ડૉ.આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી શા માટે જરૂરી છે?

કેટલાક લોકો દ્વારા કહેવામાં આવે છે કે ડૉ. આંબેડકરના વિચારોની ઉજવણી કરો, તેમની નહીં. આપણે ઉજવણી કેમ કરવી જોઈએ? કઈ રીતે ઉજવણી કરવી જોઈએ? તે નક્કી કોણ કરશે.
ambedkar jayanti 2026

ભારતના ઇતિહાસમાં એક પ્રતિષ્ઠિત વ્યકિતત્વ તરીકે ડૉ. બી.આર. આંબેડકર નામ ખૂબ જ આદરથી લેવામાં આવે છે. ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બી. આર. આંબેડકરનું પૂરું નામ ડૉ. ભીમરાવ રામજી આંબેડકર છે. દર વર્ષે 14મી એપ્રિલના રોજ તેમની જન્મજયંતિ ખૂબ જ સન્માન સાથે લોકો દ્વારા ઉજવવામાં આવે છે. જન્મજયંતીની ઉજવણી ગૌરવ, ઓળખ અને ન્યાયમાં ભાગીદારીનું પ્રતિનિધિત્વ કરે છે. ડૉ. આંબેડકર જ્યંતિને ‘ભીમ જ્યંતિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

એટલે કે 14મી એપ્રિલ માત્ર તહેવારની ઉજવણી નથી. પરતું એક રાજકીય ક્રિયા છે. જે અધૂરી ક્રાંતિના વિચારનું સ્મરણ કરાવે છે. તથા દલિત-બહુજન માટે ડૉ. આંબેડકર માત્ર ભૂતકાળ નથી. પરતું ભવિષ્યનું પણ પ્રતિનિધિત્વ કરે છે. ભવિષ્યમાં ન્યાય, સમાનતા અને બંધુતા આધારિત સમાજનું નિર્માણ થાય અને સમાજમાં માળખાકીય પરિવર્તન આવે.

આ પણ વાંચો: ડૉ. બાબાસાહેબ આંબેડકર: દલિત નેતા કે રાષ્ટ્ર નેતા?

એ રીતે જોઈએ તો, ડૉ.આંબેડકરની જન્મજયંતીની ઉજવણી એ માત્ર સ્મૃતિનો પ્રસંગ નથી. પરંતુ તેમના વિચારોને આજના સમયમાં જીવંત બનાવવાનો મહત્વપૂર્ણ અવસર છે. જે સામાજિક જાગૃતિ અને સ્વાભિમાનનું શકિતશાળી માધ્યમ છે. દલિતોમાં પણ ઓળખ, અધિકાર અને સમાનતાની સમજ ઊભી થઈ છે. સામાજિક પરિવર્તન માટે ખૂબ જ મહત્વપૂર્ણ ઇતિહાસ છે.

આધુનિક ભારતની લોકશાહીનું મૂલ્યાંકન કરીએ તો માલૂમ પડે છે કે અત્યારે જાતિ આધારિત ભેદભાવ, અત્યાચારો અને આર્થિક અસમાનતા સામે ઝઝૂમી રહ્યાં છે. દલિત-બહુજન માટે હજુ લોકશાહીનું સ્વપ્ન હજુ સાકાર થયું નથી. તેમના મહાન યોગદાનને સન્માન આપવાની સાથે-સાથે રાજકીય હાજરી પુન:સ્થાપિત કરવા ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી પ્રતિરોધ અને યોગ્ય રાજકીય પ્રતિનિધિત્વ ઝંખના કરે છે. ડૉ. આંબેડકર જન્મજયંતી ન્યાયનું પ્રતિક છે. તેમને ન્યાયને સમાજવ્યવસ્થાના સ્વરૂપમાં સમજાવીને દરેક વ્યક્તિને ગૌરવની ખાતરી આપી છે. તેમને ચેતવણી આપી હતી કે મૂલ્યો વિનાની લોકશાહી બહુમતીવાદમાં પરિવર્તિત થઈ જશે.

આ પણ વાંચો: 50 વર્ષ પહેલા અમદાવાદમાં 14મી એપ્રિલની ઉજવણીની પત્રિકા વાયરલ

ભારતના બંધારણે બધા જ નાગરિકોને સુરક્ષા આપી છે. તેમણે સાંપ્રદાયિકતાની ટીકા કરીને લઘુમતીના અધિકારો પર ભાર મૂક્યો હતો. અધિકારોને સુનિશ્વિત કરવા મજબૂત વ્યવસ્થા બંધારણમાં પ્રવર્તમાન છે. જો યોગ્ય નિયંત્રણ નહિ હોય, તો લોકશાહી બહુમતી શાસનમાં ફેરવાઇ જશે. ડૉ. આંબેડકરે મૂડીવાદનો વિરોધ કરીને રાજ્ય સમાજવાદનો વિચાર રજૂ કર્યો હતો. જમીન સુધારા, જાહેર ક્ષેત્રની ભૂમિકા અને રોજગારના અધિકારો પર ભાર મૂક્યો હતો. બાબાસાહેબ માનતા હતા કે સાચું સશક્તિકરણ ત્યારે જ શક્ય બનશે જ્યારે બહુજનો નીતિ-નિર્માણમાં ભાગ લેશે. આજે પણ બહુજન સમાજનું ખરું પ્રતિનિધિત્વ ખૂબ જ ઓછું છે.

બાબાસાહેબે ભારતીય બંધારણના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી છે. અસ્પૃશ્યતા નાબૂદી અને મહિલા સશકિતકરણ માટે ઉમદા પ્રયાસો કર્યા હતા. ડૉ. આંબેડકરે સામાજિક સ્વતંત્રતાને અગ્રીમતા આપી છે. સામાજિક સ્વતંત્ર વિના કાયદાકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ નથી. કેટલાક લોકો દ્વારા કહેવામાં આવે છે કે ડૉ. આંબેડકરના વિચારોની ઉજવણી કરો, તેમની નહીં. આપણે ઉજવણી કેમ કરવી જોઈએ? કઈ રીતે ઉજવણી કરવી જોઈએ? તે નક્કી કોણ કરશે. ઉજવણી કરનાર કે ઉજવણી ન કરનાર? ડૉ. આંબેડકર જયંતીની ઉજવણી કરી લોકો પોતાની સંસ્કૃતિ વિકસાવી રહ્યાં છે. તેમની ઉજવણી ‘પૂજા’ નહીં પરતું નવી સંસ્કૃતિનું નિર્માણ છે.

આ અંધશ્રદ્ધા નથી. બાળપણથી કહેવામાં આવે છે કે ‘ડૉ. આંબેડકર જેવા બનો’, જેનો અર્થ છે ખૂબ મહેનત કરો, અભ્યાસ કરો અને આગળ વધો. તેમણે કહ્યું હતું કે વિચારોને ફેલાવવાની જરૂર છે. વિચારોના પ્રસાર માટે પ્રેરણારૂપ ડૉ. આંબેડકર છે. તેમણે ‘શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો’નું સૂત્ર આપ્યું હતું.

આ પણ વાંચો: એ પુસ્તક જે વાંચીને Dr. Ambedkar ચોધાર આંસુએ રડ્યા હતા

પ્રવર્તમાન પરિસ્થિતિમાં નવી સંસ્કૃતિનું નિર્માણ ખૂબ જ જરૂરી છે. તેના માટે જન્મજયંતીની ઉજવણી શ્રેષ્ઠ વિકલ્પ છે. ઉજવણી દરમિયાન નગર યાત્રા કે રેલીઓ એ શક્તિ પ્રદર્શન માટે નહીં પરંતુ લોકો એકતા અને સુરક્ષાની ભાવના પેદા કરી લોકોને પ્રેરણા આપે છે. ઉજવણી દરમ્યાન ખાસ બાબત પુસ્તકોના વેચાણની વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે કે વાંચન સંસ્કૃતિ વિકસિત કરવામાં મહત્વપૂર્ણ પગથિયું છે. ‘વાંચવાનો અધિકારો’ (Right to Read) બધાને મળવો જોઈએ. કેટલાક લોકો કહે છે કે ડૉ. આંબેડકરને ભગવાન બનાવી દીધા છે. પરંતુ ડૉ.આંબેડકરે લોકોને દુઃખમાંથી મુક્ત કરવાનું કાર્ય છે. અસ્પૃશ્યતા નાબૂદી, બધા નાગરિકોને કાયદાકીય અધિકાર અને નવા જ્ઞાનનું સર્જન ડો.આંબેડકરની દેન છે.

ડૉ. આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી બંધારણીય નૈતિકતાની યાદ અપાવે છે કે લોકશાહી માત્ર ઢાંચો ન બની જાય. ભારતની લોકશાહી માપદંડ માટે ડૉ. આંબેડકરના વિચારો મહત્વપૂર્ણ છે. પ્રવર્તમાન અસમાન સામાજિક, આર્થિક અને રાજકીય પરિસ્થિતી સામે લોકો સંઘર્ષ કરી રહ્યાં છે. ત્યારે ન્યાય, સમાનતા અને બંધુતાના આદર્શો લોકો માટે ખરા અર્થમાં માર્ગદર્શક બનવા જોઈએ.

ડૉ.આંબેડકરની જન્મજયંતીની ઉજવણી કોઈ સ્થિર ઘટના નથી. પરતું ન્યાયસંગત ભારત તરફ જવાની સામૂહિક યાત્રા છે. બહુજન માટે જન્મજયંતી એ પ્રતિરોધ અને આશાનું પ્રતિક છે.

(ડૉ.રાજેશ લકુમ, સમાજશાસ્ત્રી, અમદાવાદ)

આ પણ વાંચો: સયાજીરાવ ગાયકવાડ: જેમના શાસનમાં ‘પ્રજા ધર્મ’ એ જ ‘રાજ ધર્મ’ હતો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
2 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
વિનોદ પરમાર
વિનોદ પરમાર
1 day ago

ખૂબ જ સુંદર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

Narsinhbhai
Narsinhbhai
1 day ago

*બોધિસત્વ ભારતરત્ન વિશ્વવંદનીય મહામાનવ બાબાસાહેબ ડો ભીમરાવ આંબેડકર જીની 135મી ભીમ જયંતી નિમિત્તે હાર્દિક અભિનંદન સાથે ખુબ ખુબ શુભકામનાઓ મંગલકામનાઓ પાઠવું છું…!
જયંતી સાદગી અને નમ્રતા સાથે એટલે કે કોઈપણ પ્રકારના શોરબકોર સિવાય, બાળ મેળાઓના સુંદર આયોજન સચિત્રો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે તો,
*પરમ પૂજય બાબાસાહેબ ડો ભીમરાવ આંબેડકર જીને અભ્યાસ કરતા હજારો યુવાનો યુવતીઓ અને માસૂમ બાળકો જોશે અને તેઓનાં રાષ્ટ્ર પ્રત્યેનાં યોગદાનને પણ સમજતા થશે, એમાં કોઈ સંદેહ રહેતો નથી. આજ સાચી ઉજવણીનો હેતુ હોવો જોઈએ. ધન્યવાદ!

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
2
0
Would love your thoughts, please comment.x
()
x