અયોધ્યાના કુમારગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દલિત યુવક પર હુમલાનો મામલો સામે આવ્યો છે. પીડિત યુવકે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગામના સરપંચ તુલસીરામ યાદવ અને તેમના સમર્થકોએ તેને કારણ વિના માર માર્યો હતો.
આ ઘટના 25 ફેબ્રુઆરીના રોજ સાંજે લગભગ 7:30 વાગ્યે બની હતી. દલિત યુવક ઉધુઈ ગામથી પુરા પરાગ મિશ્રા ગામમાં એક પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યો હતો. એ દરમિયાન એસઆર-મેડિકલ પાસે મોટી નહેર પર લોકોની ભીડ જોઈને તે અટકી ગયો. એ દરમિયાન ગામના સરપંચ તુલસીરામ યાદવ, તેમના બે પુત્રો અંકિત, રોહિત તથા તેના બે સાગરીતો ગુલશન અને રોશન યાદવે મળીને તેને માર માર્યો હતો.
આ પણ વાંચોઃ દલિત વિદ્યાર્થીને ‘મુર્ગા’ બનાવી શિક્ષક ઉપર બેસી જતા વિદ્યાર્થીનો પગ ભાંગી ગયો
આરોપીઓએ તેને માર મારીને તેની સાથે અભદ્ર વર્તન પણ કર્યું અને મારી નાખવાની ધમકી પણ આપી. યુવકની ચીસો સાંભળીને કેટલાક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા. અને જેમતેમ કરીને તેને બચાવી લીધો. આરોપીઓએ તેની મોટરસાઇકલ પણ તોડી નાખી.
જ્યારે દલિત યુવક આ મામલે ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે આરોપીઓ ત્યાં પણ પહોંચી ગયા હતા અને તેને ત્યાં પણ ધમકી આપી. યુવકનું કહેવું છે કે તે દલિત જાતિનો હોવાથી પોલીસ સ્ટેશન જતા ડરે છે. પોલીસે હજુ સુધી તેનો કેસ નોંધ્યો નથી. કુમારગંજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર-ઇન-ચાર્જ અમરજીત સિંહે જણાવ્યું હતું કે ફરિયાદ મળી છે અને તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ન્યાય માટે દલિત પરિવાર 150 કિ.મી. ચાલીને CMને મળવા પહોંચ્યો











Users Today : 1455
Yogi ko koi saram hai kya?