દલિત વૃદ્ધોએ ખાટલા પરથી ઉઠીને ‘રામ રામ’ ન કહેતા છરીથી હુમલો

Dalit News: ગામના સવર્ણ યુવકો દારૂ પીને નીકળ્યા હતા. દલિત વૃદ્ધોએ તેમને ખાટલા પરથી ઉભા થઈને 'રામ રામ' ન કહેતા છરી-લાકડીથી હુમલો કર્યો.
dalit news

Dalit News: જાતિવાદી તત્વોને ક્યારે કઈ બાબતે દલિતો સામે વાંધો પડી જાય તે કહી શકાય તેમ નથી. તેઓ દલિતો પર અત્યાચાર કરવા માટે જાણે મોકો શોધતા હોય તેવી સ્થિતિ છે. આવી જ એક ઘટના ઉત્તરપ્રદેશના એક ગામમાં સામે આવી છે. જ્યાં બે દલિત વૃદ્ધો ખાટલા પર બેસીને આરામ કરી રહ્યા હતા. એ દરમિયાન ત્યાંથી ગામના કેટલાક કથિત સવર્ણ જાતિના યુવકો નશામાં ધૂત હાલતમાં પસાર થયા. તેમને દલિત વૃદ્ધોએ ખાટલામાંથી ઉઠીને “રામ રામ” ન કરતા આ લુખ્ખા તત્વોએ તેમના પર છરી અને લાકડીઓથી હુમલો કરી દીધો હતો. આ હુમલામાં બંને દલિત વૃદ્ધો ઘાયલ થતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

ખાટલા પરથી ઉઠીને ‘રામ રામ’ ન કહેતા હુમલો

મામલો યુપીના ફતેહગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જબરપુર ગામનો છે. અહીં કેટલાક લુખ્ખા તત્વોએ મળીને અનુસૂચિત જાતિના બે વૃદ્ધો પર લાકડીઓ અને છરીઓથી હુમલો કર્યો. દલિત વૃદ્ધોનો વાંક એટલો જ હતો કે, તેમણે ખાટલા પરથી ઉઠીને લુખ્ખા તત્વોને “રામ રામ” નહોતું કહ્યું.

હુમલાખોરો રૂ. 500 પણ ચોરી ગયા

દલિત વૃદ્ધોનો આરોપ છે કે હુમલાખોરોએ તેમને જાતિસૂચક અપશબ્દો કહ્યા હતા અને એક વૃદ્ધના ખિસ્સામાંથી 500 રૂપિયા ચોરી લીધા હતા. પોલીસે ફરિયાદ નોંધી છે. પીડિતોનો એવો પણ આરોપ છે કે હુમલાખોરો મૃતક અંબિકા પટેલ ઉર્ફે ઠોકિયા ગેંગના સંપર્કમાં હતા. જોકે, પોલીસે આ વાતનો ઇનકાર કર્યો છે.

મામલો શું હતો?

ફતેહગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જબરપુર ગામના રહેવાસી 60 વર્ષીય ભગત વર્મા અને 70 વર્ષીય કલ્લુ શ્રીવાસ મંગળવારે સાંજે તેમના ખેતરમાં કામ કરી રહ્યા હતા. આરોપ છે કે એ દરમિયાન ગામના રાકેશ સહિત ત્રણ અજાણ્યા શખ્સો દારૂના નશામાં ત્યાં આવી પહોંચ્યા હતા. જ્યારે ભગત વર્માએ તેમને ખાટલામાં ઉભા થઈને ‘રામ-રામ’ કહીને તેમનું સ્વાગત ન કર્યું, ત્યારે રાકેશ અને તેના સાથીઓએ જાતિવાદી અપશબ્દોનો કહીને તેમની સાથે ગાળાગાળી કરવાનું શરૂ કર્યું. એ પછી હુમલાખોરોએ ભગતને લાકડીઓથી માર માર્યો.

આ પણ વાંચો: દલિત યુવતી સાંજે શૌચ કરવા ગઈ, સવારે બગીચામાંથી તેની લાશ મળી

લોકો દોડી આવ્યા પણ કોઈ વચ્ચે ન પડ્યું

ભગતને માર મારતા જોઈને, કલ્લુ શ્રીવાસ તેમને બચાવવા માટે દોડી ગયો હતો. આથી રાકેશ અને સાગરિતોએ તેના પર છરીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં બંને દલિત વૃદ્ધો ઘાયલ થયા હતા. હોબાળો થતા નજીકના લોકો તેમની મદદ માટે દોડી આવ્યા, પરંતુ કોઈએ દરમિયાનગીરી કરવાની હિંમત કરી નહીં. ત્યારબાદ હુમલાખોરો તેને મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ચાલ્યા ગયા હતા.

પોલીસે શું કહ્યું?

કલ્લુએ આરોપ લગાવ્યો કે હુમલાખોરોએ તેના ખિસ્સામાંથી પાંચસો રૂપિયા ચોરી લીધા હતા. ભગતના પુત્ર ગંગારામ વર્માએ પોલીસમાં રિપોર્ટ નોંધાવ્યો છે. પીઆઈ રામ કિશોરે જણાવ્યું કે હુમલાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે. સીઓ પ્રવીણ કુમારે જણાવ્યું કે આરોપીઓ સામે હુમલો અને એસસી/એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ‘10 વૃક્ષો વાવીને ફોટા મોકલો’ કહીને હાઈકોર્ટે હત્યારાની આજીવન કેદ માફ કરી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Soma parmar
Soma parmar
5 months ago

UP ma yogi ek sytaan che,,,,, etele aavu thay che,,,

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x