‘ભલે સસ્પેન્ડ કરી દો, બોલો ડૉ.આંબેડકરનું નામ કેમ ન લીધું?’

Madhuri Jadhav Nasik: મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજને પ્રજાસત્તાક દિવસના ભાષણમાં ડૉ.આંબેડકરનું નામ ન લેતા ડ્યુટી પર તૈનાત દલિત મહિલા કર્મચારી વિફરી.
madhuru jadhav nasik

madhuri jadhav nashik : જાતિવાદથી ખદબદતા ભારત દેશમાં આજે એવા લોકો સત્તામાં છે, જેઓ દેશ જેમના કારણે પ્રજાસત્તાક બની શક્યો છે તે ડૉ.બાબાસાહેબ આંબેડકરને માત્ર તેમની દલિત જાતિને કારણે બંધારણના ઘડવૈયા તરીકેનો જશ આપવા હજુ પણ તૈયાર થતો નથી. આ એ લોકો છે જે લઘુતાગ્રંથિથી પીડાય છે અને એક દલિત મહાર જાતિની તેજસ્વી વ્યક્તિ આ દેશનું બંધારણ ઘડી ગઈ છે તે દેશ પ્રજાસત્તાક થયાના 77 વર્ષ પછી પણ હજમ કરી શકતા નથી. પરિણામે જ્યારે પણ તક મળે ત્યારે તેઓ ડૉ.આંબેડકરનું સીધી કે આડકતરી રીતે અપમાન કરવાનું ચૂકતા નથી. જો કે, આવા લોકોને પાઠ ભણાવવા માટે બાબાસાહેબના માનસ સંતાનો જાહેરમાં બોલતા ખચકાતા નથી.

આવી જ એક ઘટના ગઈકાલે મહારાષ્ટ્રના નાસિકમાં બની હતી. અહીં એક મંત્રીએ પ્રજાસત્તાક દિવસના પોતાના ભાષણમાં બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકરનો ઉલ્લેખ પણ ન કર્યો. જેના કારણે વનવિભાગમાં કામ કરતી એક દલિત મહિલા ભારે રોષે ભરાઈ હતી અને પ્રોટોકોલની પરવા કર્યા વિના જાહેરમાં મંત્રીનો ઉધડો લીધો હતો.

આ પણ વાંચોઃ રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર લગાવવામાં ડો.આંબેડકરનો શું ફાળો હતો?

મંત્રી ગિરીશ મહાજને ડૉ.આંબેડકરનો ઉલ્લેખ પણ ન કર્યો

મહારાષ્ટ્રના નાસિકમાં પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં રાજ્યના ગ્રામીણ વિકાસ મંત્રી ગિરીશ મહાજન(Girish Mahajan) દ્વારા નાસિકના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન પોતાના ભાષણમાં ડૉ.આંબેડકર(Dr. Ambedkar)નો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું. જેનાથી વનવિભાગની એક મહિલા કર્મચારીએ મંત્રીનો જાહેરમાં ઉધડો લીધો હતો. આ ઘટનાના ઘણા વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, અને આ ઘટનાની દેશભરમાં ચર્ચા થઈ રહી છે.

માધુરી જાદવથી ડૉ.આંબેડકરનું અપમાન સહન ન થયું

મહિલા કર્મચારી માધુરી જાધવ(Madhuri Jadhav nasik) પરેડ ગ્રાઉન્ડ પર ફરજ પર હતી, જ્યાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી ગિરીશ મહાજન એક કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા. જો કે મનુવાદી મંત્રીએ જેમના લીધે ભારત દેશ પ્રજાસત્તાક તરીકેની સ્વતંત્રતા ભોગવી રહ્યો છે તે ડો.બાબાસાહેબ આંબેડકરનું નામ સુદ્ધાં લીધું નહોતું. આ બાબત ત્યાં બંદોબસ્તમાં હાજર માધુરી જાદવ નામની મહિલાકર્મીના ધ્યાને આવી હતી. એ પછી માધુરી જાધવે મંત્રી ગિરીશ મહાજનનો ભારે વિરોધ કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા. જેના કારણે તેમની સાથે રહેલી અન્ય મહિલા પોલીસ અધિકારીઓએ માધુરીને અટકાયતમાં લીધી હતી. જો કે, એ પછી પણ માધુરીએ વિરોધ ચાલુ રાખ્યો હતો. આ ઘટનાની દેશભરના બહુજન સમાજે નોંધ લીધી હતી.

આ પણ વાંચોઃ  ડૉ.આંબેડકરના ફોટા પર થૂંકનારે ‘જય ભીમ’ બોલી માફી માંગવી પડી!

કાર્યક્રમ અધવચ્ચે રોકવો પડ્યો

પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન, મંત્રી ગિરીશ મહાજન સાથે સ્ટેજ પર ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. મંત્રી ગિરીશ મહાજન પોતાનું ભાષણ શરૂ કર્યું અને તેમાં ડો.આંબેડકરનું નામ લેવાનું ટાળ્યું, એ બાબત ધ્યાને આવતા જ વનવિભાગની કર્મચારી માધુરી જાધવ પોતાની બેઠક પરથી ઉભા થઈ ગયા અને VVIP વિસ્તાર તરફ દોડવા લાગ્યા. તેમણે મંત્રી ગિરીશ મહાજનની મનુવાદી માનસિકતાનો સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવાનું શરૂ કર્યું. જેનાથી અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા. હોબાળો થતા કાર્યક્રમ થોડા સમય માટે અટકાવવામાં આવ્યો હતો.

માધુરી જાધવે શું કહ્યું?

આ ઘટનાનો વીડિયો વાયરલ થયો અને દેશભરના બહુજન સમાજે માધુરી જાદવની હિંમતની પ્રશંસા કરી. માધુરી જાધવ વન વિભાગમાં પોસ્ટેડ છે. સરકારી સેવામાં હોવા છતાં તેણે ડો.આંબેડકરનું અપમાન થતા નોકરીની પરવા કર્યા વિના મંત્રી ગિરીશ મહાજનને પોતાના ભાષણમાં ડૉ.આંબેડકરનું નામ ન લેવા બદલ બધાં વચ્ચે ઝાટકી નાખ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં માધુરી જાધવ એમ કહેતા જોવા મળે છે કે સ્ટેજ પરથી મંત્રીએ કરેલા ભાષણમાં ડૉ.આંબેડકરનું નામ લેવાનું ટાળ્યું હતું. આ બાબતે તેઓ ભારે ગુસ્સે ભરાયા હતા અને કહ્યું હતું કે જો તેણીને સસ્પેન્ડ કરવામાં આવે તો પણ તે માફી માંગશે નહીં. આ દરમિયાન, પોલીસ અધિકારીઓએ તેમની અટકાયત કરીને કારમાં બેસાડી દીધા હતા.

આ પણ વાંચોઃ રાજકોટમાં સ્વામીનારાયણના લોકોએ ડો.આંબેડકરની પ્રતિમા તોડી નાખી!

સોશિયલ મીડિયા માધુરી જાધવ પર ફિદા

આ ઘટનાએ સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા જગાવી છે. લોકો માધુરી જાધવની બહાદુરીની પ્રશંસા કરી રહ્યાં છે. લોકો સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે બાબાસાહેબનું બંધારણના નિર્માણમાં મોટું યોગદાન છે અને પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં તેમનું નામ ન લેવું ખોટું છે.

આ પણ વાંચોઃ બંધારણના આમુખ વિશે ડૉ.આંબેડકર-નહેરુ શું માનતા હતા?

ડૉ.આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર મેદાનમાં આવ્યા

આ ઘટનાએ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. ડૉ.આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર(Prakash Ambedkar)ની પાર્ટી વંચિત બહુજન અઘાડીના કેટલાક કાર્યકરો માધુરી જાધવના સમર્થનમાં પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને તેમની મુક્તિની માંગ કરી હતી. પ્રકાશ આંબેડકરે પણ તેમની સાથે ફોન પર વાત કરી હતી અને ભાજપ પર દલિત વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચોઃ ડૉ. આંબેડકરને જ ભારતીય બંધારણના ઘડવૈયા કેમ કહેવામાં આવે છે?

5 4 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x