પ્રેમીએ દલિત યુવતીનો ગર્ભપાત કરાવ્યો, મોત થતા શબ ફેંકી દીધું

યુવતી ગર્ભવતી થતા પ્રેમી ગર્ભપાત કરાવવા ઝોળાછાપ ડોક્ટર પાસે લઈ ગયો હતો. પરંતુ એ દરમિયાન યુવતીનું મોત થઈ જતા આરોપીઓ મૃતદેહ ઝાડીમાં ફેંકી ફરાર થઈ ગયા.
dalit murder case

જાતિવાદ માટે કુખ્યાત થઈ ચૂકેલા ઉત્તરપ્રદેશના ખીરી જિલ્લામાં મઝગઈ વિસ્તારમાં એક દલિત ગર્ભવતી યુવતીનું ઝાડીમાંથી શબ મળી આવ્યું. 20 વર્ષની યુવતીની ઓળખ આ વિસ્તારના એક ગામની દલિત સમાજની દીકરી તરીકે સામે આવી છે. તેના હાથમાં એક કેન્યુલા લગાવેલું મળી આવ્યું. જેના પરથી તે સાબિત થયું કે તેની કોઈ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પોલીસે હવે આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે અને ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે યુવતીને તે જ ગામના સર્વેશ યાદવ (26) સાથે પ્રેમ સંબંધ હતો અને તે ગર્ભવતી થઈ ગઈ હતી. સર્વેશ તેને ગર્ભપાત માટે એક ખાનગી ક્લિનિકમાં લઈ ગયો, પરંતુ પ્રક્રિયા ખોટી રીતે કરવામાં આવી જેના પરિણામે યુવતીનું મોત થઈ ગયું હતું. એ પછી આરોપીઓ યુવતીનો મૃતદેહ એક ઝાડીમાં ફેંકીને ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો: સુરત દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિસાગર દોષિત, આજે સજા થશે

સર્કલ ઓફિસર (CO) યાદવેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, “CCTV ફૂટેજ અને ટેકનિકલ પુરાવાના આધારે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મૃતકના ભાઈની ફરિયાદ પર આરોપીઓ વિરુદ્ધ હત્યા ન ગણાતા સદોષ માનવવધ, ગેરકાયદેસર ગર્ભપાત અને SC/ST અત્યાચાર નિવારણ કાયદાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.”

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે નૌગવાંના રહેવાસી નકલી ડોક્ટર નીરજ ચૌરસિયાએ દીકરીને તેના ક્લિનિકમાં બોલાવી હતી, જ્યાં સર્વેશ પહેલેથી જ હાજર હતો. ક્લિનિકમાં કામ કરતી નર્સ સોનમ સાહનીએ ખોટી દવાઓ અને ઇન્જેક્શનનો ઉપયોગ કરીને ગર્ભપાત કરાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ યુવતીની હાલત વધુ ખરાબ થતાં સોનમ, તેના પતિ વિકાસ (વિકી) સાહની સાથે, તેને તેમના ઘરે લઈ ગઈ અને ગુપ્ત રીતે તેની સારવાર શરૂ કરી.

પરંતુ જ્યારે હાલત વધુ ગંભીર બની, ત્યારે યુવતીને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. એ પછી પરિવાર કે પોલીસને જાણ કરવાને બદલે, આરોપીએ તેનો મૃતદેહ ઝાડીઓમાં ફેંકી દીધો. આ કેસમાં પોલીસે સર્વેશ યાદવ, ડૉ. નીરજ ચૌરસિયા, નર્સ સોનમ સાહની અને તેના પતિ વિક્કી સાહનીની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધા છે.

આ પણ વાંચો: ગેંગરેપ પીડિતા દલિત દીકરીનું આરોપીઓએ ઘર સળગાવી દીધું

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x