Dalit News: જાતિવાદ અને અસ્પૃશ્યતાથી ખદબદતા આપણા દેશમાં દલિતો અને સવર્ણ હિંદુઓના જીવની કિંમત પણ જાણે અલગ અલગ હોય તેવી સ્થિતિ છે. જો સવર્ણ હિંદુની કોઈ છોકરીની છેડતી થાય તો મનુવાદી મીડિયાથી લઈને આખું સરકારી તંત્ર હોબાળો મચાવે છે. પરંતુ કોઈ દલિત, આદિવાસી કે ઓબીસી સમાજની છોકરી પર ગેંગરેપ થાય, હત્યા કરી દેવામાં આવે તો પણ કોઈના પેટનું પાણી પણ નથી હલતું. આવી અનેક ઘટનાઓ સમયાંતરે સામે આવતી રહે છે અને તાજો મામલો ઉત્તરપ્રદેશના ગોંડામાંથી સામે આવ્યો છે.
ડાંગરના ખેતરમાંથી દલિત યુવતીની લાશ મળી
અહીં એક દલિત યુવતીની ખેતરમાંથી અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. માહિતી મળતાં પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી છે. સ્થાનિક એસપી પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને સ્થાનિકોની પૂછપરછ કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મામલાને ઉકેલવા માટે પોલીસે 5 અલગ અલગ ટીમો બનાવી હોવાનો દાવો કર્યો છે. આ ઘટના ગોંડા જિલ્લાના લલક ગામની છે.
આ પણ વાંચોઃ ત્રણ યુવકોઓ મૂકબધિર દલિત યુવતી પર ગેંગરેપ કર્યો, પીડિતાએ ગળેફાંસો ખાધો
બળાત્કાર બાદ હત્યા કરાયાની આશંકા
મળતી માહિતી મુજબ, મૃતકની ઓળખ 19 વર્ષની જ્યોતિ પાસવાન તરીકે થઈ છે. મૃતક યુવતીના પિતા પૂજારી પાસવાને જણાવ્યું હતું કે, જ્યોતિ સવારે ખેતરે ગઈ હતી. પરંતુ શુક્રવારે સાંજે તેનો મૃતદેહ ડાંગરના ખેતરમાં મળી આવ્યો હતો. તેના શરીર પર ઈજાના નિશાન છે. ગળામાં સ્કાર્ફ વીંટળાયેલો છે અને તેના કપડાં પણ ફાટેલા છે. જ્યોતિનો મૃતદેહ લગભગ અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો હતો. જેના પરથી તેના પર બળાત્કાર થયા બાદ હત્યા કરી નાખવામાં આવી હોવાની શક્યતા જણાય છે.
આ પણ વાંચોઃ દલિત યુવતીને જંગલમાં ખેંચી જઈ 4 યુવકોએ ગેંગરેપ કર્યો
જ્યોતિના પિતાએ શું કહ્યું?
જ્યોતિના પિતાએ કહ્યું કે, જ્યારે અમે શોધ શરૂ કરી ત્યારે જ્યોતિ ડાંગરના ખેતરમાં લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. દીકરીને આવી હાલતમાં જોઈને તેના પિતા જોરથી રડવા લાગ્યા ત્યારે ગામલોકોનું ટોળું એકઠું થઈ ગયું. ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી. પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો.
પોલીસે તપાસ શરૂ કરી
પોલીસ અધિક્ષક વિનીત જયસ્વાલે જણાવ્યું હતું કે ગોંડા ગ્રામ્ય પોલીસ વિસ્તારના લલક ગામમાં એક યુવતીનો મૃતદેહ ડાંગરના ખેતરમાંથી મળી આવ્યો છે. એ પછી, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક ટીમે પણ પુરાવા એકત્રિત કર્યા છે. ઘટનાનો ભેદ ઉકેલવા માટે 5 પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે. આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ પ્રેમીએ દલિત યુવતીનો ગર્ભપાત કરાવ્યો, મોત થતા શબ ફેંકી દીધું
પોલીસ અને સરકાર નું ન્યાયતંત્ર આરોપીઓ ને ત્વરિત રીતે કાર્યવાહી કરી સમાજમાં દાખલો બેસી શકે તેવી ન્યાય પ્રણાલી અપનાવતી નહી હોય છાસવારે ખાસ કરીને દલિત સમાજના લોકોને/દીકરીઓ આનો ભોગ બને છે.અને જ્યારે ઇન્વેસ્ટિગેશન ઓફિસર સ્વર્ણ હોય ત્યારે તો એફ.આઈ.આર પણ લાંબા સમય સુધી નોંધાતી નથી.જે આ દેશની સૌથી મોટી દલિતોની કમનસીબી છે.