દલિત વરરાજાને ઘોડી પરથી પછાડી 25 લોકોએ હુમલો કર્યો

દલિત વરરાજાના લગ્નમાં DJ પર ડો.આંબેડકરના ગીતો 20-25 લોકોએ દલિત વરરાજાને ઘોડી પરથી પછાડી લાકડીઓથી હુમલો કર્યો.
દલિત સમાચાર AI Image

દલિતો માટે લગ્ન જેવો કાયમી સંભારણાનો પ્રસંગ પણ જાતિવાદી તત્વો દુઃખદ બનાવી દેતા જરાય લાજ-શરમ અનુભવતા નથી. દર વર્ષે લગ્નની સિઝન શરૂ થતાની સાથે જ દેશના અલગ અલગ ખૂણેથી દલિત વરરાજાના લગ્નના વરઘોડા પર હુમલાની ઘટનાઓ સામે આવતી રહે છે. જાતિવાદી તત્વોને બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરથી ભારે ચીડ છે. એટલે જ તેઓ જો દલિત વરરાજાના વરઘોડામાં ડો.આંબેડકરના ગીતો વાગે તો તરત કાયદો વ્યવસ્થાની પરવા કર્યા વિના હુમલો કરી દે છે. આવી જ એક ઘટનામાં જાતિવાદી તત્વોએ એક દલિત વરરાજાને ઘોડી પરથી નીચે પછાડી જીવલેણ હુમલો કર્યો હતો.

 

મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તર પ્રદેશનો છે. અહીંના આગરા જિલ્લામાં જાતિવાદી માનસિકતાનો આ શરમજનક કિસ્સો સામે આવ્યો છે. જગનેર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નગલા વીરભાન ગામમાં એક દલિત પરિવારની જાન પર ગામના જ 20-25 જેટલા જાતિવાદી તત્વોએ લોકોએ લાકડીઓ, દંડા અને લોખંડના સળિયા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં વરરાજાને ઘોડી પરથી નીચે પછાડીને માર મારવામાં આવ્યો હતો અને જાનૈયાઓને દોડાવી-દોડાવીને મારવામાં આવ્યા હતા. એટલું જ નહીં, હુમલાખોરોએ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કર્યું હતું અને જાતિસૂચક ગાળો આપી હતી. આ સમગ્ર વિવાદનું કારણ માત્ર એટલું જ હતું કે જાનમાં DJ પર બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના ગીતો વાગી રહ્યા હતા.

‘આ ઠાકુરોનું ગામ છે, અહીં આંબેડકરવાદી ગીતો નહીં વાગે’

ઘટનાની વિગત મુજબ, 26 નવેમ્બરના રોજ આગરાના પ્રતાપપુરાથી સુરેન્દ્રના ઘરે જાન આવી હતી. રાત્રે આશરે 9:00 વાગ્યાની આસપાસ DJ ના તાલે ધામધૂમથી વરઘોડો નીકળી રહ્યો હતો. આ દરમિયાન ગામના જ ઠાકુર સમાજના કેટલાક યુવકો, જેમાં મુખ્યત્વે કાન્હા (પિતા: પ્રેમવીર), શિવમ (પિતા: યોગેન્દ્ર), ભીકમ, સચિન, પંકજ (પિતા: બબલુ), સુમિત (પિતા: સુખરામ), સત્યમ અને અન્ય 20-25 લોકો સામેલ હતા, તેમણે જાનને અધવચ્ચે રોકી દીધી હતી.

આરોપીઓએ DJ બંધ કરવાનું કહીને ધમકી આપી હતી કે, “આ ગામ ઠાકુરોનું છે, આ ગામમાં આંબેડકરવાદી ગીતો નહીં વાગે.” આ ઉપરાંત તેમણે જાતિવાદી ઘમંડમાં આવીને કહ્યું હતું કે, “તમારી એટલી ઓકાત છે કે તમે ઠાકુરોના ગામમાં આટલી ધામધૂમથી જાન કાઢશો?” જ્યારે જાનૈયાઓએ આ અન્યાયી વાતનો વિરોધ કર્યો, ત્યારે ઉશ્કેરાયેલા હુમલાખોરોએ ઘોડી પર બેઠેલા વરરાજા પર હુમલો કરી દીધો હતો, જેના કારણે વરરાજા નીચે પડી ગયા હતા.

બાબાસાહેબની તસવીરને પગ નીચે કચડી નાખી

હુમલાખોરોની દાદાગીરી અહીંથી જ નહોતી અટકી. પીડિત પરિવારના આક્ષેપ મુજબ, આરોપીઓએ જાનૈયાઓના હાથમાંથી ડો. બાબાસાહેબ આંબેડકરની તસવીર છીનવી લીધી હતી અને તેને જમીન પર ફેંકીને પોતાના પગ નીચે કચડી નાખી હતી. ત્યારબાદ આરોપીઓએ માં-બહેનની ગાળો આપીને લાકડીઓ અને લોખંડના સળિયા વડે જાનૈયાઓ પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં મહિલાઓને પણ બક્ષવામાં આવી નહોતી અને તેમની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું.

લાઈટ જતાં જ ઘરમાં ઘૂસીને મારપીટ કરી

હુમલા દરમિયાન જ્યારે અચાનક વીજળી ગુલ થઈ ગઈ, ત્યારે આરોપીઓ અંધારાનો ફાયદો ઉઠાવીને પીડિત પરિવારના ઘરમાં ઘૂસી ગયા હતા અને ત્યાં હાજર લોકો સાથે બેરહેમીથી મારપીટ કરી હતી. આ હિંસક હુમલામાં દલિત યુવકો સુરેશ અને કિનુને ગંભીર ઈજાઓ પહોંચી છે. હુમલો કર્યા બાદ તમામ આરોપીઓ પીડિત પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

લગ્ન પ્રસંગમાં વિઘ્ન, સવારે ફેરા ફરાવી દીકરીને વિદાય કરી

ઠાકુરોના આ આતંકને કારણે લગ્નના ખુશીના માહોલમાં ભારે ભય અને અફરાતફરી ફેલાઈ ગઈ હતી. વરઘોડો અધવચ્ચે જ રોકી દેવો પડ્યો હતો અને કલાકો સુધી લગ્નની વિધિઓ અટકી પડી હતી. ભારે તણાવ અને ડરના માહોલ વચ્ચે પરિવારે જેમ-તેમ કરીને બીજા દિવસે સવારે ફેરાની વિધિ પૂર્ણ કરાવી હતી અને દીકરીને વિદાય આપી હતી. જાન વિદાય થયા બાદ પીડિત પરિવારે જગનેર પોલીસ સ્ટેશન પહોંચીને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.

BSP નેતાઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા, પોલીસની કાર્યવાહી શરૂ

આ ઘટનાની જાણ થતાં જ શુક્રવારે બહુજન સમાજ પાર્ટી (BSP) ના પદાધિકારીઓ અને નેતાઓ પણ જગનેર પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને પીડિત પરિવારને ન્યાય અપાવવા તેમજ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી. પીડિત પક્ષે ગામના કાન્હા, શિવમ, ભીકમ, સચિન, પંકજ, સુમિત સહિતના અન્ય લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ આપી છે. આ સમગ્ર મામલે આગરાના DCP વેસ્ટ હરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, પીડિતની ફરિયાદના આધારે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં જ તમામ આરોપીઓની ધરપકડ કરીને કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ રજપૂત છોકરીએ દલિત વરરાજાની જાન રોકી તલવારોથી હુમલો કર્યો

આ પણ વાંચોઃ દલિત વરરાજાની જાન પર પોલીસનો હુમલો, જાનૈયાઓને દોડાવીને માર્યા

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x