અરવલ્લીના મોડાસા પાસે રાણા સૈયદ ચોકડી પાસે ગઈકાલે રાત્રે 1 વાગ્યા આસપાસ એક ચોંકાવનારી ઘટના બની હતી. ધનસુરા તરફ જતા રોડ પર પેટ્રોલપંપની સામેથી પસાર થઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા તેમાં સવાર ચાર લોકો જીવતા ભૂંજાઈ જતા તેમના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. રોડ પર દોડતી એમ્બ્યુલન્સના સીસીટીવી સામે આવ્યા છે.
આ ઘટનાની મળતી માહિતી મુજબ, મહીસાગર જિલ્લાના લુણાવાડાના રહેવાસી જીગ્નેશભાઈ મહેશભાઈ મોચીના તાજા જન્મેલા બાળકને વધુ સારવાર માટે મોડાસાની રીચ હોસ્પિટલથી અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યું હતું. એ દરમિયાન એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી. જેમાં પાછળના ભાગમાં બેઠેલા ચાર લોકો જીવતા સળગી જતા મોતને ભેટ્યા હતા. એમ્બ્યુલન્સમાં આગ લાગતા ડ્રાઈવરે વાહન ઊભું રાખ્યું હતું. ત્યાં સુધીમાં આગળના ભાગમાં બેઠેલા ત્રણ લોકો શરીરે વત્તા-ઓછા પ્રમાણમાં દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા.

આ પણ વાંચો: ‘અમે આદિવાસી છીએ, હિંદુ નથી’, કોંગ્રેસના આદિવાસી નેતાની સ્પષ્ટ વાત
આ મામલે મોડાસા ટાઉન પોલીસના એએસઆઈ મનુબેન જગમાલભાઈ અને પીએસઆઈ રાઠોડે ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં બીએનએસની કલમ-194 મુજબ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરાઈ છે.
આગમાં મૃત્યુ પામેલા ચાર લોકોના નામ
જિગ્નેશભાઈ મહેશભાઈ મોચી: (ઉં.વ. 38, રહે. લુણાવાડા, મહીસાગર) – નવજાત શિશુના પિતા.
જિગ્નેશભાઈનું તાજું જન્મેલું બાળક: (ઉં.વ. 1 દિવસ).

રાજકરણ શાંતિલાલ રેટીયા: (ઉં.વ. 30, રહે. ચાંદખેડા, અમદાવાદ) – ડોક્ટર.
ભુરીબેન ડો/ઓ રમણભાઈ મનાત: (ઉં.વ. 23, રહે. ઓઢા ભડવચ, અરવલ્લી) – નર્સ.
સળગતી એમ્બ્યુલન્સમાં દાઝેલા લોકોના નામ
અંકિતભાઈ રામાભાઈ ઠાકોર, (ઉં.વ. 24, રહે. અમદાવાદ) – એમ્બ્યુલન્સ ડ્રાઈવર.
ગૌસંગકુમાર મહેશભાઈ મોચી, (ઉં.વ. 40, રહે. લુણાવાડા, મહીસાગર).
ગીતાબેન ઉર્ફે જયશ્રીબેન મહેશભાઈ મોચી, (ઉં.વ. 60, રહે. લુણાવાડા, મહીસાગર).
આ પણ વાંચો: “તારા જેવી સત્તર સાથે મારા પુત્રને સંબંધ છે, તું અઢારમી છો…!”












