3 દલિત બાળકોને ગુંડાઓએ બાંધી દઈ માથું મુંડી ઢોર માર માર્યો

ત્રણ દલિત બાળકોને જાતિવાદી તત્વો ઘરેથી ઉપાડી ગયા. બંધક બનાવીને માથું મુંડીને ઢોર માર માર્યો. ડરી ગયેલા બાળકોએ સ્કૂલે જવાનું બંધ કરી દીધું.
dalit minors beaten head shaved

દલિત સમાજના લોકો સાથે આજની તારીખે પણ આપણા દેશમાં કેવા કેવા અત્યાચારો થાય છે તે જાણીને આપણે ચોંકી જઈએ. આવી જ એક ચોંકાવનારી ઘટનામાં જાતિવાદી તત્વોએ ત્રણ દલિત બાળકોને ઉપાડી જઈ તેમને બાંધી, માથું મુંડી ઢોર માર માર્યો હતો. આ ઘટનાથી ત્રણેય દલિત બાળકો એટલા ગભરાઈ ગયા હતા, કે તેમણે સ્કૂલે જવાનું બંધ કરી દીધું છે.

મામલો જાતિવાદ માટે કુખ્યાત મધ્યપ્રદેશનો છે. અહીંના બરગવાં પોલીસ સ્ટેશન વિસ્તારના બાગાડીહ ગામમાં 3 દલિત સગીર બાળકો સાથે અમાનવીય વર્તન અને ગંભીર મારામારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પિડીત પરિવારનો આક્ષેપ છે કે ગુંડાઓ દ્વારા બાળકોને બળજબરીપૂર્વક ઘરમાંથી ઉઠાવી જઈને બંધક બનાવવામાં આવ્યા હતા, તેમની સાથે મારપીટ કરી, જાતિસૂચક ગાળો આપીને તેમનું અડધું માથું મુંડાવી દેવામાં આવ્યું હતું. આ બર્બરતા બાદ બાળકો એટલા ડરી ગયા છે કે તેમણે શાળાએ જવાનું બંધ કરી દીધું છે.

મામલો શું હતો

પીડિત પરિવારના સભ્યો ઉર્મિલા સાકેત, જગદીશ સાકેત, હરિશ્ચંદ્ર સાકેત અને નંદલાલ સાકેતના જણાવ્યા અનુસાર, આ ઘટના 1 ઓક્ટોબરના રોજ ઘટી હતી. પરિવારનો આરોપ છે કે ગામના ગોવિંદ સિંહ, બલરામ સિંહ, ઇન્દ્રભાન સિંહ અને હરિનારાયણ બૈસ નામના શખ્સો તેમના બાળકો લવકુશ, કરન અને રામલાલને બળજબરીપૂર્વક ઘરમાંથી ઉપાડી ગયા હતા.

આ પણ વાંચો: જૂનાગઢના બિલ્ડર ચેતન ફળદુ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

ત્યારબાદ બાળકોને એક જગ્યાએ બંધક બનાવીને તેમને માર મારવામાં આવ્યો હતો. લુખ્ખા તત્વોએ જાતિસૂચક શબ્દો કહીને બાળકોનું અપમાન કર્યું હતું અને માનસિક રીતે તોડી પાડવા માટે તેમનું અડધું માથું મુંડાવી દીધું હતું.

ડરી ગયેલા ત્રણેય બાળકોએ શાળાએ જવાનું બંધ કર્યું

આ ઘટના બાદ ત્રણેય બાળકો ભારે માનસિક આઘાતમાં સરી પડ્યા છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, બાળકો એટલા ભયમાં છે કે તેમણે ઘરની બહાર નીકળવાનું અને શાળાએ જવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે.

આટલું જ નહીં, ઘટના બાદ પણ આરોપીઓ દ્વારા પીડિત પરિવારને મોં બંધ રાખવા અને પોલીસ કેસ ન કરવા માટે જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. પરિવારે મુખ્ય આરોપી ગોવિંદસિંહ પર ગેરકાયદેસર રેતીના કારોબાર સાથે જોડાયેલા હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે. પરિવારે ન્યાય અને પોતાના બાળકોની સુરક્ષાની ગુહાર લગાવી છે.

આ પણ વાંચો: દલિત બાળકી પર રેપનો પ્રયાસ કરનાર પૂજારીને બ્રાહ્મણોએ ટેકો આપ્યો!

પોલીસે ફરિયાદ ન લીધી, SP કચેરીએ પહોંચ્યો પરિવાર

પીડિત પરિવારે પોલીસ તંત્રની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આક્ષેપ છે કે જ્યારે તેઓ આ ફરિયાદ લઈને સ્થાનિક બરગવાં પોલીસ સ્ટેશને પહોંચ્યા, ત્યારે પોલીસે તેમની વાત સાંભળવાના બદલે તેમને અપમાનિત કરીને હાંકી કાઢ્યા હતા.

સ્થાનિક પોલીસના આવા વલણથી નિરાશ થઈને પીડિત પરિવાર સિંગરૌલી SP કાર્યાલય અને AJAK (અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ) પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પરિવારે આરોપીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી, જાતિસૂચક અત્યાચાર વિરોધી કાયદા હેઠળ કેસ દાખલ કરવા અને બાળકો માટે તાત્કાલિક સુરક્ષાની માંગ કરી છે.

આ પણ વાંચો: ડૉ.આંબેડકર મધરાતે કોની યાદમાં વાયોલિન વગાડતા હતા?

એસપીએ કાર્યવાહીનું આશ્વાસન આપ્યું

આ સમગ્ર મામલે સિંગરૌલીના SP શિયાઝ કેએમ એ જણાવ્યું હતું કે, પ્રારંભિક માહિતી મુજબ બાળકો પર ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને ગ્રામજનોએ તેમને પકડીને પોલીસને સોંપ્યા હતા. તે સમયે બાળકો સગીર હોવાને કારણે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું.

જોકે, SP એ સ્પષ્ટ કર્યું છે કે હવે પરિવાર દ્વારા માર મારવો, ગાળાગાળી અને માથું મુંડાવવાના ગંભીર આરોપો સાથેની ફરિયાદ મળતાં જ બરગવાં એસપીને મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, કાયદો પોતાના હાથમાં લેવાનો અધિકાર કોઈને નથી. તપાસમાં જે પણ તથ્યો સામે આવશે તેના આધારે દોષિતો સામે કડક વૈધાનિક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: ગાંધી જયંતિના કાર્યક્રમમાં દલિતોને અલગ ભોજન પીરસાયું!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x