રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના એક પ્રચારકને પોલીસવાળાએ પોલીસ સ્ટેશનમાં જ નગ્ન કરીને ફટકાર્યો હોવાની એક ઘટના સામે આવી છે. પ્રચારકનો આક્ષેપ છે કે તેણે પોતાનો પરિચય આપ્યો હોવા છતાં પોલીસે તેની સાથે ગાળાગાળી કરીને RSS વિશે બેફામ નિવેદનો કર્યા હતા. સ્થિતિ વણસતાં અને વ્યાપક વિરોધ પ્રદર્શન બાદ અંતે 6 પોલીસકર્મીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે.
મામલો શું હતો?
પ્રાપ્ત અહેવાલો મુજબ, આ ઘટના 10 ઓક્ટોબરની રાત્રે આશરે 10:00 વાગ્યે ઘટી હતી. RSS પ્રચારક કૃષ્ણ અવતાર જયપુર ગ્રામ્યના નરેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવ્યા હતા. તે સમયે પોલીસકર્મીઓ તેમને પકડીને નરેના થાણે લઈ ગયા હતા.
પોલીસ સ્ટેશનમાં કૃષ્ણ અવતારે ઈન્ચાર્જ પીઆઈને પોતે સંઘના પ્રચારક હોવાનો પરિચય આપ્યો હતો. આરોપ છે કે, તેમનો પરિચય સાંભળતા જ પોલીસકર્મીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમની સાથે ગાળાગાળી તથા મારપીટ શરૂ કરી દીધી હતી.

પોલીસ સ્ટેશનમાં જ ઢોર માર માર્યો
FIR માં કરવામાં આવેલા ગંભીર દાવા અનુસાર, પોલીસ સ્ટેશનમાં કૃષ્ણ અવતારના કપડાં ઉતરાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના હાથ-પગ પકડીને માર મારવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસવાળાઓએ કથિત રીતે કહ્યું હતું કે, “સંઘે દેશને બરબાદ કરી દીધો છે.”
પોલીસના આતંક અને સતત મારના કારણે કૃષ્ણ અવતાર થાણામાં જ બેભાન થઈ ગયા હતા. તેમની હાલત નાજુક બનતાં તેમને તુરંત જ નજીકના સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તબીબોએ તેમને વધુ સારવાર અર્થે જયપુરની સવાઈ માનસિંહ અસ્પતાલ (SMS Hospital) ખાતે રિફર કર્યા હતા.
6 કલાક સુધી પોલીસ સ્ટેશનનો ઘેરાવ, બજાર બંધ
આ બર્બર ઘટનાની જાણ થતાં જ RSS ના હોદ્દેદારો, સ્વયંસેવકો અને સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં નરેના પોલીસ સ્ટેશને એકઠા થઈ ગયા હતા. સંઘના નરેના ખંડ કાર્યવાહ અનુરાગ આગીવાલની ફરિયાદના આધારે 11 ઓક્ટોબરના રોજ પોલીસે કાયદેસરની FIR નોંધી હતી.
ઘટનાના વિરોધમાં સ્થાનિક વેપારીઓએ બજારો સ્વયંભૂ બંધ રાખ્યા હતા. આક્રોશિત લોકોએ પોલીસ સ્ટેશનની અંદર જઈને પોલીસ તંત્ર વિરુદ્ધ ભારે નારેબાજી કરી હતી અને જવાબદાર પોલીસકર્મીઓ સામે તાત્કાલિક કડક પગલાં ભરવાની માંગ સાથે સતત 6 કલાક સુધી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો.
આ પણ વાંચોઃ GPSC માં હવે ભાજપના ઝંડા લગાવનારા ઈન્ટરવ્યૂ લેશે!

पुलिस ने राजस्थान में RSS के जिला प्रचारक से की मारपीट.
राजस्थान के जयपुर ग्रामीण जिले के दूदू स्थित नरैना पुलिस थाने का मामला गरमा गया है… यहां बीती रात गश्त कर रहे पुलिसकर्मियों द्वारा राष्ट्रीय स्वयंसेवक संघ (RSS) के सांभर जिला प्रचारक के साथ कथित तौर पर अभद्रता करने, गाली-गलौज करने और उन्हें शांति भंग के आरोप में थाने में बंद करने का गंभीर मामला सामने आया है. इस घटना की जानकारी जैसे ही संघ से जुड़े लोगों को मिली, बड़ी संख्या में आरएसएस कार्यकर्ता और स्थानीय ग्रामीण नरैना पुलिस थाने पहुंच गए. गुस्साए लोगों ने पुलिस प्रशासन के खिलाफ जोरदार विरोध प्रदर्शन शुरू कर दिया और थाना परिसर में ही धरने पर बैठ गए….— Jitesh Jethanandani (@jethanandani14) October 11, 2026
રાજકીય ગરમાવો અને 6 પોલીસકર્મી સસ્પેન્ડ
આ ઘટનાને પગલે રાજસ્થાનનું રાજકારણ પણ ગરમાયું હતું. ભારતીય જનતા પાર્ટી (BJP) ના પ્રદેશ મુખ્ય પ્રવક્તા રામલાલ શર્મા, પૂર્વ ધારાસભ્ય નિર્મલ કુમાવત અને ભાજપ જયપુર જિલ્લા દેહાત દક્ષિણના જિલ્લાધ્યક્ષ રાજેશ ગુર્જર સહિતના નેતાઓ સ્થળ પર પહોંચીને ધરણા પર બેસી ગયા હતા.
મામલાની ગંભીરતાને જોઈને જયપુર ગ્રામીણના સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (SP) હનુમાન સહાય તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે પ્રદર્શનકારીઓ અને ભાજપ નેતાઓને નિષ્પક્ષ તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી હતી. SP ના આદેશથી નરેના પોલીસ સ્ટેશનના ઉમરાવ સિંહ સહિત કુલ 6 પોલીસકર્મીઓને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હાલ આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ ચાલુ છે.
આ પણ વાંચોઃ RSS સંગઠન નથી તો શું છે, તે રજિસ્ટ્રેશનથી કેમ ડરે છે?











