અમદાવાદના બોપલમાં 7માં માળેથી 10 મજૂર પટકાયા, 2ના મોત

અમદાવાદના બોપલમાં હોર્ડિંગ્સ લગાવતી વખતે થાંભલાના વાયરને અડી જતા બ્લાસ્ટ થયા 10 મજૂરો નીચે પટકાયા. બેના મોત.
Ahmedabad Bopal news

અમદાવાદના સાઉથ બોપલમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીંના વિશ્વકુંજ-2 બિલ્ડીંગમાં હોર્ડિંગ લગાવતી વખતે 7 મા માળ પરથી 10 મજૂર નીચે પટકાયા છે, જેમાંથી બેના મોત થયા છે. થાંભલાના વાયર સાથે હોર્ડિંગ અડી જતા બ્લાસ્ટ થયો અને તેના કારણે મજૂરો પટકાયા હતા. યુપીના મજૂરો હતા જેમાં રાજ અને મહેશના મોત થયા છે. રવિ નામનો વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવારમાં કરવામાં આવી છે.

એએમસીની મંજૂરી વિના હોર્ડિંગ્સ લગાવતા હતા

વીજળીના થાંભલા પર હોર્ડિંગ પડતા લાઈટના થાંભલાના વાયર તૂટ્યા હતા. તેમજ બિલ્ડિંગ નીચે રાખેલી ગાડી પર હોડિંગ તૂટી પડ્યું હતું.હોર્ડિંગ્સ માટે AMCના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની કોઇપણ મંજૂરી લેવામાં આવી નહોતી. શહેરમાં કોઈપણ સ્થળે હોર્ડિંગ્સ લગાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની પરવાનગી લેવી પડે છે. આ હોર્ડિંગ્સ લગાવવા માટે કોઈ મંજૂરી લેવામાં આવી નથી.

આ પણ વાંચો: બકરી ચરાવવા ગયેલી દલિત મહિલાને બ્રાહ્મણ શખ્સે ઢીંકાપાટુનો માર માર્યો

પોલીસે શું કહ્યું?

અમદાવાદ ગ્રામીણ DYSP નીલમ ગોસ્વામીએ જણાવ્યું છે કે, બોપલના વિશ્વકુંજ એપાર્ટમેન્ટમાં ઘટના બની છે. વિશ્વકુંજ એજન્સી દ્વારા વીએસ જ્વેલર્સના હોર્ડિંગ લગાવામાં આવી રહ્યા હતા. એડ એજન્સી અને સોસાયટી દ્વારા રેન્ટ એગ્રીમેન્ટથી હોર્ડિંગ લગાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

મજૂરોને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

10 મજૂરો હોર્ડિંગ લગાવવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે આ તમામ 10 મજૂરો પટકાયા હતા. આ અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાર બાદ ઇજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બોપલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. એડ એજન્સીએ મજૂરોને મોકલ્યા હતા ત્યારે સેફ્ટી રાખી હતી કે નહીં તે બાબતે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે. હોર્ડિંગ 25 ફૂટ બાય 10 ફૂટની સાઇઝનું હતું. સ્ટેબિલિટી સ્ટક્ચર બાબતે નિયમોનું પાલન કર્યું છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે. હાલ તમામ ઈજાગ્રસ્ત મજૂરોને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે.

આ પણ વાંચો: દલિત વિદ્યાર્થી બ્રાહ્મણના ટિફિનને અડી જતા માર માર્યો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x