પદ્મશ્રી હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવા અરજી થઈ!

પદ્મશ્રી હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવા માટે ભાજપના કોર્પોરેટરે અરજી કરી હોવાનું સામે આવતા ખળભળાટ!
Padma Shri Haji Ramkadu

ગુજરાતમાં SIR ની કામગીરીમાં વ્યાપક ગેરરીતિઓ સામે આવી રહી છે ત્યારે જૂનાગઢમાં પદ્મશ્રી સન્માન માટે નામાંકિત હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવા માટે ભાજપના કોર્પોરેટર દ્વારા અરજી કરાઈ હોવાની વાત સામે આવતા ખળભળાટ મચ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા થાનગઢમાં રહેતા પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે પણ કોઈએ નનામી અરજી કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. અહીં એ યાદ રાખવું રહ્યું કે, શાહબુદ્દીન રાઠોડ અને હાજી રમકડું બંને લઘુમતી સમાજમાંથી આવે છે.

હાસ્ય સમ્રાટ શાહબુદ્દીન રાઠોડનું નામ તેમના મત વિસ્તારમાંથી દૂર કરવું જોઈએ આવી અરજી 7A ફોર્મ મારફતે કરવામાં આવી હતી. બિલકુલ તેવી જ રીતે હવે પદ્મશ્રી હાજી રમકડું નામ પણ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે અરજી થયાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ પદ્મશ્રી હાજી રમકડું સ્થળાંતર કરી ગયા હોવાની વિગતો સાથે તેમનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટેની અરજી ભાજપના કોર્પોરેટર સંજય મણવર મારફતે આવી હોવાનું કહેવાય છે. સંજય મણવરે ફોર્મ 7A અરજી મારફતે હાજી રમકડુંનું નામ તેમના મત વિસ્તારમાંથી દૂર કરવું જોઈએ તેવી અરજી કરી છે. જેને લઈને હવે સંશોધિત મતદાન યાદી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

આ પણ વાંચો: SIRમાં ગેરબંધારણીય શબ્દ દૂર કરવા કચ્છ મેઘવાળ સમાજ મેદાનમાં

હાજી રમકડું જૂનાગઢના મતદાર નહીં?

હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવાની અરજી આવતા હવે SIR ની સંશોધિત મતદાર યાદીને લઈને અનેક સવાલો ઉઠ્યાં છે. હાજી રમકડુનું નામ મતદાર યાદીમાંથી સ્થળાંતરિત મતદાર તરીકે દૂર કરવું જોઈએ આવી અરજી ભાજપના વોર્ડ નંબર 07 ના કોર્પોરેટર સંજય મણવરે કરી છે, જેને લઈને હવે જૂનાગઢ શહેરમાં આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. થોડા દિવસ પૂર્વે કોર્પોરેશનમાં પૂર્વ નેતા વિપક્ષ અદ્રેમાન પંજાનું નામ પણ સ્થળાંતરિત મતદાર તરીકે મતદાર યાદીમાંથી દૂર કરવું જોઈએ તેવી 7Aની અરજી ભાજપના જ અન્ય એક કોર્પોરેટર સંજય ધોરાજીયા દ્વારા કરવામાં આવી હતી.

Padma Shri Haji Ramkadu

સંજય મણવરે શું કહ્યું?

આ સમગ્ર મામલે ભાજપના વર્તમાન કોર્પોરેટર સંજય મણવરે એક મીડિયાને આપેલા ટેલિફોનિક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મતદાર યાદીમાં હાજીભાઈ રાઠોડ નામનો ઉલ્લેખ છે, પરંતુ તેમનું આધારકાર્ડ મીર હાજીભાઈ કાસમભાઈના નામથી છે. જેથી તેમણે નામ પર અન્ય કોઈ વ્યક્તિ મત આપી આવતો નથી ને, તેવી તેમણે આશંકા વ્યક્ત કરી હતી અને તેમનું નામમાં મતદાર યાદીમાં આધારકાર્ડ મુજબનું આવે તે માટે તેમણે આ ફોર્મ ભર્યું છે.

આ પણ વાંચો: મુસ્લિમ યુવકે 24 વર્ષ જેલ ભોગવી, હવે નિર્દોષ છૂટ્યો, જવાબદાર કોણ?

વિપક્ષના નેતાએ ભાજપ પર આક્ષેપ લગાવ્યા

આ ઘટનાને લઈને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા રહેલા લલિત પણસારાએ ભાજપ પર મતદારોના નામ યાદીમાંથી દૂર કરવાનો આરોપ લગાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે, એક અઠવાડિયા પૂર્વે વિપક્ષના પૂર્વ નેતા અંદ્રેમાન પંજાનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે ભાજપના વર્તમાન કોર્પોરેટર સંજય ધોરાજીયાએ ફોર્મ 7A ભર્યું હતું. બિલકુલ તેવી જ રીતે હવે પદ્મશ્રી હાજી કાસમ ઉર્ફે હાજી રમકડુંનું નામ પણ સ્થળાંતરિત મતદાર તરીકે મતદાર યાદીમાંથી દૂર કરવું જોઈએ આવું 7A ફોર્મ ભાજપના અન્ય એક કરપરેટર સંજય મણવર દ્વારા ભરવામાં આવ્યું છે. લલિત પણસારાએ આ સમગ્ર પ્રક્રિયા ભાજપને ઈશારે થઈ રહી હોય તેવો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો: પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ SIR મતદાર યાદીમાં કપાયું!

2 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
8 days ago

*આજનાં સત્તા લાલચુ રાજકીય નેતાઓએ પોતાની ઉંમરનો ખ્યાલ રાખવો જોઈએ ક્યારે ઢહળી પડશો તેનું
સન 2020 નાં “કોરોના”! પછી કોઈનું નક્કી જ નથી! એટલે જાત જાતના ગતકડાં કાઢવાની જરૂર નથી!.

તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x