નડિયાદમાં રોહિત ઉત્કર્ષ મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 10-12, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ઉચ્ચ ટકાવારી મેળવનારા 85 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને સન્માનપત્ર આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બોડીવાલા કોલેજ અમદાવાદના પ્રિન્સિપાલ ડૉ. મહેશભાઈ વાઘેલાએ વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું. વ્યસન મુક્તિ કેન્દ્ર ખેડાના ડાયરેક્ટર સંજયભાઈ રાઠોડે વ્યસનમુક્ત ભારતનો સંદેશ આપ્યો હતો. જ્યારે મામલતદાર રાજેન્દ્રભાઈ મકવાણાએ વિદ્યાર્થીઓને કારકિર્દી નિર્માણ માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ પણ વાંચો: ઉત્તરસંડાના યુવકના મોત બાદ તેને ગમતું બાઈક પણ સાથે દફનાવાયું

આ સમારોહમાં સમાજના 20 નિવૃત્ત સરકારી કર્મચારીઓ, 10 નવી નિમણૂક પામનારા અને 5 પ્રમોશન મેળવનારા સરકારી કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ ખેડા જિલ્લા સમૂહ લગ્ન સમિતિ, ડૉ. ભીમરાવ સિનિયર સિટીઝન ક્લબ, રોહિત મહિલા શક્તિ મંજીપુરા અને ડૉ. આંબેડકર સંપર્ક અભિયાન જેવી સામાજિક સંસ્થાઓનું પણ સન્માન કરવામાં આવ્યું.

કાર્યક્રમનું સંચાલન ભાનુભાઈ મહેરિયા, દેવેન્દ્રપ્રસાદ વાળા, અંબિકાબેન મકવાણા, શારદાબેન મકવાણા અને જયેશ વાઘેલાએ કર્યું. મનુભાઈ રાઠોડે આભારવિધિ કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના વિદ્યાર્થીઓ, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: પાટણમાં ઠાકોર સમાજે દીકરીઓ માટે 15 લાખના ખર્ચે લાઈબ્રેરી બનાવી











Users Today : 1660