Dalit News: યુનિવર્સિટીઓમાં સદીઓથી ચોક્કસ જાતિના મનુવાદી તત્વો એકહથ્થુ સાશન જમાવીને બેસી ગયા છે. સત્તામાં કોઈપણ હોય, શિક્ષણ જગતમાં મનુવાદી તત્વો જેમના તેમ રહે છે. આ લોકોનું એક જ કામ છે, દલિત સમાજના હોનહાર યુવાનોને શિક્ષણ જગતમાં આગળ વધતા રોકવા અને પોતાની જાતિના નાલાયક લોકો માટે એ જગ્યા વગર અનામતે રિઝર્વ રાખવી. દેશના શિક્ષણ ક્ષેત્રમાં કુલપતિ અને જે તે વિભાગના અધ્યક્ષ પદ પર કઈ જાતિના લોકો અડિંગો જમાવીને બેઠાં છે તેના પર નજર કરશો એટલે આખો મામલો સમજાઈ જશે.
બિહારની પ્રતિષ્ઠિત કામેશ્વર સિંહ દરભંગા સંસ્કૃત યુનિવર્સિટીમાં હાલ આવો જ એક મામલો સામે આવ્યો છે. જ્યાં યુનિવર્સિટીના કુલપતિ અને કુલસચિવે મળીને એક દલિત વિદ્યાર્થીને એચઓડી બનતા અટકાવ્યો હોવાના આરોપ લાગ્યા છે. આ આરોપ પણ કોઈ સામાન્ય વ્યક્તિએ નહીં પરંતુ તે વિસ્તારના ધારાસભ્યે લગાવ્યા છે.

બિહારમાં સત્તાધારી જેડીયુ (JDU) ના બેનીપુર મતવિસ્તારના ધારાસભ્ય વિનય કુમાર ચૌધરીએ દરભંગા યુનિવર્સિટીના કુલપતિ (VC) અને કુલસચિવ (રજિસ્ટ્રાર) વિરુદ્ધ મોરચો માંડ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતા ચરમસીમાએ છે, એટલું જ નહીં, વહીવટી તંત્ર દલિત વિરોધી માનસિકતા સાથે કામ કરી રહ્યું છે. આ ગંભીર ફરિયાદો બાદ રાજભવન સક્રિય થયું છે. રાજભવનના ઉપસચિવ અજિત કુમાર સિંહે ધારાસભ્યને પત્ર લખીને આ મામલે તપાસ હાથ ધરવાની ખાતરી આપી છે. આ ઘટનાક્રમથી શિક્ષણ જગત અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે.
આ પણ વાંચો: UPSC 2024માં 186મો રેન્ક મેળવનાર આસ્થા જૈને હવે EWS પર 9મો રેન્ક મેળવ્યો!
દલિત વિદ્યાર્થી સાથે અન્યાયનો ગંભીર આરોપ
ધારાસભ્ય વિનય કુમાર ચૌધરીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે યુનિવર્સિટીના સાહિત્ય વિભાગમાં એક અત્યંત હોનહાર અને દલિત સમાજમાંથી આવતા વિદ્યાર્થીનો વિભાગાધ્યક્ષ (HOD) બનવાનો કાયદેસરનો દાવો છે. નિયમોનુસાર તે પદ તેને મળવું જોઈએ, પરંતુ કુલપતિ અને કુલસચિવ તેને આ પદ મેળવતા રોકી રહ્યા છે. ધારાસભ્યે સીધો પ્રહાર કરતા કહ્યું કે, “આ અધિકારીઓ દલિત વિરોધી માનસિકતા ધરાવે છે અને જાણીજોઈને એક પ્રતિભાશાળી દલિત યુવાનને આગળ વધતા અટકાવી રહ્યા છે.”
ધારાસભ્ય બિહાર વિધાનસભામાં મુદ્દો ઉઠાવશે
વિધાયક વિનય કુમાર ચૌધરીએ આ બાબતે બિહારના શિક્ષણ મંત્રી સમક્ષ પણ રજૂઆત કરી છે અને વિધાનસભાના આગામી સત્રમાં આ મુદ્દે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ પગલાં લેવામાં નહીં આવે અને દલિત વિદ્યાર્થીને ન્યાય નહીં મળે, તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે.

આ પણ વાંચો: શું સોશિયલ મીડિયા ભારતમાં જાતિ ભેદભાવને પ્રોત્સાહન આપે છે?
તેમણે વધુમાં ઉમેર્યું કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) અને યુનિવર્સિટીના નિયમો મુજબ, કોઈપણ શૈક્ષણિક વિભાગનું સંચાલન કાયમી વિભાગાધ્યક્ષ વગર થઈ શકે નહીં. તેમ છતાં, દરભંગા સંસ્કૃત યુનિવર્સિટીમાં અનેક વિભાગો એવા છે જે નિયમોને નેવે મૂકીને HOD વગર ચલાવવામાં આવી રહ્યા છે, જે શિક્ષણની ગુણવત્તા અને સ્વાયત્તતા પર મોટો ખતરો છે.
વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં
યુનિવર્સિટીની વહીવટી નિષ્ફળતાનો બીજો મોટો પુરાવો આપતા વિધાયકે કહ્યું કે હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરી ચૂક્યા હોવા છતાં તેમને હજુ સુધી માર્કશીટ આપવામાં આવી નથી. સામાન્ય રીતે પરિણામ જાહેર થયાના ગણતરીના દિવસોમાં વિદ્યાર્થીઓને માર્કશીટ મળવી જોઈએ જેથી તેઓ આગળના અભ્યાસ કે નોકરી માટે અરજી કરી શકે. પરંતુ અહીં મહિનાઓથી વિદ્યાર્થીઓ ધક્કા ખાઈ રહ્યા છે. આ પરિસ્થિતિ વિદ્યાર્થીઓના કારકિર્દીના હિતમાં નથી અને તેના માટે સંપૂર્ણ જવાબદાર યુનિવર્સિટીનું નબળું સંચાલન છે.
નાણાકીય ગેરરીતિ અને કર્મચારીઓના શોષણના આરોપ
ધારાસભ્ય ચૌધરીએ નાણાકીય બાબતોમાં પણ મોટા સ્કેમનો ઈશારો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા પેન્શનધારકો માટે ₹178 કરોડની તોતિંગ રકમ ફાળવવામાં આવી હોવા છતાં, યુનિવર્સિટી તંત્ર આ નાણાંનું વિતરણ કરી રહ્યું નથી. નિવૃત્ત કર્મચારીઓ પોતાના હકના પૈસા માટે વલખાં મારી રહ્યા છે. યુનિવર્સિટી કમિશન દ્વારા જે નવા શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી, તેમને શરૂઆતમાં હાજર કરવામાં વિલંબ કરવામાં આવ્યો. ત્યારબાદ તેમની નિમણૂક થઈ તો છેલ્લા 18 મહિનાથી તેમને પગાર ચૂકવવામાં આવ્યો નથી. જ્યારે રાજ્ય સરકાર સમયસર પગાર અને પેન્શન માટે ભંડોળ પૂરું પાડે છે, ત્યારે કુલપતિ અને કુલસચિવ કયા કારણોસર આ રકમ રોકી રહ્યા છે તે મોટો પ્રશ્ન છે.
આ પણ વાંચો: કોંગ્રેસના દલિત પ્રમુખને મંદિરમાં જતા રોક્યા, ભાજપ પ્રમુખનું સ્વાગત કરાયું












Aa loko Hindu jatankvadi che ane tena khun ma rage rag ma ureshiya nu lohi vahe che ,, AAJATANTK vadio uper kadak ma kdak saja thavi joe a