દલિત યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત થતા 5 સાંસદો ધરણા પર બેઠાં
આંતરજ્ઞાતીય લગ્ન કરનાર દલિત યુવકના પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ મોત બાદ ભારે આક્રોશ, સરકારના પાંચ સાંસદોએ વહીવટી તંત્ર સામે મોરચો માંડી ધરણા શરૂ કર્યા.
આંતરજ્ઞાતીય લગ્ન કરનાર દલિત યુવકના પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ મોત બાદ ભારે આક્રોશ, સરકારના પાંચ સાંસદોએ વહીવટી તંત્ર સામે મોરચો માંડી ધરણા શરૂ કર્યા.
પોલીસની દલિત યુવક પર બર્બરતા. પથ્થર વચ્ચે બંને પગ બાંધી પાનીઓમાં લોખંડના સળિયા ફટકાર્યા. યુવકના પગના હાડકાંના ટુકડા થઈ ગયા અને સ્થળ પર જ ભારે રક્તસ્ત્રાવ શરૂ થઈ ગયો હતો.
પોલીસે સ્નાતક દલિત યુવકની હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરી હતી. પરિવારજનોનો આક્ષેપ છે કે, પોલીસે તેને કસ્ટડીમાં નિર્દયતાથી માર માર્યો હોવાથી તેનું મોત થઈ ગયું હતું.