મોરબીના ઠીકરીયાળીમાં પહેલીવાર દલિતવાસમાં પાણી પહોંચ્યું!

Dalit News: મોરબી જિલ્લાના અંતરિયાળ ઠીકરીયાળી ગામમાં વર્ષોથી દલિતવાસમાં પાણીની સુવિધા નહોતી. પહેલીવાર દલિતવાસમાં પાણી પહોંચ્યું!
thikariyali morbi news
Dalit News: મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના અંતરિયાળ અને છેવાડાના ઠીકરીયાળા ગામમાં આખરે સ્થાનિક દલિત આગેવાનોના પ્રયત્નોને કારણે આખરે રોડ, રસ્તા, પાણી અને ભૂગર્ભ ગટર જેવી પાયાની સુવિધાઓ પહોંચી છે. પાયાની સુવિધાઓમાં વધારો થતા લોકોની જાહેર સુખાકારીમાં વધારો થયો છે.

ઠીકરીયાળા ગામની કુલ વસ્તી અંદાજે ૩૦૦૦ જેટલી છે, જેમાં વિવિધ સમાજના લોકો વસે છે. તેમાંથી અનુસૂચિત જાતિના આશરે ૨૫૦ લોકો ગામના અલગ રહેણાંક વિસ્તારમાં વસે છે. લાંબા સમયથી આ વિસ્તારમાં પીવાના પાણી, યોગ્ય રસ્તા તથા ગટર જેવી આવશ્યક સુવિધાઓના અભાવે લોકો મુશ્કેલીમાં મુકાયેલા હતા.

આ પણ વાંચો: બોલો લો! ગુજરાતમાં ગુંડાઓ કરતા પોલીસ સામે વધુ ફરિયાદ થઈ

હાલમાં 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી ગ્રામપંચાયત દ્વારા અનુસૂચિત જાતિ રહેણાંક વિસ્તારમાં પીવાના પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ સીસી રોડ અને ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ કરી લોકોના આરોગ્ય, સ્વચ્છતા અને આવાગમનની સુવિધામાં નોંધપાત્ર સુધારો કરવામાં આવ્યો છે.

આ સમગ્ર કામગીરીમાં ગ્રામપંચાયતના ચૂંટાયેલા સભ્ય તથા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભીમજીભાઈ બેડવાની સક્રિય ભૂમિકા રહી હતી. ભીમજીભાઈએ જણાવ્યું કે, “સરકારની યોજનાઓ અને ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરીને અનુસૂચિત જાતિના લોકો સુધી પાયાની સુવિધાઓ પહોંચે એ અમારી પ્રથમ પ્રાથમિકતા છે. આ વિકાસકાર્યોને કારણે ઠીકરીયાળા ગામના અનુસૂચિત જાતિ વિસ્તારમાં સ્વચ્છતા, આરોગ્ય અને જીવનની ગુણવત્તામાં મહત્વપૂર્ણ સુધારો થયો છે.”

(વિશેષ માહિતીઃ ભીમજીભાઈ બેડવા, ઠીકરીયાળી)

આ પણ વાંચો: ડૉ.આંબેડકર અને ગાંધીજી પણ જેમની સલાહ લેતા એ કોણ?

1 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
17 days ago

*જીંદગીનું અમૃત એટલે સ્વચ્છ પાણી! છેવાડાના ગામના લોકોને પાણીની સગવડ આપનાર મહેનતકશ ગામના ઈમાનદાર અને વિશ્વાસુ પ્રતિનિધિઓને ખુબ ખુબ હાર્દિક અભિનંદન! ધન્યવાદ સાધુવાદ!

તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x