દલિતવાસ સળગાવી દેવાના કેસમાં 16 આરોપીઓને 7-7 વર્ષની કેદ

દલિતવાસને સળગાવી દઈ દલિતોને નિર્દયતાથી માર મારી, ગોળીબાર કરી આતંક ફેલાવવાના કેસમાં 16 જાતિવાદી આરોપીઓને કોર્ટે સજા ફટકારી છે.
dalit news

જોધપુરની સ્પેશિયલ SC-ST એટ્રોસિટી પ્રિવેન્શન કોર્ટે 13 વર્ષ જૂના કેસમાં 16 આરોપીઓને સાત વર્ષની જેલની સજા ફટકારી છે. તમામ આરોપીઓને 31 જાન્યુઆરી, 2012 ના રોજ અહીંના પડસાલા ગામમાં દલિત વસાહત પર હુમલો કરી, આગ લગાડવી, તોડફોડ અને ગોળીબાર કરવાના મામલે દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

પોલીસે આ કેસમાં કુલ 19 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાંથી ત્રણનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું. કોર્ટે બાકીના 16 આરોપીઓને દોષિત ઠેરવ્યા અને સજા ફટકારી.

ચુકાદો આપતી વખતે, ખાસ જજ ગરિમા સૌદાએ જણાવ્યું હતું કે સજા હંમેશા ગુનાની ગંભીરતાના પ્રમાણસર હોવી જોઈએ, અને તે ધર્મ, જાતિ અથવા સામાજિક-આર્થિક સ્થિતિના આધારે નક્કી કરી શકાતી નથી. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે જમીન વિવાદનો કેસ પહેલાથી જ સિવિલ કોર્ટમાં પેન્ડિંગ છે, તેથી તેના પર ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં.

આ પણ વાંચો: કર્ણાટકની કોંગ્રેસ સરકાર SC-ST ના 11,896 કરોડ બીજી યોજનામાં વાપરશે?

દલિતવાસ પર હુમલો કરી આગ લગાડી દેવામાં આવી હતી

આ ઘટના 31 જાન્યુઆરી, 2012 ની રાત્રે બની હતી. પીડિતોએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે લગભગ બે ડઝન લોકો ત્રણ વાહનોમાં આવ્યા હતા અને તેમની ઝૂંપડીઓમાં તોડફોડ કરી હતી અને આગ લગાવી દીધી હતી. હુમલા દરમિયાન, તેમને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો અને ગોળીબાર કરવામાં આવ્યો હતો. આરોપીઓએ દલિત સમાજના સભ્યો પર હુમલો કર્યો હતો અને તેમની જમીન પર દબાણ કર્યું હતું.

તપાસ પછી, પોલીસે પૂરતા પુરાવા એકઠા કર્યા હતા અને કોર્ટમાં આરોપીઓ સામે મજબૂત કેસ રજૂ કર્યો હતો, જેના આધારે તમામ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. દલિત સમાજે કોર્ટના આ ચૂકાદાને ન્યાયની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે.

આ પણ વાંચો: SC/ST એક્ટના કેસમાં હવે આરોપીને આગોતરા જામીન નહીં મળે!

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x