ક્યારેક આપણી આસપાસ આપણે કલ્પના પણ ન કરી હોય તેવી ઘટના બનતી હોય છે. આ ઘટના કંઈક આવી જ છે. ઉત્તરપ્રદેશના ઈટાવામાં ધર્માંધ દલિતોએ ભાગવત કથામાં યોજી હતી. એ દરમિયાન, નશામાં ધૂત કેટલાક લુખ્ખા તત્વોએ હોબાળો મચાવ્યો અને સ્થળ પર તોડફોડ કરી. ચોંકાવનારી વાત એ છે કે, ભાગવત કથાનું આયોજન કરનારા દલિતોએ કથામાં ડો.આંબેડકરની પ્રતિમા પણ મૂકી હતી. એ દરમિયાન તોફાની તત્વોએ હોબાળો મચાવ્યો અને વ્યાસપીઠ પર બેસવા ગયા.
એ દરમિયાન તેમણે ડો.આંબેડકરની પ્રતિમા તોડી નાખી. જેનાથી લોકો રોષે ભરાયા હતા. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓી ધરપકડ કરી છે.

ઇટાવામાં દલિતોએ યોજેલી ભાગવત કથા દરમિયાન નશામાં ધૂત લોકોએ વ્યાસ ગાદી પર બેસવાનો પ્રયાસ કર્યો હતો. તેમને રોકવામાં આવતાં સ્થળ પર તોડફોડ કરી હતી. એ દરમિયાન એક આરોપીએ પિસ્તોલ તાકી લોકો પર હુમલો કર્યો હતો. તેમણે કથા સ્થળે રાખેલા ફોટા પણ ફેંકી દીધા અને ભાગવત કથા બંધ કરવાની ધમકી આપી. આયોજકોએ ઘટના અંગે પોલીસને જાણ કરી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. ગુસ્સે ભરાયેલા ગામલોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસે જણાવ્યું કે મળેલી ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ડૉ. બાબાસાહેબ આંબેડકર: દલિત નેતા કે રાષ્ટ્ર નેતા?

બોલો લો, દલિતો શ્રીમદ્ ભાગવત કથા યોજી
ઉત્તર પ્રદેશના ઇટાવાના ભૌરાજપુરમાં દલિત સમાજના લોકો દ્વારા શ્રીમદ્ ભાગવત કથા સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. 11 જાન્યુઆરીએ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન કથા યોજાઈ હતી અને રાત્રે કીર્તન યોજાયું હતું. આરોપ છે કે, ભાગવત કથા દરમિયાન, નાગલા જીંદના રહેવાસી મહિપાલ યાદવ, સંજીવ યાદવ, ભૂરે યાદવ, રામ યાદવ, મેંદીપુરના રહેવાસી મહેન્દ્ર સિંહ અને ઋત્વિક કુમાર તેમના સાથીઓ સાથે લાકડીઓ લઈને ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ભાગવત કથા સ્થળમાં તોડફોડ કરવામાં આવી
અખિલેશ નામના યુવકે જણાવ્યું કે, ભાગવત કથાને આરોપીઓ દ્વારા રોકવાની ધમકીઓ આપવામાં આવી હતી. આરોપીઓએ સાઉન્ડ સિસ્ટમ અને સાધનોની તોડફોડ કરી અને ડો.આંબેડકરનો ફોટો પણ ફેંકી દીધો. વિરોધ કરનારાઓને માર મારવામાં આવ્યો, જેમાં રાહુલ, બ્રિજપાલ, અખિલેશ અને ગૌરવ ઘાયલ થયા હતા. હુમલા દરમિયાન જાતિવાદી અપશબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: કોણ છે જસ્ટિસ સ્વામીનાથન, જેના પર ‘બ્રાહ્મણવાદી’ હોવાનો આરોપ લાગ્યો છે?
પોલીસને જાણ કરવામાં આવી છતાં કાર્યવાહી ન કરાઈ
આ ઘટનાથી દલિત સમાજમાં ખળભળાટ મચી ગયો હતો. રાત્રે પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. દિવસ દરમિયાન, મોટી સંખ્યામાં ગ્રામજનો ટ્રેક્ટર પર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
પોલીસ અધિકારીએ શું કહ્યું?
ભરથાણાના સર્કલ ઓફિસર રામ દમન મૌર્યએ જણાવ્યું હતું કે મળેલી ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓમાંથી ત્રણની ધરપકડ કરવામાં આવી છે. બાકીના આરોપીઓને પકડવા માટે એક ટીમ બનાવવામાં આવી છે. ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
इटावा
➡ऊसराहार में भागवत कथा के दौरान बड़ा बवाल
➡बाबा साहब अंबेडकर की मूर्ति क्षतिग्रस्त
➡अनुसूचित वर्ग की कथा में यादवों का जबरन हस्तक्षेप
➡प्रधान के ससुर समेत दर्जन भर लोग 2 गाड़ियों से पहुंचे
➡कथावाचक की जगह बैठने पर विवाद,विरोध पर मारपीट
➡मंच पर तोड़फोड़, साउंड सिस्टम… pic.twitter.com/FjtWqS2h8A— भारत समाचार | Bharat Samachar (@bstvlive) January 7, 2026
જો કે, આ ઘટનાએ દલિતોમાં ફેલાયેલી ધર્માંધતાને પણ ઉજાગર કરી દીધી છે. હજુ પણ દલિતો ડો.આંબેડકરને બદલે મનુવાદી ધર્મના કાલ્પનિક દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરે છે અને તેમની કથાઓ યોજે છે, તે જાણીને અનેક ભીમયોદ્ધાઓને આંચકો લાગ્યો છે.
આ પણ વાંચો: ભીમા કોરેગાંવમાં શૌર્ય દિવસે ભીમયોદ્ધાઓનું ઘોડાપૂર ઉમટ્યું













*દલિત-બહુજન સમાજને છેતરનારા હિન્દુ ધર્મનાં કાલ્પનિક ધાર્મિક પુસ્તકો, લેખો અને ગ્રંથોથી અંજાવાની જરૂર નથી, આપણો મહાન લોકતાંત્રિક માનવીય મૂલ્યોનો મહાન ગ્રંથ છે બાબાસાહેબ ડો.ભીમરાવ આંબેડકર જીનુ રચિત ભારતીય સંવિધાન!
ભાગવત કથાઓ કરવાથી તમારો ચહેરો બદલાય જાય તેમ નથી, કથાઓ કરવાનું બંધ કરો, તમારો રૂપિયાને ઉચ્ચ શિક્ષણ માટે વાપરો એ જ તમારી સંપત્તિ છે!