અમરેલી(Amreli)ના દલિત યુવક નિલેશ રાઠોડની હત્યા(Nilesh Rathod murder case)ના કેસમાં રાજ્ય સરકારે એક મહત્વનું પગલું લીધું છે. રાજ્ય ગૃહ વિભાગે સિનિયર વકીલ ઉદયન ત્રિવેદીની આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક(public prosecutor appointed) કરી છે.
મામલો શું હતો?
16 મે, 2025ના રોજ નિલેશ રાઠોડ નામના દલિત યુવક પર જાતિવાદી ભરવાડોએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં સારવાર દરમિયાન 22 મે, 2025ના રોજ નિલેશનું મોત થયું હતું. પોલીસે આ કેસમાં 10 ભરવાડોની ધરપકડ કરી છે. આરોપીઓએ નવા માર્કેટિંગ યાર્ડ સામે પાનની દુકાને ‘બેટા’ કહેવા બદલ નિલેશ રાઠોડ પર ગેરકાયદે મંડળી રચી, જાતિસૂચક અપશબ્દો બોલી અપમાન કર્યું હતું અને ઘાતક હથિયારોથી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. એ પછી નિલેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થઈ ગયું હતું.

આ પણ વાંચો: 4 વર્ષની દલિત દીકરીને ખેતરમાં ખેંચી જઈ 4 યુવકોએ ગેંગરેપ કર્યો
ગુજરાતભરના દલિતોમાં રોષ ફાટી નીકળ્યો હતો
આ ઘટના બાદ માત્ર અમરેલી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના દલિત સમાજમાં રોષ ફેલાયો હતો. મૃતક નિલેશ રાઠોડના પરિવારને ન્યાય મળે તે માટે તેના સમર્થનમાં મોટી સંખ્યામાં દલિત સમાજ અમરેલીમાં ઉમટી પડ્યો હતો. નિલેશના પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓએ સરકાર પાસે કડક કાર્યવાહીની માંગ કરી હતી. એ પછી આ કેસની તપાસ DYSP નયના ગોરડીયાને સોંપવામાં આવી હતી. રેન્જ આઈજી સહિતના અધિકારીઓએ પીડિત પરિવારને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. દલિત સમાજની રજૂઆતને ધ્યાનમાં લઈને સરકારે સ્પેશિયલ પીપીની નિમણૂક કરી છે.
આ પણ વાંચો: દલિત યુવકે નામ સાથે ‘રાજા’ લખતા જાતિવાદીઓએ પગ ભાંગી નાખ્યો










