દલિત મહિલા ખેતીવાડી અધિકારી ઓફિસમાં ઘૂસી 5 થપ્પડ મારી

દલિત મહિલા ખેતીવાડી અધિકારીને તેમની ઓફિસમાં ઘૂસીને એક જાતિવાદી મહિલા અને તેના વકીલે 5 થપ્પડ મારી દેતા ચકચાર મચી.
દલિત સમાચાર

દલિત સમાજને મળતી અનામતને લઈને જાતિવાદી તત્વો સતત તેમને ટાર્ગેટ કરતા રહે છે. અનામત જાતિને કારણે થતા ભેદભાવને કારણે મળી છે. પણ જાતિવાદીઓને જાતિ ખતમ નથી કરવી પરંતુ અનામત ખતમ કરવા સતત તોફાન મચાવતા રહે છે. દલિત સમાજની વ્યક્તિ સાથે ભેદભાવ તેની જાતિને લઈને કરવામાં આવે છે, પછી ભલેને તે ગમે તેટલો આર્થિક સદ્ધર કેમ નથી. આવું અનેક કિસ્સાઓમાં સાબિત થઈ ચૂક્યું છે અને તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક દલિત મહિલા ખેતીવાડી અધિકારી જેવા ઉચ્ચ હોદ્દા પર હોવા છતાં તેમની ઓફિસમાં ઘૂસીને તેમને 5 થપ્પડ મારી દેવામાં આવી હતી.

મામલો હરિયાણાના ચરખી દાદરી વિસ્તારનો છે. અહીં કૃષિ વિભાગની કચેરીમાં ફરજ બજાવતી દલિત મહિલા અધિકારી સાથે મારામારી અને અપમાનજનક વર્તનની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, મહિલા અધિકારી જ્યારે પોતાના કાર્યાલયમાં સત્તાવાર ફરજ નિભાવી રહ્યા હતા, ત્યારે ઝોઝુ કલાં ગામની મમતા નામની મહિલા ત્યાં પહોંચી હતી. કચેરીમાં કોઈ બાબતે બંને વચ્ચે બોલાચાલી અને વિવાદ શરૂ થયો હતો. ફરિયાદ અનુસાર, આ દરમિયાન મમતાએ મહિલા અધિકારી સામે જાતિસૂચક શબ્દોનો પ્રયોગ કર્યો હતો અને તેમને ‘ખરીદવા’ સુધીની વાંધાજનક ટિપ્પણી કરી હતી.

દલિત મહિલા અધિકારીને પાંચ થપ્પડ મારી દીધી

પીડિત દલિત મહિલા અધિકારીએ આરોપીઓના વાંધાજનક શબ્દો અને વર્તનનો વિરોધ કરતા મામલો ઉગ્ર બન્યો હતો. આક્ષેપ મુજબ, મમતા નામની મહિલાએ થોડી જ સેકન્ડોમાં મહિલા અધિકારી પર 5 થપ્પડ ઝીંકી દીધા હતા. આ ઉપરાંત, મમતા સાથે આવેલા એક વકીલે પણ મહિલા અધિકારી પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં નોંધાવવામાં આવ્યો છે. કચેરીમાં બનેલી આ ઘટનાને પગલે ત્યાં હાજર કર્મચારીઓ અને આસપાસના લોકોમાં ચકચાર મચી ગઈ હતી. હુમલામાં ઘાયલ થયેલી મહિલા અધિકારીને તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

SC/ST એક્ટ હેઠળ બે લોકો સામે કેસ દાખલ

સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધા બાદ પીડિત મહિલા અધિકારીએ પોલીસ સ્ટેશનમાં પહોંચીને સમગ્ર ઘટના અંગે લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે મમતા અને તેની સાથે આવેલા વકીલ વિરુદ્ધ SC/ST એક્ટ તેમજ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કર્યો છે. બીજી તરફ, પીડિતાએ પોલીસ દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ મૂક્યો છે, જ્યારે પોલીસ તંત્ર તરફથી જણાવવામાં આવ્યું છે કે સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ નિયમાનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસે કહ્યું, તપાસ ચાલી રહી છે

વિવિધ અહેવાલો મુજબ, પોલીસે આ ઘટના પાછળ પરસ્પર ઝઘડો કારણભૂત હોવાનું જણાવ્યું છે. જોકે, મારામારી અને જાતિ આધારિત અપમાનજનક શબ્દોના આક્ષેપોને ધ્યાનમાં રાખીને કાયદાકીય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સિટી પોલીસ સ્ટેશનના એસએચઓ, ઇન્સ્પેક્ટર દેવેન્દ્ર માને જણાવ્યું છે કે પીડિતાની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. ફરજ પર રહેલા સરકારી અધિકારી સાથે થયેલી આ ઘટના અને કાર્યવાહીની ગતિ અંગે સ્થાનિક સ્તરે વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ વિજાપુરના દલિત મહિલા અધિકારીને શખ્સે જાતિસૂચક ગાળો ભાંડી

આ પણ વાંચોઃ દલિત મહિલાની ડોક્ટરોએ ડિલિવરી ન કરી, રસ્તા પર બાળક જણ્યું!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x