વેરાવળના આદરી બીચ પર પ્રિ-વેડિંગ ફોટોશૂટમાં યુવતી તણાઈ ગઈ

ગીર સોમનાથના વેરાવળ પાસે આદરી બીચ પર પ્રિ વેડિંગ ફોટોશૂટ દરમિયાન પાંચ લોકો દરિયાની લહેરમાં તણાયા. યુવતી લાપતા.
Veraval news

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર આજે બપોરે પ્રિ-વેડિંગ ફોટોશૂટ માટે આવેલા પાંચ લોકો દરિયાની તેજ લહેરોમાં તણાઈ ગયા હતા. જેમાંથી ચાર યુવકને બચાવી લેવામાં સફળતા મળી છે, પરંતુ એક યુવતી હજુ પણ લાપતા છે, જેની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

પ્રાથમિક માહિતી મુજબ, વેરાવળ નજીકના વિસ્તારમાંથી આ યુવક-યુવતીઓનો સમૂહ ફોટોશૂટ માટે બીચ પર આવ્યો હતો. ફોટોશૂટ ચાલી રહ્યું હતું એ દરમિયાન અચાનક સમુદ્રમાં ઊંચી લહેરો ઊછળી અને પાંચેય લોકોને પોતાની સાથે ખેંચી ગઈ હતી. આ અણધારી ઘટનાને પગલે આસપાસના લોકો અને પ્રવાસીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ વેરાવળ ફાયરબ્રિગેડ, પોલીસતંત્ર અને સ્થાનિક તરવૈયાઓની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સંયુક્ત બચાવ કામગીરીના પરિણામે પાંચ પૈકી ચાર યુવકને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા.આ દુર્ઘટનામાં 30 વર્ષીય યુવતી જ્યોતિ હરસુખભાઈ પરમાર હજુ પણ લાપતા છે.

Veraval news

આ પણ વાંચો: ‘આજે રવિવાર છે, જીસસ રજા પર છે’, જેમિમા આઉટ થતા ટ્રોલરો તૂટી પડ્યાં

દરિયામાં લાપતા બનેલી યુવતી જ્યોતિ પરમાર મૂળ માંગરોળ તાલુકાના ઢેલાણા ગામની વતની છે અને હાલ ઘણા સમયથી વેરાવળ તાલુકાના નવાપરા ગામે રહે છે. લાપતા યુવતી જ્યોતિની માસીની દીકરીના લગ્ન હતા, વર પક્ષ તથા વધૂ પક્ષના લોકો પ્રી-વેડિંગ શૂટિંગ માટે આદરી બીચ પર આવ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

Veraval news

ફાયરબ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા દરિયામાં લાપતા યુવતીની શોધખોળ કામગીરી ઝડપી ગતિએ ચાલુ છે. અધિકારીઓ દ્વારા આ ઘટના અંગે વધુ વિગતો મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આદરી બીચ પર આ ઘટનાથી સ્થાનિકોમાં ઊંડી ચિંતા વ્યાપી છે. લોકો દ્વારા તંત્ર સમક્ષ દરિયાકિનારે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા, ચેતવણી બોર્ડ લગાવવાં અને ગાર્ડ્સની નિમણૂક કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની માગણી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: સાંતલપુરમાં નદીમાં નહાવા ગયેલા 12 યુવકો ડૂબ્યા, બેના મોત

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x