જંતર-મંતર વાળા પાણી ભરે! આ સ્કૂલના વિદ્યાર્થીઓએ એવો વિરોધ કર્યો

સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રાથમિક સુવિધાઓની માંગણીને લઈને જંતર મંતરને પણ ભૂલાવી દે તેવું ધમાકેદાર પ્રદર્શન કર્યું. તંત્રે લેખિતમાં ખાતરી આપવા દોડી જવું પડ્યું.
Gen Z students protest

હાથમાં બેનર-પોસ્ટર. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની તસવીર. હવામાં ગુંજતા ‘અમારી માગણીઓ પૂરી કરો’, ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ના નારા. આ સીન જંતર-મંતરનો નથી, પરંતુ ફતેહપુરની એક સ્કૂલનો હતો. જંતર-મંતર પર ‘કોકરોચ જનતા પાર્ટી’ના પ્રદર્શન અને તેમની ‘જીત’ પછી દેશમાં જાણે આંદોલનની વાયરો ફૂંકાયો છે. નવી પેઢી પોતાના અધિકારો પ્રત્યે અચાનક જાગૃત થઈ ગઈ છે. તેને પોતાની એકતાની તાકાત સમજાઈ ગઈ છે. યુપીના એક નાનકડા જિલ્લાની સ્કૂલમાંથી આવેલી આ તસવીરો તેની સાક્ષી પૂરે છે.

ફતેહપુરમાં સર્વોદય ઇન્ટર કોલેજ આવેલી છે. સરકારી સ્કૂલ છે. અહીંના વિદ્યાર્થીઓએ એક દિવસ પોતાનો અભ્યાસ સ્થગિત કરી દીધો અને વિરોધ પ્રદર્શન કરવા માટે બેનરો-તક્તિઓ હાથમાં લઈ લીધી. કોઈ સરકાર વિરુદ્ધ નહીં, પણ પોતાની જ સ્કૂલના મેનેજમેન્ટ સામે. આચાર્ય સામે અને એ ‘સર’ સામે, જેમની પાસે એક છોકરી પોતાની સમસ્યા લઈને ગઈ તો તેઓ બોલ્યા કે ‘તમારા જેવી છોકરીઓ પર થૂંકવાનું પણ પસંદ નહીં કરું’. એ બધા શિક્ષકો વિરુદ્ધ, જેમણે વિદ્યાર્થીઓને ભવિષ્યનો રાહ બતાવવાનો હતો અને તેઓ ફરિયાદ કરવા પર બોલ્યા કે ‘વધારે નેતા ન બનો’.

આ પણ વાંચો: NEET વંચિતોનો ડોક્ટર બનવાનો અધિકાર છીનવે છે, રદ કરો: વેટ્રીમારન

મીડિયા રિપોર્ટ મુજબ, ફતેહપુરના કિશનપુરમાં સર્વોદય ઇન્ટર કોલેજ આવેલી છે. અહીં આશરે 1800 છાત્રો અને છાત્રાઓ અભ્યાસ કરે છે. અહીં વિદ્યાર્થીઓએ સ્કૂલના ગેટ બહાર એકઠા થઈને એક મજબૂત વિરોધ કર્યું હતું. પ્રદર્શન કરનારા તમામ છોકરા-છોકરીઓ સ્કૂલ યુનિફોર્મમાં હતા. તમામ આ જ સ્કૂલના વિદ્યાર્થીઓ છે. તેમની માગણીઓ પણ કોઈ ‘ચાંદ-તારા’ જેવી અશક્ય નહોતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમણે સ્કૂલમાં બેન્ચ, પંખા જેવી પ્રાથમિક સુવિધાઓ માટે આંદોલન કરવું પડ્યું હતું.

વિદ્યાર્થીઓએ કહ્યું કે, ક્લાસમાં બાળકોને બેસવા માટે બેન્ચ નથી. સ્કૂલમાં પીવાનું સાફ પાણી મળતું નથી. ટાંકીમાંથી જે પાણી આવે છે, તેની સાથે લીલ નીકળે છે. આ પાણી કોણ પીવે? શૌચાલય એટલું ગંદુ છે કે છાત્રાઓ ત્યાં જતી જ નથી. ભીષણ ગરમીમાં જ્યારે વાત દરેક ઘરમાં એસી હોવા સુધી પહોંચી ગઈ છે, ત્યારે વિદ્યાર્થીઓથી ભરેલા ક્લાસરૂમમાં એક પંખો પણ નથી. પરસેવાથી રેબઝેબ થઈને વિદ્યાર્થીઓ કઈ રીતે ભણી શકે? ગણ્યા-ગાંઠ્યા રૂમમાં જે એકાદ-બે પંખા લાગેલા છે, તેમાંથી કરંટ આવે છે.

આ પણ વાંચો: ગૌશાળાઓએ મરેલી ગાયોના નામે કરોડોની સરકારી સહાય પડાવી

એક વિદ્યાર્થી કહે છે કે ક્લાસમાં પંખો ચાલતો નથી. બધા ‘સર લોકો’ કુલરમાં બેસી રહે છે અને અમે ગરમીમાં મરીએ છીએ.

બીજા એક વિદ્યાર્થીએ જણાવ્યું કે, “અહીં અમને શુદ્ધ પાણી મળતું નથી. પંખામાંથી કરંટ આવે છે. બાળકોને કરંટ લાગે છે અને શૌચાલયમાં કોઈ સાફ-સફાઈ નથી. બાળકોને જમવાનું (મધ્યાહન ભોજન) તો મળતું જ નથી અને જ્યારે અમે બધાએ મળીને ધરણાં કર્યા તો સર (શિક્ષક) આગળ આવવા દેતા નહોતા. અમને રોકી રહ્યા હતા, અમારા પર દબાણ બનાવી રહ્યા હતા.”

એક વિદ્યાર્થીની જણાવે છે કે, સ્કૂલની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. પાણીમાંથી લીલ નીકળે છે. સારું પાણી નથી આવતું. બધી જ છોકરીઓ આ જ પાણી પીવે છે. પાણીની ટાંકી મહિનામાં માંડ એક વાર ક્યારેક સાફ થાય છે. બાથરૂમમાંથી એટલી દુર્ગંધ આવે છે કે તેમાં જતાં છોકરીઓ ડરે છે, જતી જ નથી.

આટલી બધી મુશ્કેલીઓ છે તો પહેલા સ્કૂલના શિક્ષકોને કેમ ન જણાવ્યું? સીધો પ્રોટેસ્ટ?

11મા ધોરણમાં ભણતી અમૃતા આનો જવાબ આપે છે, “ટીચર લોકો કોઈ વાત સાંભળતા નથી. વાત સાંભળે જ નહીં, ઊલટાનું ધમકાવી દે છે. કહે છે કે વધારે નેતા ન બનો.”

પ્રોટેસ્ટનું પરિણામ શું આવ્યું?

પરિણામ બતાવવાની જરૂર જ શું છે? ‘જેન-ઝી’ (Gen-Z) આજકાલ ફૂલ ફોર્મમાં છે. તેમની વાજબી માગણીઓને કોઈ નકારી શકતું નથી. અહીં પણ એવું જ થયું. તમામ વિદ્યાર્થીઓએ એવી એકતા બતાવી કે સ્કૂલ વહીવટીતંત્રે ઝૂકવું પડ્યું. આ સ્ટુડન્ટ પ્રોટેસ્ટ વિશે જેવી જ જિલ્લા વિદ્યાલય નિરીક્ષક (DIOS) ને ખબર પડી, તેઓ દોડતા સ્કૂલે પહોંચ્યા. આખા કેમ્પસનું નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન તેમને બાળકોની ફરિયાદ સાચી જણાઈ. વિદ્યાર્થીઓના પ્રદર્શન આગળ ઝૂકીને તેમણે એક માગણી સિવાયની તેમની તમામ માગણીઓ મંજૂર કરી લીધી.

આ પણ વાંચો: NEET-UG 2024 પેપર લીકમાં મુખ્ય આરોપીને CBIએ નિર્દોષ છોડ્યો!

સ્કૂલમાંથી જ જાહેરાત કરી કે, બાળકોએ જે લેખિત માગણીઓ કરી હતી, તેને સ્વીકારી લેવામાં આવી છે. સ્કૂલના દરેક રૂમમાં ચાર પંખા લગાવવામાં આવશે. આજથી કાલે સાંજ સુધીમાં આ પંખા રૂમમાં લાગી જશે. વાયરિંગ પણ સરખું કરવાનો આદેશ આપી દેવાયો છે. મિડ-ડે મીલનું મેનૂ અને માત્રા બંને સુધારવામાં આવી રહ્યા છે. 6, 7 અને 8મા ધોરણના બાળકો માટે બેન્ચ નથી, તેની વ્યવસ્થા પણ એક મહિનાની અંદર કરી દેવામાં આવશે. પીવાના પાણી માટે એક RO અને વોટર કૂલરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.


તેમણે રમતગમતના મેદાનની સાફ-સફાઈના પણ નિર્દેશ આપ્યા. આ તમામ વચનો વિદ્યાર્થીઓને લેખિતમાં આપવામાં આવ્યા છે. અધિકારીએ કહ્યું કે જે કામ જેટલું જલ્દી થઈ શકે, તેને એટલી ઝડપથી પૂરું કરવામાં આવશે. વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અસુવિધા થવા દેવામાં આવશે નહીં.

વિદ્યાર્થીઓની માત્ર એક માગણી પૂરી ન થઈ શકી.

સાયન્સના અભ્યાસ માટે લેબ વગેરેની ડિમાન્ડ પર વહીવટી અધિકારીએ પોતાની લાચારી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓની માત્ર એક માગણી પૂરી કરવી શક્ય નથી, સાયન્સ ક્લાસની. આ માટે બોર્ડમાંથી માન્યતા લેવી પડે છે. તેના માટે લેબ જોઈએ. લેબ વગર માન્યતા અને માન્યતા વગર સાયન્સનો ક્લાસ ચલાવી શકાય નહીં. આ સિવાય વિદ્યાર્થીઓની તમામ વાતો માની લેવામાં આવી છે.

આ પણ વાંચો: પોલીસ વાન સામે એકલી ઊભી રહી ગયેલી એ છોકરી કોણ છે?

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
  • Add your answer
0
Would love your thoughts, please comment.x
()
x