એકબાજુ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી દલિતો, આદિવાસીઓ અને ઓબીસીના હામી હોવાના દાવાઓ કરે છે, બીજી તરફ તેમના જ પક્ષના ચૂંટાયેલા ધારાસભ્યો એસસી,એસટી, ઓબીસી સમાજ અને તેમની મહિલાઓ વિશે કેવી નિમ્ન કક્ષાની માનસિકતા ધરાવે છે તેની સાબિતી આપતો એક કિસ્સો સામે આવ્યો છે.
મધ્યપ્રદેશ કોંગ્રેસના એક ધારાસભ્યનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. જેમાં તેઓ દલિત, આદિવાસી અને ઓબીસી સમાજની મહિલાઓ વિશે અત્યંત વાંધાજનક નિવેદન કરી રહ્યાં છે. તેમણે કથિત રીતે ત્યાં સુધી કહી દીધું કે, એસસી, એસટી અને ઓબીસી સમાજની મહિલાઓ સાથે સહવાસ કરવાથી તીર્થયાત્રાનું ફળ મળે છે અને આવું શાસ્ત્રોમાં કહ્યું છે.

મધ્યપ્રદેશના ભાંડર મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય ફૂલ સિંહ બારૈયા ફરી એકવાર તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે સમાચારોમાં છે. તેમણે મહિલાઓ, ખાસ કરીને દલિત, આદિવાસી અને OBC સમુદાયોની મહિલાઓ વિશે વાંધાજનક અને ઘૃણાસ્પદ ટિપ્પણીઓ કરી છે.
આ પણ વાંચો: 16 વર્ષની ટ્રાયલ બાદ એસિડ ઍટેકનો આરોપી નિર્દોષ છૂટી ગયો

બરૈયાએ શું કહ્યું હતું
કૉંગ્રેસના ધારાસભ્ય ફૂલસિંહ બરૈયા એક ઇન્ટરવ્યુમાં કેટલાક પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. એ દરમિયાન તેમણે દલિત, આદિવાસી અને ઓબીસી સમાજની મહિલાઓ વિશે વાંધાજનક નિવેદન કર્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એ વીડિયોમાં બરૈયાને એમ કહેતા સાંભળી શકાય છે કે “ભારતમાં મોટાભાગના બળાત્કાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસીમાં થાય છે. બળાત્કારની થિયરી એ છે કે જો રસ્તા પર ચાલતો વ્યક્તિ સુંદર છોકરી જુએ છે, તો તેનું મન વિચલિત થઈ જાય છે અને બળાત્કાર થઈ શકે છે. પરંતુ કઈ આદિવાસી સ્ત્રી સુંદર છે? એસસીમાં કોણ છે?
મોટાભાગના ઓબીસીમાં ક્યાં સુંદર સ્ત્રી છે? બળાત્કાર કેમ થાય છે? તેમના ધાર્મિક ગ્રંથોમાં આવા નિર્દેશો આપવામાં આવ્યા છે… ચાંડાલ… જાતીય સંભોગ કર્યા પછી વ્યક્તિને તીર્થયાત્રાનું ફળ મળશે. પણ જ્યારે તે તીર્થયાત્રા પર નથી જઈ શકતો, ત્યારે તેને ઘરે બેઠા વિકલ્પ આપવામાં આવ્યો – તેમની સ્ત્રીઓને પકડીને તેમની સાથે સેક્સ કરી લો, તીર્થયાત્રાનું ફળ મળી જશે.
राज एक्सप्रेस डिजिटल के संवाददाता भाई श्री राघव शर्मा के साथ इंटरव्यू में कांग्रेस विधायक फूलसिंह बरैया ने अपनी दूषित मानसिकता का खुलासा किया।
महिलाओं के प्रति उनकी सोच बेहद कुंठित और असंवेदनशील है। pic.twitter.com/3AyUzySdLg
— Ashish Usha Agarwal आशीष ऊषा अग्रवाल (@Ashish_HG) January 17, 2026
આ પણ વાંચો: લંગૂરનો અવાજ કાઢો અને દિલ્હી સરકારમાં નોકરી મેળવો!
ફૂલસિંહ બરૈયાએ દાવો કર્યો હતો કે ધાર્મિક ગ્રંથોમાં જણાવાયું છે કે જો કોઈ પુરુષ તીર્થયાત્રા પર જઈ શકતો ન હોય અને તે દલિત, આદિવાસી અથવા OBC મહિલા સાથે સેક્સ કરે છે, તો તેને તીર્થયાત્રાનું ફળ મળશે.
બરૈયાએ નાની બાળકીઓ પર થતા ગુનાઓને પણ આ કથિત ધાર્મિક નિર્દેશો સાથે જોડતા ખૂબ જ વાંધાજનક નિવેદન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ પહેલી વાર નથી જ્યારે ફૂલસિંહ બરૈયાએ આ પ્રકારના વાંધાજનક નિવેદનો આપ્યા હોય. તેમણે અગાઉ પણ અનેક વખત વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે.
ભાજપે બરૈયાના નિવેદનની ટીકા કરી
ભાજપ નેતા સંબિત પાત્રાએ ઇન્સ્ટાગ્રામ પર બરૈયાની ટીકા કરતા લખ્યું, “બરૈયા એક ધારાસભ્ય છે અને એક સન્માનિત પદ ધરાવે છે. તેઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નજીકના માણસ છે. દિગ્વિજય સિંહ સ્ટેજ પર હાજર હતા, પરંતુ કોઈએ બરૈયાને રોક્યા નહીં. તેમણે માનવતાનું અપમાન કર્યું છે. તેમણે ડૉ.આંબેડકરને દુઃખ પહોંચાડ્યું છે. મને આશા છે કે પ્રિયંકા ગાંધી આ અંગે બોલશે. રાહુલ ગાંધી પાસેથી કોઈ આશા નથી.”
कांग्रेस विधायक फूल सिंह बरैया समाज में जहर घोलने का काम रहे हैं, राहुल गांधी को उनके खिलाफ एक्शन लेना चाहिए…#महिला_विरोधी_कांग्रेस pic.twitter.com/6dAms17nmQ
— Dr Mohan Yadav (@DrMohanYadav51) January 17, 2026
આ પણ વાંચો: આંબેડકર હોલની દિવાલ તોડી જાતિવાદીઓએ અંદર દુકાનો બનાવી!
મધ્યપ્રદેશ ભાજપ પર પણ હુમલો
મધ્યપ્રદેશ ભાજપના મીડિયા પ્રભારી આશિષ અગ્રવાલે લખ્યું, “કોંગ્રેસના ધારાસભ્ય ફૂલ સિંહ બરૈયાનું નિવેદન માત્ર જીભની લપસી નહોતી, પરંતુ બીમાર, વિકૃત અને ગુનાહિત માનસિકતાનું સ્પષ્ટ પ્રદર્શન હતું.”
कांग्रेस पार्टी के विधायक और राहुल गांधी के करीबी नेता फूल सिंह बरैया ने महिलाओं को लेकर जो घृणित बयान दिया है वह कांग्रेस पार्टी की महिला सम्मान के प्रति उनकी सोच का प्रकटीकरण है।
कांग्रेस विधायक फूल सिंह बरैया ने सिर्फ महिलाओं का अपमान नहीं किया है, उन्होंनें सम्पूर्ण मानवता… pic.twitter.com/ihlSdANjzo
— Sambit Patra (@sambitswaraj) January 17, 2026
તેમણે લખ્યું, “મહિલાઓને સુંદરતાના ત્રાજવે તોલવી, દલિત, આદિવાસી અને OBC મહિલાઓ પર બળાત્કાર જેવા જઘન્ય ગુનાઓને તીર્થ ફળ કહેવું એ માત્ર એક નિવેદન નથી, પરંતુ ગુનાહિત માનસિકતાનો સ્વીકાર છે. તેમને શરમ આવવી જોઈએ!”
આ પણ વાંચો: પોલીસે BSP નેતાને છત પરથી ફેંકી દેતા મોત? SC-ST act નો કેસ થયો











બારૈયા સાહેબ નો કહેવાના મતલબ ને વિકૃત વિચાર કરી ખોટી રીતે મિડિયા સરકાર રજુઆત કરી રહ્યા છે.
હિન્દુ ધર્મના કાલ્પનિક, વિકૃત માનસિકતા ધરાવતા મનુવાદી મંદબુદ્ધિના ભીખમંગા ભામણ જાતિ દ્વારા જે ધર્મગ્રંથોમાં સ્ત્રીઓ, શુદ્ધો નીચે,હલકા, ગુલામ બતાવવામાં આવ્યું છે તે કહેવામાં આવ્યું છે..
જય સંવિધાન 🇮🇳 📓 🇮🇳
જય ભીમ 🇮🇳📓🇮🇳
*હિન્દુ ધર્મનાં કટ્ટરવાદી ધાર્મિક પુસ્તકો અને ગ્રંથો
કપોલ-કલ્પિત અને મનઘડંત અનર્થોથી ભરપૂર છે!
રાજકીય બાબતો સાથે કોઈ લેવાદેવા નથી પરંતુ જે વ્યક્તિ જનતાનો પ્રતિનિધિ છે! તો તેની સગી બહેન-દીકરીને તથા તેની ધર્મપત્નીને કહેવાતા સમાજનાં લોકો સાથે સહ-સહવાસ માટે મોકલશે તો તેને દિવસે પણ આકાશનાં તારા જોવાનો લ્હાવો મળશે એમાં કોઈ બેમત નથી! માનવ મૂલ્યોને કલંકિત થતું અટકાવો એ જ પ્રાર્થના! જય સંવિધાન જય ભારત જય લોકતંત્ર!