દલિત યુવતીને જંગલમાં ખેંચી જઈ 4 યુવકોએ ગેંગરેપ કર્યો

દલિત યુવતી તેના બોયફ્રેન્ડ સાથે જંગલ પાસે ફરી રહી હતી. બદમાશોએ યુવતીના બોયફેન્ડને માર મારીને બેભાન કરી નાખ્યો. પછી યુવતી પર ગેંગરેપ કર્યો.
dalit news

મધ્યપ્રદેશના સીધીમાં ફરી એકવાર એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક દલિત યુવતીને જંગલમાં ખેંચી જઈને ચાર યુવકોએ વારાફરતી બળાત્કાર ગુજાર્યો છે. યુવતી તેના બોયફ્રેન્ડ સાથે જંગલ નજીક ફરવા માટે ગઈ હતી. બંને જંગલની સુંદરતાના ફોટા પાડી રહ્યા હતા, એ દરમિયાન ચારેય બદમાશો પ્લાન મુજબ તેમની પાસે પહોંચી ગયા હતા. પહેલા તેમણે યુવતીના બોયફ્રેન્ડને માર મારીને બેભાન કરી નાખ્યો હતો. ત્યાર બાદ યુવતીને ઢસડીને જંગલમાં ખેંચી ગયા હતા અને વારાફરતી બળાત્કાર ગુજારી ફરાર થઈ ગયા હતા. હતપ્રભ થયેલી યુવતી જેમતેમ કરીને જંગલ બહાર નીકળી હતી અને સ્થાનિકોની મદદથી પોલીસ સ્ટેશને પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદ બાદ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે, એક હજુ પણ ફરાર છે.

સીધી જિલ્લાના બારીગવા ગામની ઘટના

મામલો મધ્યપ્રદેસના સીધી જિલ્લાના ચુરહટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બારીગવા ગામનો છે. અહીં એક દલિત યુવતી તેના બોયફ્રેન્ડ સાથે ફરવા માટે આવી હતી. યુવક-યુવતી જંગલની સુંદરતાના ફોટા પાડી રહ્યા હતા. એ દરમિયાન ત્યાં પહેલાથી જ હાજર ચાર યુવકોએ તેમના પર હુમલો કર્યો હતો. આરોપીઓએ યુવતીના બોયફ્રેન્ડના માથામાં લાકડીઓ ફટકારી, જેના કારણે તે બેભાન થઈ ગયો હતો. પછી બે આરોપીઓ યુવતીને ઉપાડીને જંગલમાં લઈ ગયા અને બે આરોપીઓએ તેના બોયફ્રેન્ડને પકડી રાખ્યો હતો. એ પછી ચારેય આરોપીઓએ વારાફરતી યુવતી પર બળાત્કાર ગુજાર્યો અને પછી બંનેના ફોન ઝુંટવી લઈને જંગલમાં ભાગી ગયા હતા. યુવતી કોઈક રીતે ગામમાં પહોંચી અને એક ગ્રામજનની મદદ માંગી પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચારેય આરોપીઓ સામે કેસ નોંધ્યો છે. તપાસ બાદ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. એક ફરાર છે.

આ પણ વાંચો: ભાજપ ધારાસભ્યે કાર્યકર પર ગેંગરેપ કરાવી વાયરસનું ઈન્જેક્શન માર્યું

પીડિતાએ દર્દનાક આપવીતી સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ

પીડિતાએ જણાવ્યું કે, “હું મંગળવારે બપોરે 2 વાગ્યે મારા મિત્ર સાથે બારીગવા ગામ તરફ ગઈ હતી, જ્યાં અમે બંને ફોટો પાડવા માટે જંગલ તરફ ગયા હતા. ત્યાં ચાર લોકો અમારી રાહ જોતા ઝાડીઓમાં છુપાઈને બેઠા હતા. જેવા અમે નીચે ઉતર્યા કે તરત તેમણે મારું મોં દબાવી દીધું અને મારા મિત્રના માથામાં લાકડીના ઘા માર્યા. જેના કારણે તે જમીન પર પડી ગયો. એ પછી બે લોકો મને ઉપાડીને જંગલની ઉંચી જગ્યા તરફ લઈ ગયા. એ દરમિયાન બે લોકો મારા મિત્રને પકડીને ઉભા હતા. બધાએ મળીને મારા પર બળાત્કાર કર્યો. હું રડતી રહી, વિનંતી કરતી રહી, તેમના પગે પડતી રહી, પરંતુ કોઈએ મારા પર દયા ન કરી. એ પછી તેમણે મને ધમકી આપી કે જો હું કોઈને કહીશ તો અમને બંનેને મારી નાખશે. એ પછી તે મારો અને મારા મિત્રનો ફોન લઈને ભાગી ગયા. ત્યારબાદ હું અને મારો મિત્ર જંગલમાંથી ભાગીને નીચે આવ્યા અને ગામલોકોને તેની જાણ કરી.”

પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું?

પીડિતા સૌથી પહેલા જે વ્યક્તિને મળી હતી અને મદદ માંગી હતી, તે દલવીરસિંહ ગોંડે જણાવ્યું હતું કે, “હું મારા ગામમાં મકાન બાંધકામનું કામ કરી રહ્યો હતો, બપોરે 2 થી 2.30 વાગ્યાની વચ્ચે એક છોકરી રડતી અને ઠોકર ખાતી ત્યાં આવી. તેણે મને કહ્યું કે તેના પર બળાત્કાર થયો છે, ત્યારબાદ તેણે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી. હું પોલીસ સાથે જંગલ તરફ ગયો. જ્યાં પોલીસે મારું નિવેદન લીધું અને પછી ઝડપથી પૂછપરછ કરતી રહી. પોલીસ આખી રાત મારા ગામ અને આસપાસના ગામોમાં ફરતી રહી. આખા ગામમાં ભયનો માહોલ હતો.”

કેટલાક શંકાસ્પદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા

ચુરહટના એસડીઓપી આશુતોષ દ્વિવેદીએ જણાવ્યું કે, “અમને સેમરિયા પોલીસ સ્ટેશનથી કેસની માહિતી મળી હતી. ઘટનાનો વિસ્તાર ચુરહટ પોલીસ સ્ટેશન લાગે છે, પરંતુ તે નજીક હોવાથી પીડિતા પહેલા સેમરિયા પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યાં સ્ટેશન ઇન્ચાર્જે તેણીને પ્રાથમિક સારવાર આપી, ત્યારબાદ મોડી રાત્રે ચુરહટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો. શંકાસ્પદોની શોધ કરવામાં આવી રહી છે. કેટલાક લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.”

સીધીના એસપી ડૉ. રવિન્દ્ર વર્માએ જણાવ્યું હતું કે, “આ એક જઘન્ય ગુનો છે. અમારી ટીમની પહેલી પ્રાથમિકતા પીડિતાની સારવાર કરાવવાની હતી, એટલે યુવતીને સુરક્ષિત રીતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આરોપીઓ ગાઢ જંગલ તરફ ભાગી ગયા હતા. તે વિસ્તારમાં કોઈ સીસીટીવી કેમેરા નથી, જેના કારણે થોડો સમય લાગી રહ્યો છે, પરંતુ ટૂંક સમયમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.”

આ પણ વાંચો: દલિત મહિલાના ઘરમાં ઘૂસી જાતિવાદી શખ્સે મોં પર પેશાબ કર્યો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x