મેવાણીને જાતિસૂચક અપશબ્દો કહેનાર આરોપી ત્રણ વર્ષે ઝડપાયો

ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને જાતિસૂચક અપશબ્દો કહી અપમાન કરનાર આરોપીની અમદાવાદ પોલીસે ત્રણ વર્ષ બાદ ધરપકડ કરી છે.
jignesh mevani insult accused arrested
jignesh mevani insult accused arrested

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન જાહેરમાં જાતિસૂચક અપશબ્દો બોલી અપમાન કરનાર આરોપીની અમદાવાદ પોલીસે ત્રણ વર્ષ બાદ ધરપકડ કરી છે. જિગ્નેશ મેવાણીને જાતિસૂચક શબ્દોથી અપમાનિત કરનાર આરોપી રમેશ સાવલિયા છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદ પોલીસની ધરપકડથી નાસતો ફરતો હતો. સામાજિક કાર્યકર હેમંત પરમારે ત્રણ વર્ષ પહેલા નોઁધાવેલી ફરિયાદ બાદ તા. 2 જૂન 2025ના રોજ અમદાવાદ પોલીસે તેની ધરપકડ કરીને સેન્ટ્રલ જેલમાં ધકેલી દીધો છે.

મામલો શું હતો?

આ કેસની મળતી વિગતો મુજબ, વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ફેસબુક પર ચાલતા ‘ચૂંટણી એક્સપ્રેસ’ નામના પેજ પર ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે “જિગ્નેશ મેવાણી તને ગુજરાતની જનતા ચોક્કસ જવાબ આપશે યાદ રાખજે” તેવા ટાઇટલ સાથે એક વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. તે વીડિયોના કૉમેન્ટ બોક્સમાં મૂળ સુરતના અને ફેસબુક પર રમેશ સાવલિયા નામથી એકાઉન્ટ ધરાવતા શખ્સ દ્વારા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને દલિત સમાજ માટે અપમાનજનક જાતિસૂચક શબ્દો વાપરીને અપમાનિત કરવામાં આવ્યા હતા.

jignesh mevani insult accused arrested
jignesh mevani insult accused arrested

આ પણ વાંચોઃ GPSC એસસી, એસટી, ઓબીસી એકલવ્યોના અંગૂઠા કાપે છે: મેવાણી

સામાજિક કાર્યકર હેમંત પરમારે ફરિયાદ નોંધાવી હતી

આ મામલે સામાજિક કાર્યકર હેમંત પરમાર દ્વારા શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો. જેની તપાસ અમદાવાદના સાયબર સેલ વિભાગના મદદનીશ પોલીસ કમિશ્નર કરી રહ્યા હતા. આ આરોપીની ધરપકડ છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદ પોલીસ કરી શકી નહોતી ત્યારે 2-6-2025ના રોજ આરોપી રમેશ સાવલિયાની અમદાવાદ પોલીસે ધરપકડ કરીને તેને અમદાવાદની ખાસ એટ્રોસિટી અદાલતમાં રજૂ કરીને સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપ્યો છે.

શહેરકોટડા પોલીસે ત્રણ વર્ષ પછી આરોપીની ધરપકડ કરી

ગુજરાતના અનેકો ગામોમાં દલિત અત્યાચારની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે ત્યારે તેના વિરોધ અને પીડિતોના ન્યાય માટે અવાજ ઉઠાવતા એકમાત્ર ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોતે જાતિવાદનો ભોગ બને છે ત્યારે ગુજરાત પોલીસ પોતે ફરિયાદી બનીને આરોપીને જેલના સળિયા પાછળ મોકલવાની જગ્યાએ દિવસો સુધી દલિત આગેવાનોની ફરિયાદ દાખલ કરતી નથી. શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં દલિત સમાજના આગેવાનો આંદોલિત થાય છે ત્યારે ગુનો દાખલ કરવામાં આવે છે. ગુનો દાખલ થયાના ત્રણ વર્ષ સુધી આરોપી ખુલ્લેઆમ ફરી રહેલો હતો પણ અમદાવાદની પોલીસ તેની ધરપકડ કરી શકી નહોતી.

આ પણ વાંચોઃ મીતલીમાં વણકરોના કૂવામાં ગંદકી ફેંકવા મુદ્દે કેબિનેટ મંત્રીને રજૂઆત

આ પણ વાંચોઃ મીતલીમાં દલિતોના કૂવા પાસે પોલીસ પહેરો ગોઠવોઃ મેવાણી
ફરિયાદી હેમંત પરમારે શું કહ્યું?

આ કેસના ફરિયાદી સામાજિક કાર્યકર હેમંત પરમારે જણાવ્યું હતું કે, “દલિત સમાજમાંથી આવતા એક સિટીંગ ધારાસભ્યને ગુજરાતમાં તેની જાતિના નામે અપશબ્દો કહેવાય છે, ગાળો ભાંડનારની સામે ગુનો નોંધાય છે, ગુનો નોંધાયાને ત્રણ વર્ષનો સમય વીતી ગયો છે ત્યારે પોલીસ આરોપીની ધરપકડ કરી રહી છે. સવાલ એ થાય કે, એક ધારાસભ્ય સાથે જોડાયેલા એટ્રોસિટીના કેસમાં પણ જો ગુજરાત પોલીસ તરત આરોપીની ધરપકડ ના કરી શકતી હોય, તો સામાન્ય દલિત પરિવારો જે અત્યાચારનો ભોગ બને છે તેમને ગુજરાતની પોલીસ ન્યાય અપાવી શકે કે કેમ તે સવાલ છે.”

મનુવાદી પત્રકારો આ મુદ્દે મૌન કેમ છે?: હેમંત પરમાર

હેમંત પરમારે વધુમાં જણાવ્યું હતું કે, “મનુમીડિયા દ્વારા જાતિવાદ સામે લડત આપનાર જિગ્નેશ મેવાણીને જ જાતિવાદી સાબિત કરી દેવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. પરંતુ મેવાણીને જાતિસૂચક અપશબ્દો કહેનાર આરોપીની પોલીસ ત્રણ વર્ષ સુધી ધરપકડ નહોતી કરતી એ વાત મનુવાદી મીડિયાના પત્રકારો ઉઠાવશે ખરા? ગુજરાતમાં દલિત સમાજના ધારાસભ્ય માટે જો જાતિવાદી તત્વો ખુલ્લેઆમ જાતિસૂચક અપશબ્દો બોલતા હોય તો સામાન્ય દલિતોની શું દશા હશે?”

હું આરોપીના જામીનનો વિરોધ કરીશઃ હેમંત પરમાર

હેમંત પરમારે કહ્યું છે કે, ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને જાતિથી અપમાનિત કરનારો આરોપી ત્રણ વર્ષ સુધી ગુજરાત પોલીસના હાથમાં આવતો નથી ત્યારે ગુજરાત પોલીસ ત્રણ વર્ષ સુધી તેની ધરપકડ કેમ ન કરી શકી? આ કેસમાં હું ચોક્કસ આરોપીની જામીન અરજીની સુનાવણીમાં અદાલત સમક્ષ હાજર રહી આરોપીની જામીન અરજી ના મંજૂર થાય તે માટે રજૂઆત કરવા પહોંચીશ.

આ પણ વાંચોઃ ગુજરાતમાં દલિતો તેના જ ધારાસભ્યો-સાંસદોનું બારમું યોજશે?

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું ગુજરાત કોંગ્રેસ અને તેના સવર્ણ નેતાઓ દલિતો સાથે ભેદભાવ રાખે છે?
0
Would love your thoughts, please comment.x
()
x