ગુજરાતી લેખક જય વસાવડા દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર અંગે કરવામાં આવેલી ખોટી કોમેન્ટને લઈને સોશિયલ મીડિયા પર ભારે વિવાદ ઊભો થયો છે. આંબેડકરે દલિતો માટે અલગ દેશની માગણી કરી હતી તેવા જય વસાવડાના દાવા સામે દલિત બૌદ્ધિકો અને આંબેડકરી કાર્યકરોએ સવાલો ઉઠાવ્યા છે. તેમની માગણી છે કે જય વસાવડા આ દાવાના ઐતિહાસિક પુરાવા રજૂ કરે અથવા પોતાની ટિપ્પણી અંગે સ્પષ્ટતા કરે. કેટલાક કાર્યકરોએ તેમને ગાંધી-આંબેડકર મુદ્દે જાહેર ચર્ચા કરવાનો પડકાર પણ ફેંક્યો છે. તો કેટલાક એક્ટિવિસ્ટોએ આક્રમક થયા છે.
સોશિયલ મીડિયા પર આ વિવાદ હવે માત્ર એક કોમેન્ટ પૂરતો મર્યાદિત રહ્યો નથી. આંબેડકરના વિચારો, તેમના રાજકીય સંઘર્ષ અને દલિતોના અધિકારો અંગે ખોટી માહિતી ફેલાવવાના આક્ષેપ સાથે દલિત બૌદ્ધિકો જય વસાવડાને ઘેરી રહ્યા છે. સામાજિક કાર્યકર પી.એલ. રાઠોડે જાહેર માફીની માગ સાથે આક્રમક વિરોધની ચીમકી આપી છે. તેમણે ફેસબૂક પર એક પોસ્ટ કરીને જાહેર કાર્યક્રમમાં તક મળ્યે જય વસાવડાનું મોં કાળું કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેમની સાથે કેટલાક એક્ટિવિસ્ટોએ પણ સૂર પુરાવ્યો છે.
આ પણ વાંચો: દલિતોને ગાળો દેનાર ચાંદખેડાના બિલ્ડર તેજસ પટેલની ધરપકડ!
બીજી તરફ કેટલાક દલિત બૌદ્ધિકો જય વસાવડા સામે ડો.આંબેડકર જેવા મહાનાયક સામે ખોટી માહિતી ફેલાવવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવાના મૂડમાં છે. બીજી તરફ કેટલાક એવા લોકો પણ છે, જેઓ જય વસાવડાના કાર્યક્રમમાં પહોંચીને તેમનો વિરોધ નોંધવવા ઈચ્છે છે.
પુરાવા રજૂ કરવાનો પડકાર ફેંક્યો
વિવાદનું કેન્દ્ર ડૉ. બાબાસાહેબ આંબેડકર અંગેનો એ દાવો છે કે તેમણે દલિતો માટે અલગ દેશની માગણી કરી હતી. દલિત બૌદ્ધિકોનો સવાલ છે કે આંબેડકરે ક્યારે અને કયા સંદર્ભમાં આવી માગણી કરી હતી? જો આવો ઐતિહાસિક દાવો કરવામાં આવે છે તો તેના આધારરૂપ દસ્તાવેજો અને પુરાવા પણ જાહેર કરવા જોઈએ.
આ પણ વાંચો: IIT BOMBAY સાહિલ વાકોડે આપઘાત કેસમાં એટ્રોસિટી હેઠળ કેસ
આંબેડકરી એક્ટિવિસ્ટ નીતિન શીંગરખિયાએ ફેસબૂક પરની પોતાની પોસ્ટમાં જય વસાવડાને સીધો સવાલ કર્યો છે. તેમણે આંબેડકર અંગેના દાવા માટે પુરાવા રજૂ કરવા અને આ મુદ્દે જાહેર ચર્ચા કરવા પડકાર ફેંક્યો છે. તેમની પોસ્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે જો આંબેડકર વિશે પૂરતું વાંચન ન હોય તો તેમના જીવન અને વિચારો અંગેનાં પુસ્તકો વાંચવાં જોઈએ.
શીંગરખિયાએ લેખક અશોક ગોપાલનું પુસ્તક ‘A Part Apart: The Life and Thought of B.R. Ambedkar’ તેમજ મયૂર વાઢેરનાં આંબેડકર સંબંધિત પુસ્તકો વાંચવાની ભલામણ કરી છે. તેમનો સવાલ સીધો છે કે આંબેડકર જેવા મહાન વિચારક અને બંધારણના ઘડવૈયા અંગે કોઈ પણ દાવો કરતા પહેલાં તેમના મૂળ લખાણો અને ઐતિહાસિક સંદર્ભોનો અભ્યાસ કરવો જરૂરી છે.
દલિત બૌદ્ધિકોની આકરી પ્રતિક્રિયા
જય વસાવડાની ટિપ્પણી સામે ફેસબૂક પર કુસુમ ડાભી, કૌશિક પરમાર, મયૂર વાઢેર, નીતિન શીંગરખિયા અને આર.કે. આરજ સહિતના લોકોએ વાંધો ઉઠાવ્યો હોવાનું સામે આવ્યું છે. આ લોકોએ આંબેડકરના વિચારો અંગે જાહેર ચર્ચાની માગ કરી છે અને જય વસાવડાને પોતાના દાવાના સમર્થનમાં પુરાવા રજૂ કરવા કહ્યું છે.
દલિત બૌદ્ધિકોનો આક્રોશ એ બાબતે છે કે ડૉ. આંબેડકર જેવા ઐતિહાસિક વ્યક્તિત્વ અંગે કોઈ આધાર વગર કરવામાં આવતી ટિપ્પણી માત્ર એક વ્યક્તિની અભિવ્યક્તિનો વિષય નથી. આવી ટિપ્પણીઓથી આંબેડકરના વિચારો અને દલિત સમાજના ઐતિહાસિક સંઘર્ષ અંગે ગેરસમજ ઊભી થઈ શકે છે.
આ પણ વાંચો: મુસ્લિમોને ભાજપ MLAએ કહ્યું, “પૈસા જોઈએ છે? તો ‘જયશ્રી રામ’ બોલો!”
આંબેડકર અંગે ગંભીર ચર્ચા કરવી હોય તો તેમના મૂળ દસ્તાવેજો, ભાષણો અને લખાણોના આધારે કરવી જોઈએ. માત્ર સોશિયલ મીડિયા પર દાવો કરીને તેની જવાબદારીમાંથી છટકી શકાય નહીં. આ જ મુદ્દે દલિત બૌદ્ધિકો જય વસાવડા પાસેથી જવાબ માગી રહ્યા છે.
પી.એલ. રાઠોડની જાહેર માફીની માગ
આ વિવાદ વચ્ચે સામાજિક કાર્યકર પી.એલ. રાઠોડે પણ ફેસબૂક પર આક્રમક પોસ્ટ મૂકી છે. તેમણે લખ્યું છે કે જય વસાવડા જાહેરમાં માફી ન માગે તો જાહેર કાર્યક્રમમાં તેમનું મોં કાળું કરવાની ઇચ્છા છે. સાથે જ તેમણે આ વિરોધમાં કેટલા મિત્રો સહકાર આપવા તૈયાર છે તેવો સવાલ પણ કર્યો છે.
આ પોસ્ટને કારણે વિવાદે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જોકે, જાહેર કાર્યક્રમમાં મોં કાળું કરવાની ચીમકી વિરોધની આક્રમકતા દર્શાવે છે, પરંતુ અસહમતિ વ્યક્ત કરવાની લડાઈમાં કાયદાની મર્યાદા જાળવવી પણ એટલી જ જરૂરી છે. આંબેડકરના બંધારણીય મૂલ્યો અને ન્યાયના વિચારને આગળ રાખીને પુરાવા, ચર્ચા અને કાયદેસર વિરોધનો માર્ગ વધુ અસરકારક બની શકે છે.
આ પણ વાંચો: દલિત યુવકને થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો!
જય વસાવડા તરફથી સ્પષ્ટતાની રાહ
આ વિવાદમાં સૌથી મહત્વનો સવાલ હજુ પણ યથાવત્ છે: ડૉ. આંબેડકરે દલિતો માટે અલગ દેશ માગ્યો હતો તેવો દાવો કયા ઐતિહાસિક આધાર પર કરવામાં આવ્યો છે? દલિત બૌદ્ધિકો આ સવાલનો જવાબ માગી રહ્યા છે. તેઓ જાહેર ચર્ચા માટે તૈયાર હોવાનો સંદેશ પણ આપી રહ્યા છે.
આ લખાય છે ત્યાં સુધીમાં જય વસાવડા તરફથી આ બાબતે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. લેખક તરીકે જાહેર જીવનમાં સક્રિય વ્યક્તિની જવાબદારી માત્ર લોકપ્રિય વાતો કરવાથી પૂરી થતી નથી. ખાસ કરીને ડૉ. આંબેડકર જેવા મહાન વિચારકના રાજકીય વિચારો અંગે દાવો કરવામાં આવે ત્યારે ઐતિહાસિક પ્રમાણિકતા અને સંદર્ભની ચોકસાઈ અનિવાર્ય છે. દલિત બૌદ્ધિકોનો પડકાર પણ આ જ છે:
દાવો કરો તો પુરાવા આપો, ચર્ચા કરો અને ભૂલ હોય તો સ્વીકારો. આંબેડકરના નામે ચાલતી ચર્ચામાં બૌદ્ધિક જવાબદારીથી છટકી શકાય નહીં.
આ પણ વાંચો: જય વસાવડાની ડૉ.આંબેડકર પરની વિવાદાસ્પદ કોમેન્ટથી હોબાળો
જય વસાવડા માફી ન માંગે તો મોં કાળું કરવા ચીમકી!
khabarantar

સ્વામિનારાયણના પુસ્તકમાં રાવળોને ‘ભિખારી’ ગણાવાતા હોબાળો!
વિજાપુરના દલિત મહિલા અધિકારીને શખ્સે જાતિસૂચક ગાળો ભાંડી
જાહેર પાણીના નળ પર 71.4 ટકા દલિતો સાથે આભડછેટ રખાય છે!
જ્યારે દયા પવારને એક કાર્યકરે ટપાલમાં ‘નિરોધ’ મોકલ્યો!
મનુસ્મૃતિ: બ્રાહ્મણને સજા માફી, શુદ્રને જીભ કાપવાની સજા?
સામાજિક સમાનતા માટે સત્તા કેમ જરૂરી છે?
બીમારીને લીધે ગાય સતત આંટા મારતી હતી, લોકો પૂજા કરવા માંડ્યા
રાજપીપળામાં બિરસા મુંડા જયંતીએ SSD નું શક્તિપ્રદર્શન
150 વર્ષે પહેલીવાર દલિત વરરાજા ઘોડીએ ચઢી પરણવા નીકળ્યાં
વડતાલ સ્વામિનારાયણ મંદિરના 2 સંતોએ 1.25 કરોડની ઠગાઈ કરી!