ધોરાજી પાલિકાના મહિલા પ્રમુખનું 13 દિવસમાં રાજીનામું

રાજકોટની Dhoraji નગરપાલિકાના પ્રમુખ Sangeeta Barot નો બીયરની બોટલ સાથેનો વીડિયો વાયરલ થયા બાદ 13 દિવસમાં જ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે.
sangita barot Dhoraji president

રાજકોટ (Rajkot)જિલ્લાના ધોરાજી નગરપાલિકા(Dhoraji Municipality)ના પ્રમુખ સંગીતાબેન બારોટે (Sangeeta Barot) 13 દિવસમાં જ પ્રમુખ (President) પદેથી રાજીનામું (resigns) આપી દીધું છે. અંગત પારિવારિક કારણોના લીધે રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમના બિયરની બોટલ સાથેના અને હુક્કો પીતા વીડિયો વાયરલ થયા બાદ હાઈકમાન્ડે આ નિર્ણય લીધો હતો અને તેમને તાત્કાલિક અસરથી રાજીનામું આપવા આદેશ કર્યો છે. સંગીતા બારોટ આ સિવાય પણ વિવાદમાં આવી ચૂક્યા છે. જ્યારે તેમને પ્રમુખ બનાવાયા તેમણે પીએમ મોદીને મુખ્યમંત્રી ગણાવી દીધા હતા અને તેનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ તમામ વિવાદોને જોતા પક્ષ તરફથી તેમને 13 જ દિવસમાં રાજીનામું આપવા કહેવાયું છે. ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન બારોટે રાજકોટ જિલ્લા કલેકટરને રાજીનામું આપી દીધું છે.

13 દિવસમાં બે વિવાદોએ ભોગ લીધો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x