Gujarat New cabinet: ગુજરાતમાં ભાજપને 156 સીટો મળ્યા પછી પણ લોકોમાં સરકાર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી હોવાથી ફરી એકવાર દિવાળી પહેલાં જ રાજ્ય મંત્રીમંડળમાં ફેરફાર કરાયા હતાં. જે રીતે મંત્રીમંડળની રચના કરાઈ છે તે પરથી એક વાત એ પ્રસ્થાપિત થઈ છે કે, ભાજપ હાઇકમાન્ડે માલેતુજાર ધારાસભ્યોને મંત્રી બનાવ્યાં છે. નવા મંત્રીમંડળમાં કુલ 26 પૈકી 23 મંત્રીઓ કરોડપતિ છે. પ્રત્યેક મંત્રીની સરેરાશ સંપત્તિ 11.2 કરોડ રૂપિયા છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની અને શિક્ષણમંત્રી રીવાબા જાડેજા સૌથી વધુ પૈસાદાર મંત્રી છે.
90 ટકા મંત્રીઓ કરોડપતિ
ADR એ જારી કરેલા એક રિપોર્ટમાં નવા મંત્રીમંડળ વિશે રસપ્રદ માહિતી બહાર આવી છે. એ મુજબ, 90 ટકા મંત્રીઓની મિલકત એક કરોડથી વધુ છે. જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા સૌથી પૈસાદાર મંત્રી છે, જેમની સંપત્તિ 97.35 કરોડ છે, જ્યારે નિઝરના ધારાસભ્ય જયરામ ગામિત સૌથી ઓછી મિલકત ધરાવતાં મંત્રી છે. તેમની પાસે માત્ર 46.96 લાખની મિલકત છે. મહિલા સશક્તિકરણની દુહાઈ દેવાઈ રહી છે, ત્યારે નવા મંત્રીમંડળમાં મહિલા પ્રતિનિધિત્વ ઓછુ છે. તેમાં કેબિનેટમાં એકેય મહિલાને સ્થાન અપાયુ નથી. માત્ર ત્રણ મહિલાઓને મંત્રીપદ અપાયુ છે.
આ પણ વાંચો: દલિત યુવકને ચોરીની શંકામાં ઝાડ પર ઉંધો લટકાવીને માર માર્યો
18 મંત્રીઓના માથે દેવું
નવા મંત્રીમંડળમાં 18 મંત્રીના માથે દેવુ છે. મંત્રી પુરુષોત્તમ સોલંકીના માથે 8.93 કરોડનું દેવુ છે. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 17 કરોડ રૂપિયાની મિલકત-સંપતિ ધરાવે છે. તેમના માથે પણ 8 કરોડ રૂપિયાનું દેવું છે. શૈક્ષણિક લાયકાત મુદ્દે વાત કરીએ તો, 6 મંત્રી ફક્ત 8 મું કે 12મું ધોરણ પાસ છે, જ્યારે 16 મંત્રી સ્નાતક અથવા ઉચ્ચ ડિગ્રી ધારક છે. ચાર મંત્રી ડિપ્લોમા પાસ છે. નવનિયુક્તિ મંત્રીમંડળમાં માત્ર 10 મંત્રી એવા છે, જેમની ઉંમર યુવાન 31 થી 50 વર્ષની વચ્ચે છે, જ્યારે 15 મંત્રી 51 થી 70 વયના છે. માત્ર એક મંત્રી 71 વર્ષના છે.
ચાર મંત્રીઓ સામે ગુનાઈત કેસ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિમંત્રી જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ અને અર્જુન મોઢવાડિયા સામે ગુનાઈત કેસ નોંધાયેલાં છે. મંત્રી પરષોત્તમ સોલંકી વિરુદ્ધ તો ગંભીર ગુનાઈત કેસ પોલીસ ચોપડે નોંધાયેલો છે.
આ પણ વાંચો: દલિત ADGP એ ભેદભાવથી કંટાળી સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી!











Users Today : 116