દેશભરમાં હાલ દલિતોની માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિ છે. એકબાજુ રાયબરેલીમાં એક દલિત યુવકને જાતિવાદી તત્વોએ ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તે જ દિવસે દલિત સમાજમાંથી આવતા દેશના ચીફ જસ્ટિસ પર એક મનુવાદીએ જૂતું ફેંકી હુમલો કર્યો હતો. હવે વધુ એક દલિત યુવક પર બર્બરતા આચરવામાં આવી છે.
મામલો હરિયાણાના કરનાલ વિસ્તારનો છે. અહીંના ઈન્દ્રી વિસ્તારમાં એક દલિત યુવકને ચોરીની શંકામાં ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ, યુવકની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ ઘણા દિવસો સુધી કોઈ કાર્યવાહી ન થતા આખરે તેમણે હવે DSP ને ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપીઓ સામે કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી છે.
આ ઘટના 1 ઓક્ટોબરની સાંજે બની હોવાનું કહેવાય છે. ફરિયાદી પાસે એક વીડિયો ક્લિપ પણ છે જેમાં કેટલાક ગ્રામજનો યુવકના હાથ ઝાડ સાથે પકડીને લાકડીઓથી માર મારતા દેખાય છે. યુવક ચીસો પાડી રહ્યો છે અને ઘટનાસ્થળે ઘણા લોકો ભેગા થયા છે.
આ પણ વાંચો: ગાય ખરીદીને પરત આવી રહેલા દલિત યુવકને ગૌરક્ષકોએ પતાવી દીધો!
આ મામલે સોમવારે પીડિત પરિવાર ભીમ સેના સમસ્ત ભારત સંગઠનના પ્રમુખ રાજેન્દ્ર માન સાથે ડીએસપીની કોર્ટમાં ગયો હતો અને તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
ફરિયાદી સંતોષે ડીએસપીને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના ગામમાં એક ધાર્મિક સ્થળ છે જ્યાં સવાર-સાંજ યુવાનો ભેગા થાય છે. 1 ઓક્ટોબરના રોજ એક યુવાન ત્યાં બેઠો હતો ત્યારે ગ્રામજનોને તેના પર ચોરીનો શંકા ગઈ અને તેને માર માર્યો હતો અને તેની સાથે બીજું કોણ સંડોવાયેલું છે તે જાહેર કરવા દબાણ કર્યું હતું.
આ પણ વાંચો: DSP એ જાહેરમાં દલિત હેડ કોન્સ્ટેબલને થપ્પડ મારી દેતા ચકચાર!
ફરિયાદીના જણાવ્યા મુજબ, અન્ય લોકોના દબાણમાં આવીને, તે યુવકે તેમના પુત્રને ફોન કરીને ત્યાં બોલાવ્યો હતો, હકીકતે તેમના પુત્રને આ કેસમાં કોઈ લેવાદેવા ન હતી. તે દિવસે તેમનો પુત્ર કોર્ટમાં તારીખ હોવાથી ત્યાં ગયો હતો. જ્યારે તે કરનાલથી પાછો ફર્યો, ત્યારે ગામલોકોએ તેને પકડી લીધો અને તેને જાતિસૂચક અપશબ્દો કહ્યા હતા, અને 20-25 માણસોએ તેને બંધક બનાવી, ઝાડ સાથે બાંધી દીધો દઈને નિર્દયતાથી માર માર્યો હતો. આ હુમલામાં યુવકને ઘણી ઇજાઓ થઈ હતી. ગામલોકોએ તેને લાકડીઓથી પણ માર માર્યો હતો.
યુવકના પરિવાર પાસે આ ઘટનાની વિડીયો ક્લિપ પણ છે. પોલીસ તપાસ અધિકારી જીતેન્દ્રના જણાવ્યા મુજબ, આ મામલે આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવશે. FIR દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તે બીજે ક્યાંક છે, અને આ કેસમાં FIR પહેલાથી જ દાખલ થઈ ચૂકી હશે. અમે તમને આ વિશે કાલે જણાવીશું.
આ પણ વાંચો: બેંકોના રાષ્ટ્રીયકરણના સાડા પાંચ દાયકાઃ દલિતોને શું મળ્યું?











Users Today : 863