ઉધાર આપેલા રૂપિયા પરત માંગતા દલિત યુવકની હત્યા

દલિત યુવકે સવર્ણ યુવકોને ઉધાર આપેલા રૂપિયા પરત માંગતા નિર્દયતાથી માર માર્યો. 7 દિવસની સારવાર બાદ મોત.
dalit news

ભારતમાં દલિતો પર અત્યાચારની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. જાતિવાદ માટે કુખ્યાત યુપીમાં એક દલિત યુવકની ઠાકુર જાતિના આરોપી સહિત ત્રણ યુવકોએ મળીને હત્યા કરી નાખી. દલિત યુવકે આરોપીઓ દારૂ પી રહ્યા હતા ત્યારે તેમની પાસે ઉધાર આપેલા રૂપિયા પરત માંગ્યા હતા. જેનાથી ઉશ્કેરાયેલા આરોપીઓએ દલિત યુવકને ઢોર માર માર્યો હતો. જેમાં યુવક ગંભીર રીતે ઘાયલ થઈ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

જ્યાં 7 દિવસની સારવાર બાદ તેનું મોત થઈ ગયું હતું. આ ઘટના બાદ યુવકના પરિવારજનોએ કલ્પાંત કરી મૂક્યો હતો. દલિત સમાજ રસ્તા પર ઉતરી આવ્યો હતો અને આરોપીઓની ધરપકડ સહિત ન્યાયની માંગ સાથે ચક્કાજામ કર્યો હતો.

મામલો શું હતો?

આ ઘટના 14 જાન્યુઆરીના રોજ બિથરી ચૈનપુર વિસ્તારના દોહરા રોડ પર બની હતી. રાહુલ સાગરના પિતાએ આરોપી વિરુદ્ધ બિથરી ચૈનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે ઇન્સ્પેક્ટર સીપી શુક્લાને જણાવ્યું હતું કે તેમના એક સંબંધીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની મદદ માટે તેમણે તેમના પુત્ર રાહુલને ત્રીસ હજાર રૂપિયા આપીને હોસ્પિટલ મોકલ્યો હતો, જેથી તેમના સંબંધીને રજા મળી શકે. રાહુલ, તેના મિત્રો સચિન અને લાલુ સાથે  કાંશીરામ કોલોનીના રહેવાસી ભીમાને ઉછીના આપેલા વીસ હજાર રૂપિયા લેવા ગયો હતો. ભીમા અને અન્ય ગુનેગારો, લકી લભેરા, આકાશ ઠાકુર અને અન્ય છોકરાઓ ત્યાં દારૂ પી રહ્યા હતા.

આ પણ વાંચો: વડોદરામાં પોલીસ લોકઅપમાં આદિવાસી યુવકનો આપઘાત

ઉધાર આપેલા રૂપિયા પરત માંગતા નિર્દયતાથી માર માર્યો

જ્યારે રાહુલે પૈસા માંગ્યા, ત્યારે તેમણે તેને ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે રાહુલે તેને ગાળો ન બોલવા સમજાવ્યા તો આરોપીઓએ તેને માર મારવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેના ત્રીસ હજાર રૂપિયા અને મોબાઇલ ફોન ત્યાં જ પડી ગયા હતા. ઘાયલ રાહુલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં એક અઠવાડિયા સુધી તેની સારવાર ચાલી હતી અને બુધવારે તેનું મોત થઈ ગયું હતું.

dalit news

આરોપીઓને ફાંસીની સજા કરવાની માંગ

રાહુલ સાગરના મૃત્યુથી તેના પરિવારમાં રોષ ફેલાયો છે. પરિવારના સભ્યો સહિત સંબંધીઓ પોસ્ટમોર્ટમ હાઉસની બહાર ભેગા થયા હતા. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલ હોસ્પિટલમાં દાખલ હતો ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરવાને બદલે પરિવાર પર સમાધાન માટે દબાણ કર્યું હતું. ગુસ્સે ભરાયેલા પરિવારજનોએ પોસ્ટમોર્ટમ હાઉસ સામેનો રસ્તો રોકી દીધો અને વિરોધ કર્યો. શહેરના અનેક પોલીસ સ્ટેશનની પોલીસ પહોંચી અને પીડિતોને સાંત્વના આપી ત્યારે મામલો થોડો શાંત પડ્યો હતો.

આ પણ વાંચો: હડકાયા બકરા’ની બલિ આપી ગામલોકોએ માંસ આરોગતા ચકચાર

મૃતક યુવક 13 દિવસ પહેલા જ પિતા બન્યો હતો

સંબંધીઓએ જણાવ્યું કે રાહુલ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કામ કરતો હતો. તેની પત્ની અને ત્રણ બાળકો છે, જેમાંથી એકનો જન્મ ૧૩ દિવસ પહેલા થયો હતો. તેના માતા-પિતા, એક નાનો ભાઈ અને એક બહેન પણ છે. રાહુલની અચાનક વિદાયથી તેની પત્ની અને ત્રણ બાળકો નોંધારા બની ગયા છે.

SSP એ તાત્કાલિક ધરપકડનો આદેશ આપ્યો

હંગામો અને વિરોધની માહિતી મળતાં, SSP અનુરાગ આર્યએ બિથરી ચૈનપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પાસેથી પ્રોગ્રેસ રિપોર્ટ માંગ્યો હતો. તેમણે આરોપીઓની તાત્કાલિક ધરપકડનો નિર્દેશ આપ્યો હતો. ઇન્સ્પેક્ટર સીપી શુક્લાએ જણાવ્યું કે ઝઘડા પછી તરત જ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓ ફરાર છે. કેસમાં હત્યા ન ગણાતા ગુનાહિત હત્યા અને SC-ST ACT ની કલમો ઉમેરવા માટે સુધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:  કાંકરિયા દલિત યુવક હત્યા કેસના ચારેય આરોપી ઝડપાયા

આરોપીએ પોલીસ પર ગોળીબાર કર્યો

આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી લકી લભેરાની ધરપકડ કરી છે. 22 જાન્યુઆરીની સવારે, બિથરી ચૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસને માહિતી મળી હતી કે લકી લભેરા, સેક્ટર 11 ના પંચવટી એન્ક્લેવમાં હાજર છે. ઘેરાબંધી દરમિયાન આરોપીએ પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક કોન્સ્ટેબલ ઘાયલ થયો હતો. જવાબી કાર્યવાહીમાં, લકી લભેરાને બંને પગમાં ગોળી વાગી હતી અને ઘાયલ હાલતમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તેના કબજામાંથી એક પિસ્તોલ, કારતૂસ અને એક મોટરસાઇકલ મળી આવી હતી.

ઘાયલ આરોપી અને કોન્સ્ટેબલને હોસ્પિટલમાં દાખલ કરવામાં  આવ્યા છે. પોલીસનું કહેવું છે કે અન્ય આરોપીઓની શોધ ચાલુ છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. પોલીસ ટીમો બનાવવામાં આવી છે અને વધુ કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: દલિતોની ‘ભાગવત કથા’માં બબાલ, ડો.આંબેડકરની મૂર્તિ તોડી

3.5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
સોલંકી ખોડાભાઈ જીવાભાઈ
સોલંકી ખોડાભાઈ જીવાભાઈ
12 days ago

આ ત્રણ આરોપીઓ ને બસ ફાંસી સિવાય કોઈજ નિર્ણય કોર્ટ ના જજે આપવો નહિ કેમ કે અત્યચારો દલિતો પર વધવા નુ મુખ્ય કારણ કે કોર્ટમાં જજ નો નિર્ણય અમુક પડખા થી ઢીલો હોય છે એટલે આવા હીન કૃત્ય કરતા કોઈ ડરતા નથી. 5,10 કઠોર નિર્ણય આપી ફાંસી આપી દો બીજાને ગુન્હો કરતા વિચાર થશે.

તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x