DSP એ જાહેરમાં દલિત હેડ કોન્સ્ટેબલને થપ્પડ મારી દેતા ચકચાર!

DSP એ ફરજ દરમિયાન કોઈ બાબતે વાંધો પડતા દલિત હેડ કોન્સ્ટેબલને થપ્પડ મારી દીધી. હવે આ મામલે બે સાંસદોએ નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
dalit news

દલિત સમાજમાંથી આવતી વ્યક્તિ ગમે તેટલા મહત્વના હોદ્દા પર પહોંચી જાય તો પણ જાતિવાદી તત્વો તેમને એક જ દ્રષ્ટિકોણથી જોવા ટેવાયેલા હોય છે. પરિણામે જાતિવાદની ઘટનાઓ બનતી રહે છે. આવી જ એક ઘટનામાં રાજસ્થાનના બાડમેરમાં એક DSP એ એક દલિત હેડ કોન્સ્ટેબલને થપ્પડ મારી દીધી હતી. આ મામલે હોબાળો થતા હવે બે સાંસદોએ ખુલ્લેઆમ વિરોધ કર્યો છે અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. બીજી તરફ આરોપી ડીએસપીએ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે.

રાજસ્થાનના બાડમેર જિલ્લામાં બનેલી આ ઘટનાએ પોલીસમાં પ્રવર્તમાન જાતિવાદની પોલ ખોલી નાખી છે. અહીંના ચોહટનના DSP જીવણલાલ ખત્રી પર ફરજ પર તૈનાત પોતાના જ હેડ કોન્સ્ટેબલને થપ્પડ મારવાનો આરોપ છે. પીડિત કોન્સ્ટેબલનું નામ રામુરામ મેઘવાલ છે, જે દલિત સમાજમાંથી આવે છે. આ ઘટના ધનાઉ વિસ્તારમાંથી પરત ફરતી વખતે બની હતી, જ્યાં બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો.

પીડિત કોન્સ્ટેબલે દાવો કર્યો હતો કે જ્યારે તેણે DSPની અભદ્ર ભાષાનો વિરોધ કર્યો ત્યારે તેમણે કાર રોકીને તેને થપ્પડ મારી દીધી હતી. એટલું જ નહીં, વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવા છતાં મામલો દબાવી દેવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક ઓડિયો ક્લિપમાં રામુરામ મેઘવાલ આરોપો લગાવતા સાંભળવા મળે છે. તેમના પર સમાધાન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને હવે તેમને વિભાગમાં અલગ પાડી દેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: ગર્ભવતી પત્નીની હત્યા કરી પતિએ માથું-હાથ નદીમાં ફેંક્યા, ધડ ઘરે રાખ્યું

બીજી તરફ, ડીએસપી જીવનલાલ ખત્રીએ તેમના પરના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે હેડ કોન્સ્ટેબલ બેદરકારીથી વાહન ચલાવી રહ્યા હતા, જેના કારણે તેમણે વાહન રોક્યું. એ પછી, તેઓ બીજા વાહનની ગોઠવણ કરીને ત્યાંથી ચાલ્યા ગયા હતા.

આ મામલાએ જોર પકડતા રાજકારણ પણ ગરમાયું છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP) ના વડા અને નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલે આ ઘટનાની સખત નિંદા કરી છે. બાડમેરના કોંગ્રેસના સાંસદ ઉમ્મેદ રામ બેનીવાલ પણ પીડિત કોન્સ્ટેબલના સપોર્ટમાં આવ્યા છે. બંને નેતાઓએ સોશિયલ મીડિયા પર કહ્યું કે આવા વર્તનથી પોલીસ વિભાગની છબી ખરાબ થાય છે અને તે સરકારની નીતિઓ પર પણ પ્રશ્નો ઉભા કરે છે.

સાંસદ હનુમાન બેનીવાલે રાજસ્થાનના મુખ્યમંત્રી પાસેથી આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું કે આરોપી ગમે તે હોય, તેની સામે કાર્યવાહી નિષ્પક્ષ અને પારદર્શક હોવી જોઈએ. કોંગ્રેસના સાંસદ ઉમ્મેદરામ બેનીવાલે પણ મુખ્યમંત્રીને અપીલ કરી છે કે તેઓ આ મામલે હસ્તક્ષેપ કરે અને પીડિત કોન્સ્ટેબલને ન્યાય અપાવે.

પોલીસ અધિક્ષક નરેન્દ્ર સિંહ મીણાએ આ મામલાની તપાસના આદેશ આપ્યા છે. તેમણે આ મામલાની જવાબદારી ASP સ્તરના અધિકારીને સોંપી છે. જોકે, અત્યાર સુધી આ વિવાદ પર પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ સમગ્ર ઘટનાએ પોલીસ વિભાગની કાર્યશૈલી અને આંતરિક શિસ્ત પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

આ પણ વાંચો: દલિત યુવકે નામ સાથે ‘રાજા’ લખતા જાતિવાદીઓએ પગ ભાંગી નાખ્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમજીભાઈ
પ્રેમજીભાઈ
5 months ago

હવે કહો જાતિવાદ આતંકવાદ કરતાં કેટલાં ગણો મોટો છે?

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x