિલાઓ ની ઈજ્જત ની ધજ્જીયા ઉડાડી શકે છે,
આજની સરકાર સત્તાધિશો માટે બહેન દિકરીઓ ની ઈજ્જત સાથે ખેલવાનો ખરડો પસાર કરી આપે તો પ્રજા ને દિકરીઓના મૌત નો અફસોસ કરવો પડે નહીં કેમ કે કાયદો ગણાય એટલે દુઃખ ઓછું થાય…