મહેસાણામાં આજે મહાડ સત્યાગ્રહ દિને પાણીની ક્રાંતિ કાર્યક્રમ યોજાશે

વિખ્યાત બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય અને તેમની ટીમ મહાડ જળ સત્યાગ્રહ નિમિત્તે આ કાર્યક્રમમાં પાણીની ક્રાંતિને કેન્દ્રમાં રાખી સંગીતમય રજૂઆત કરશે.
mahad satyagraha

Mahad satyagraha day: ગુજરાતના દલિત-બહુજન આંદોલનમાં પરિવર્તનકારી ભૂમિ તરીકે વિખ્યાત મહેસાણામાં આજે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જય ભીમ યુવા સંગઠન મહેસાણા અને શ્રમણ આગાઝ ગાંધીનગરના સહયોગથી આજે મહેસાણાના જય ભીમ ચોક, ડો.આંબેડકર બ્રિજની પાસે મહાડ જળ સત્યાગ્રહ દિન નિમિત્તે વિખ્યાત બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય અને તેમની ટીમ પાણીની ક્રાંતિ પર એક સંગીતમય રજૂઆત કરવામાં આવશે.

આ કાર્યક્રમ ચવદાર તળાવ, મહાડ ખાતે ૨૦ માર્ચ, ૧૯૨૭ના રોજ બાબાસાહેબે કરેલ ઐતિહાસિક જળ સત્યાગ્રહને ધ્યાનમાં રાખીને યોજવામાં આવી રહ્યો છે. જેમાં મોહિન્દર મૌર્ય તેમની આગવી સ્ટાઈલમાં પાણીની ક્રાંતિ વિશે વાત કરશે.

આ પણ વાંચો: બંધારણ સભામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અંતિમ ભાષણ

આ કાર્યક્રમ ઉપરાંત અહીં બુદ્ધ વંદનાથી ભીમ વંદના, બુદ્ધથી બાબાસાહેબ સુધીની એકધારી સફર, ભીમ ગરબા અને ડો.આંબેડકરના ભજનોનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં મહેસાણા ઉપરાંત તેની આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં બહુજન સમાજ ઉમટી પડવાનો છે.

પાણીની ક્રાંતિ કાર્યક્રમ આજે રાત્રે 8.00 કલાકે શરૂ થશે. કાર્યક્રમનું સ્થળ જય ભીમ ચોક, ડો.આંબેડકર બ્રિજની પાસે મહેસાણા રહેશે. કાર્યક્રમને અંતે સ્વરૂચિ અલ્પાહારનું પણ આયોજન કરાયું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રમણ આગાઝ પરિવાર અને જય ભીમ યુવા સંગઠન મહેસાણા તરફથી સમસ્ત બહુજન સમાજને ભાવભીનું આમંત્રણ પાઠવાયું છે.

આ પણ વાંચો: ગૃહ રાજ્યમંત્રી-ભાજપ પ્રમુખના વિસ્તારમાં જ ગુનેગારો બેફામ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x