રાજસ્થાનના દૌસા(Dausa)માં એક ભયાનક માર્ગ અકસ્માત(accident)માં ઓછામાં ઓછા 11 લોકોના મોત(11 people died) થયા છે. મૃતકોમાં 7 બાળકો અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ મુજબ તેઓ ખાટુશ્યામ મંદિરના દર્શન કરીને પિકઅપ વાનમાં પરત ફરી રહ્યા હતા. રસ્તામાં વાન ટ્રક સાથે અથડાઈ ગઈ. અધિકારીઓનું કહેવું છે કે ઘણા ઘાયલોની હાલત ગંભીર છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની ભયાનકતા જોતા મૃત્યુઆંક વધી શકે છે.
એસપી સાગર રાણાએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું કે, ખાટુશ્યામ મંદિરથી આવતા શ્રદ્ધાળુઓ અકસ્માતનો ભોગ બન્યા હોવાની માહિતી મળી છે. ઘણા લોકોના મોતના અહેવાલ છે. લગભગ 7 થી 8 લોકોને જયપુરની SMS હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

નાયબ એસપી રવિ પ્રકાશ શર્માએ જણાવ્યું હતું કે, બાપી નજીક પેસેન્જર પિકઅપ અને ટ્રેલર ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 11 થઈ ગયો છે. હોસ્પિટલમાં દાખલ કરાયેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
આ પણ વાંચો: લગ્નોમાં વાસણ ધોતા છોકરાએ NEET પાસ કરી, હવે ડોક્ટર બનશે

દૌસા જિલ્લા કલેક્ટર દેવેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, પ્રાથમિક અહેવાલો અનુસાર, લગભગ 9 લોકોને સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે અને ૩ લોકો જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અકસ્માત પેસેન્જર પિકઅપ અને ટ્રેલર ટ્રક વચ્ચે થયો હતો.
અગાઉ પણ આવા અકસ્માત થયા છે
દૌસામાં આવો માર્ગ અકસ્માત પહેલીવાર બન્યો નથી. જૂન મહિનામાં એક જ પરિવારના ચાર લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા હતા. રોહતકથી મહેંદીપુર બાલાજી દર્શન જઈ રહેલી કાર અચાનક હાઇવે પર ઉભેલા ટ્રક સાથે અથડાઈ હતી. કારમાં સવાર ચારેય લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ટ્રક અચાનક રસ્તા વચ્ચે બંધ થઈ ગઈ હતી.
જેના કારણે, તેની પાછળ દોડતી કારનું સંતુલન ખોરવાઈ ગયું અને તે અથડાઈ ગઈ. પીડિત પરિવારના કેટલાક લોકો બીજી કારમાં હતા અને ટ્રકની આગળ હતા. તેમનો જીવ બચી ગયો.
આ પણ વાંચો: તોફાની તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમા તોડીને ગટરમાં ફેંકી દીધી!











