દલિત આચાર્યને ખુરશી પર બેસતા રોકનાર બે શિક્ષકો જેલમાં જશે

દલિત આચાર્યને ખુરશી પર બેસવા બદલ જાતિસૂચક ગાળો બોલી હુમલો કરનાર બે જાતિવાદી શિક્ષકો હવે જેલમાં જશે.
dalit principal assault

દલિત સમાજની કોઈ વ્યક્તિ ભણીગણીને ઉચ્ચ હોદ્દા પર પહોંચે તે અમુક જાતિવાદી તત્વોથી જરાય સહન નથી થતું. આ બળતરા તેવો કોઈને કોઈ રીતે કાઢતા રહે છે, આવી જ એક ઘટનામાં એક શાળાના દલિત સમાજમાંથી આવતા આચાર્યને તે જ સ્કૂલના બે જાતિવાદી શિક્ષકોએ ખુરશી પર બેસતા રોકી જાતિસૂચક અપશબ્દો કહી અપમાન કર્યું હતું. હવે આ બંને જાતિવાદી શિક્ષકો જેલમાં જશે.

મામલો ઉત્તર પ્રદેશના મૈનપુરીનો છે. અહીં એક સ્કૂલના દલિત આચાર્ય સાથે જાતિ આધારિત અપમાન અને મારામારીના કેસમાં સ્પેશિયલ SC/ST કોર્ટે 2 સરકારી શિક્ષકોને 6 મહિનાની કેદની સજા ફટકારી છે. બંને શિક્ષકો પર પોતાના જ દલિત આચાર્યને ઓફિસની ખુરશી પર બેસવા બદલ જાતિસૂચક ગાળો આપવાનો, હુમલો કરવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ હતો. કોર્ટે બંનેને સજા ઉપરાંત વ્યક્તિદીઠ 6,500 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

આ કેસ 19 જુલાઈ, 2017નો છે. લગભગ 7 વર્ષ જૂની આ ઘટનામાં કોર્ટ સમક્ષ ફરિયાદી આચાર્યની જુબાની, પ્રારંભિક ફરિયાદ અને બચાવ પક્ષની દલીલો પર વિચારણા કરવામાં આવી હતી. ફરિયાદી આચાર્ય પાછળથી ક્રોસ-એક્ઝામિનેશન દરમિયાન પોતાના અગાઉના નિવેદનથી ફરી ગયા હતા. તેમ છતાં કોર્ટે શરૂઆતની ફરિયાદ અને નિવેદનને ધ્યાનમાં રાખીને બંને શિક્ષકોને દોષિત ઠેરવ્યા હતા.

આ પણ વાંચો: ‘તું ગૌમાંસ ખાય છે?’ પૂછી દલિત વિદ્યાર્થીને હેરાન કરાતા ગળેફાંસો ખાધો

આચાર્યની ખુરશી પર બેસવા સામે વાંધો ઉઠાવ્યો

મળતી માહિતી મુજબ, સજા પામેલા શિક્ષકોની ઓળખ યોગેન્દ્ર સિંહ યાદવ અને ઓમપ્રકાશ લોધી તરીકે થઈ છે. બંને મૈનપુરીના રામનગર વિસ્તારમાં આવેલી સરકારી ઇન્ટર કોલેજમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.

આ ઘટના 19 જુલાઈ, 2017ના રોજ બની હતી. તે સમયે કોલેજના આચાર્ય બાબુ શ્રીકૃષ્ણ દત્ત પોતાની ઓફિસમાં બેઠા હતા. આરોપ છે કે બંને શિક્ષકો ઓફિસમાં આવ્યા હતા અને આચાર્ય ખુરશી પર બેઠા હોવા સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ તેમણે આચાર્યને જાતિસૂચક ગાળો બોલી હતી અને તેમની સાથે મારામારી કરી હતી. આ દરમિયાન ઓફિસમાં રાખેલી ટેબલ અને ખુરશી પણ ઉથલાવી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: આનંદના અવસરોને આપણે ઘોંઘાટિયા કેમ બનાવી દીધા છે!

આચાર્ય બાબુ શ્રીકૃષ્ણ દત્ત મૂળ ફતેહપુર જિલ્લાના રહેવાસી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે બંને શિક્ષકોએ તેમની સાથે જાતિ આધારિત અપમાનજનક વર્તન કર્યું હતું અને હુમલો પણ કર્યો હતો.

ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે ફરી હુમલાનો આરોપ

આચાર્યના જણાવ્યા મુજબ, ઘટનાના 2 દિવસ બાદ તેઓ ફરિયાદ નોંધાવવા માટે કિશની પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારે પોલીસ સ્ટેશનની બહાર જ બંને આરોપી શિક્ષકોએ ફરી તેમની સાથે મારામારી કરી હતી.

આ વખતે પણ બંનેએ જાતિસૂચક ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મામલે IPCની કલમ 323 (ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવી), 504 (જાણીજોઈને અપમાન કરવું) અને 506 (આપરાધિક ધમકી) ઉપરાંત SC/ST અત્યાચાર નિવારણ કાયદાની કલમ 3(1)(d) હેઠળ FIR નોંધવામાં આવી હતી.

ધાક-ધમકીને કારણે કોર્ટમાં આચાર્યે નિવેદન બદલ્યું?

કેસની સુનાવણી દરમિયાન એક મહત્વનો વળાંક ત્યારે આવ્યો, જ્યારે ફરિયાદી આચાર્ય બાબુ શ્રીકૃષ્ણ દત્ત ક્રોસ-એક્ઝામિનેશન દરમિયાન પોતાના અગાઉના નિવેદનથી ફરી ગયા હતા. જોકે, કોર્ટે તેમની પ્રારંભિક ફરિયાદ અને અગાઉના નિવેદનને પણ ધ્યાનમાં લીધાં હતાં.

આ પણ વાંચો: દલિત યુવક મહાકાળી મંદિરમાં પૂજા કરવા ગયો ત્યાં શું બન્યું?

કોર્ટે નોંધ્યું હતું કે બચાવ પક્ષ એ સમજાવવામાં નિષ્ફળ રહ્યો હતો કે આચાર્ય પોતાના જ સાથી શિક્ષકોને ખોટી રીતે ફસાવવા માટે આવું શા માટે કરે. કોર્ટે એવી શક્યતા પણ વ્યક્ત કરી હતી કે ફરિયાદી પર પોતાનું નિવેદન પાછું ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું હોઈ શકે છે. આ તમામ પાસાઓ અને ઉપલબ્ધ પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે બંને શિક્ષકોને દોષિત ઠેરવ્યા હતા.

બંને શિક્ષકોને 6 મહિનાની જેલ અને દંડ

મૈનપુરીની સ્પેશિયલ SC/ST કોર્ટે એડિશનલ સેશન જજ જય પ્રકાશની અધ્યક્ષતામાં આ કેસમાં ચુકાદો આપ્યો હતો. સરકારી વકીલ એમ.પી. સિંહના જણાવ્યા અનુસાર, કોર્ટે સોમવારે યોગેન્દ્ર સિંહ યાદવ અને ઓમપ્રકાશ લોધીને SC/ST એક્ટ હેઠળ 6 મહિનાની સાદી કેદની સજા સંભળાવી હતી. આ ઉપરાંત બંને શિક્ષકોને વ્યક્તિદીઠ 6,500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આમ, આચાર્યને ખુરશી પર બેસવા બદલ અપમાનિત કરવા અને હુમલો કરવાના 7 વર્ષ જૂના કેસમાં કોર્ટનો ચુકાદો આવ્યો છે.

આ પણ વાંચો: ‘RSS અને ભાજપ આજે પણ દલિતોને માણસ નથી ગણતા!’

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x