ઝારખંડના દેવઘરમાં કાવડિયાઓને લઈને જઈ રહેલી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ (Jharkhand Road Accident). આ અકસ્માતમાં ઓછામાં ઓછા 18 કાવડીઓના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે 20 થી વધુ ભક્તો ગંભીર રીતે ઘાયલ થયા છે.
કાવડિયાઓ ભરેલી બસ ટ્રક સાથે અથડાઈ
મીડિયા રિપોર્ટ મુજબ, આ અકસ્માત દેવઘર જિલ્લાના મોહનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોડ્ડા દેવઘર મુખ્ય માર્ગ પર થયો હતો. 29 જુલાઈ, મંગળવારની સવારે કાવડિયાઓથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં 18 કાવડીઓના મોત થયા છે. સ્થાનિકોએ પોલીસને ઘટના અંગે જાણ કરી હતી.

આ પણ વાંચો: ચોરીની શંકાએ અનાથ આદિવાસી બાળકીના ચહેરા પર ડામ દીધાં
મોહનપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પ્રિયરંજન પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા છે. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા મોહનપુર સીએચસી લઈ જવામાં આવ્યા છે. જ્યાંથી તેમને દેવઘર સદર હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે. મૃતક ભક્તોની ઓળખ કરવામાં આવી રહી છે. હાલમાં, બધા મૃતદેહો દેવઘર સદર હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.

आज सुबह देवघर के मोहनपुर प्रखंड के जमुनिया चौक के पास बस दुर्घटना में बस सवार श्रद्धालुओं की मृत्यु की अत्यंत दुःखद सूचना मिली है।
जिला प्रशासन द्वारा राहत और बचाव कार्य के साथ घायलों को चिकित्सा सुविधा उपलब्ध कराया जा रहा है। बाबा बैद्यनाथ दुर्घटना में मरने वाले श्रद्धालुओं की…— Hemant Soren (@HemantSorenJMM) July 29, 2025
સાંસદ નિશિકાંત દુબેએ ટ્વિટ કરી
ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ કાવડીઓના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમણે લખ્યું, “મારી લોકસભાના દેવઘરમાં શ્રાવણ મહિનામાં કાવડ યાત્રા દરમિયાન બસ અને ટ્રક અકસ્માતમાં 18 ભક્તોના મોત થયા છે. બાબા વૈદ્યનાથજી તેમના પરિવારોને દુઃખ સહન કરવાની શક્તિ આપે.”
છેલ્લાં ત્રણ દિવસમાં સતત ત્રીજો મોટો અકસ્માત
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસમાં આ ત્રીજો મોટો અકસ્માત છે, જેમાં ભક્તોના મોત થયા છે. અગાઉ રવિવાર, 27 જુલાઈના રોજ હરિદ્વારના મનસા દેવી મંદિરમાં ભાગદોડ થઈ હતી. જેમાં આઠ લોકોના મોત થયા હતા અને 30 લોકો ઘાયલ થયા હતા. જ્યારે ગઈકાલે 28 જુલાઈના રોજ, ઉત્તર પ્રદેશના બારાબંકીમાં આવાસનેશ્વર મહાદેવ મંદિરની બહાર ભાગદોડ થઈ હતી. જેમાં 2 લોકોના મોત થયા હતા અને ઘણા બધાં લોકો ઘાયલ થયા હતા.
Deoghar Accident: देवघर में भीषण सड़क हादसा: कांवड़ियों से भरी बस ट्रक से टकराई | Jharkhand News#DeogharAccident #KanwarYatra #JharkhandNews #Devghar pic.twitter.com/iVGBlU252K
— Prabhat Khabar (@prabhatkhabar) July 29, 2025
આ ઘટના ત્યારે બની જ્યારે વીજ વાયર ટીન શેડ પર પડ્યો હતો, જેના કારણે અનેક લોકોને વીજ શોક લાગ્યો હતો. હવે આજે સળંગ ત્રીજા દિવસે તેનાથી પણ મોટો અકસ્માત થયો છે. આ ત્રણેય અકસ્માતો ધાર્મિક કાર્યક્રમોના આયોજન દરમિયાન થયા છે. દર વર્ષે ધાર્મિક મેળાવડાઓ દરમિયાન આવા અકસ્માતો થયા રહે છે, છતાં તંત્ર દ્વારા તેને પ્રોત્સાહન આપવામાં આવે છે તે ચોંકાવનારું છે.
આ પણ વાંચો: દલિત રિક્ષાચાલક પર ભજન વગાડવા મુદ્દે હુમલો, 25 સામે કેસ










