તીજન બાઈ: આદિવાસી સમાજની દીકરી, જેની કળાને દુનિયાએ સલામ કરી

ગરીબ આદિવાસી પરિવારથી વૈશ્વિક મંચ સુધી, સમાજના તિરસ્કાર સામે લડીને પંડવાની લોકકલાથી ઈતિહાસ રચનારી દીકરી તીજનબાઈની પ્રેરણાદાયી જીવનયાત્રા.
Teejanbai

પદ્મ વિભૂષણથી સન્માનિત અને પંડવાની લોકકલાને વિશ્વભરમાં ઓળખ અપાવનાર છત્તીસગઢના ગૌરવ તીજન બાઈનું 70 વર્ષની વયે હાલમાં જ નિધન થયું છે. પંડવાની ગાયન દરમિયાન હબીબ તનવીર તીજન બાઈના અભિનય, ગાયન અને ગર્જના જોઈને ખૂબ જ પ્રભાવિત થયા હતા અને દેશના વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સામે તેમને પંડવાની ગાવાની તક અપાવી હતી. દિગ્ગજ દિગ્દર્શક શ્યામ બેનેગલે પણ તેમની પ્રતિભાથી પ્રભાવિત થઈને તેમને પોતાની સિરિયલ ‘ભારત એક ખોજ’માં મહાભારતના પ્રસંગ માટે આમંત્રિત કર્યા હતા. આ રીતે તીજન બાઈની કલા ઘર-ઘર સુધી પહોંચી ગઈ.

પંડવાની ગાયિકા તીજન બાઈની ગાયકીથી પ્રભાવિત થઈને દેશના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કહ્યું હતું, “તમે બહુ સારું મહાભારત કરો છો.” આ સાંભળીને તીજને જવાબ આપ્યો હતો, “મહાભારત નથી કરતી, મહાભારતની કથા સંભળાવું છું.”

તેમની પંડવાની માત્ર એક લોકકલા ન રહેતા એક સંવાદ બની ગઈ, જ્યાં ઈતિહાસ, સ્ત્રી, સંઘર્ષ અને સંગીત એકસાથે બોલતા હતા.

મહાભારત સંભળાવીને દુનિયાભરમાં ખ્યાતિ મેળવનાર તીજન બાઈએ 70 વર્ષની ઉંમરે 5-6 જુલાઈના રોજ વહેલી સવારે AIIMS રાયપુરમાં રવિવારે અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા 6 મહિનાથી કોઈની સાથે વાત કરી શકતા નહોતા અને તેમની સારવાર ચાલી રહી હતી.

આ પણ વાંચો: તમિલનાડુમાં વિજયના ‘સારથિ’ બનેલા VCK ચીફ થોલ થિરુમાવલવન કોણ છે?

મહાભારતની કથાઓને પોતાના દમદાર અવાજ, અભિનય અને અનોખી પ્રસ્તુતિ સાથે મંચ પર જીવંત કરવાની તેમની શૈલીએ આ લોકકલાને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવી. આ જ કલાના જોરે વર્ષ 2019માં તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને પદ્મ વિભૂષણ સન્માનથી સન્માનિત કર્યા હતા. તીજન બાઈ છત્તીસગઢના પહેલા મહિલા કલાકાર હતા જેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Teejanbai

તીજન બાઈનો જન્મ મધ્ય પ્રદેશ (વર્તમાન છત્તીસગઢ)ના અટારી ગામમાં 8 ઓગસ્ટ 1956ના રોજ થયો હતો. તીજનના માતાનું નામ સુખવતી દેવી અને તેમના પિતાનું નામ હુનુકલાલ પારધી હતું. છત્તીસગઢમાં પારધી અને દેવાર જેવી આદિવાસી જાતિઓ ‘પંડવાની’ ગાયન કરે છે. તીજન બાઈ પણ પારધી આદિવાસી સમાજમાં જન્મ્યા હતા.

છત્તીસગઢમાં પંડવાનીની 2 શૈલીઓ પ્રચલિત છે. પહેલી વેદમતી શૈલી અને બીજી કાપાલિક શૈલી. મુખ્ય કલાકાર સાથે 5 થી 6 સાથી કલાકારોની એક મંડળી હોય છે. તીજન બાઈએ કાપાલિક શૈલી પસંદ કરી અને આ શૈલીમાં પંડવાની ગાનારા તેઓ પ્રથમ મહિલા બન્યા.
જ્યારે તીજન બાઈએ પોતાના પિતરાઈ નાના (દાદા) બ્રિજલાલ પારધી પાસેથી પંડવાનીનું શિક્ષણ લેવાનું શરૂ કર્યું,

આ પણ વાંચો: આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!

ત્યારે તેમની ઉંમર માત્ર 9 વર્ષની હતી. તે સમયે સમાજ અને પરિવારે તેમનો ઘણો વિરોધ કર્યો હતો. તીજન બાઈએ પંડવાનીની પ્રથમ જાહેર પ્રસ્તુતિ ચંદખુરી ગામના સતીચૌરા ચોક પર કરી હતી. ત્યારે તેમની ઉંમર માત્ર 13 વર્ષની હતી. પ્રથમ પ્રસ્તુતિ પછી તેઓ ક્યારેય રોકાયા નહીં અને છત્તીસગઢના તમામ શહેરોમાં પોતાની કલાનું પ્રદર્શન કરવા લાગ્યા.

એકવાર તેમને ભોપાલના ભારત ભવનમાંથી પંડવાની ગાવાનું આમંત્રણ મળ્યું. અહીં તેમની મુલાકાત હબીબ તનવીર સાથે થઈ. પંડવાની ગાયન દરમિયાન હબીબ તનવીર તીજન બાઈના અભિનય, ગાયન અને ગર્જના જોઈને ખૂબ પ્રભાવિત થયા અને દેશના વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સામે તેમને પંડવાની ગાવાની તક અપાવી. જાણીતા દિગ્દર્શક શ્યામ બેનેગલે તેમની પ્રતિભાથી પ્રભાવિત થઈને તેમને પોતાની સિરિયલ ‘ભારત એક ખોજ’માં મહાભારતના પ્રસંગ માટે આમંત્રિત કર્યા. આ રીતે તીજન બાઈની કલા ઘર-ઘર સુધી પહોંચી.

ભારતની બહાર પણ તેમણે અનેક પ્રદર્શનો કર્યા. પહેલીવાર તેમણે પેરિસના ભારત મહોત્સવમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું, ત્યાર પછી તેમની ઓળખ જ બદલાઈ ગઈ. પેરિસ પછી તેમણે ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, જર્મની, ઈટાલી, બ્રિટન જેવા દેશોમાં પંડવાનીની પ્રસ્તુતિ આપી. આ દરમિયાન તેમની પ્રસિદ્ધિ એ હદે હતી કે પેરિસથી એક વ્યક્તિએ તેમને પત્ર મોકલ્યો અને તેના પર સરનામું લખ્યું હતું- તીજન બાઈ, ઈન્ડિયા. અને મજાની વાત એ છે કે તે પત્ર તેમના સુધી પહોંચી પણ ગયો હતો.

આ પણ વાંચો: એક મહિલા, જેમણે રાષ્ટ્રપતિ પદની ઓફર કલા ખાતર નકારી હતી

જોકે આ બધું એટલું સરળ નહોતું. પંડવાની ગાયનને કારણે તેમના પર સામાજિક પ્રતિબંધો પણ મુકાયા. તેમને તેમના પોતાના જ ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમના આ સફરમાં 3 જીવનસાથીઓએ તેમનો સાથ છોડ્યો. ઘણી વખત તેમણે સમાજના તિરસ્કારનો સામનો કરવો પડ્યો. તેમણે 2 પુત્રો અને 1 દત્તક પુત્રી ગુમાવ્યા, પરંતુ આટલું બધું થવા છતાં તીજન બાઈએ પંડવાની ગાયન છોડ્યું નહીં.

તેમની પ્રતિભાને દેશ અને દુનિયામાં ઘણા સન્માનો અને પુરસ્કારોથી નવાજવામાં આવી. તેમને 1988માં પદ્મશ્રી, 1995માં સંગીત નાટક અકાદમી, 2003માં પદ્મભૂષણ, 2018માં ફુકુઓકા પુરસ્કાર અને 2019માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

2007માં તીજન બાઈને નૃત્ય શિરોમણીથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. 2003માં તીજન બાઈને બિલાસપુરની ગુરુઘાસીદાસ યુનિવર્સિટીએ અને 2006માં રવિશંકર યુનિવર્સિટીએ ડી.લિટ. (D.Litt.)ની માનદ ઉપાધિ આપી હતી. 2017માં તેમને ઈન્દિરા કલા સંગીત વિશ્વવિદ્યાલય ખૈરાગઢ દ્વારા પણ ડી.લિટ.થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ ભિલાઈ નજીક ગનિયારી ગામના પારધી તોલામાં પોતાના ઘરે પરિવાર સાથે રહેતા હતા.

આ પણ વાંચો: વિનીતા સોરેન એવરેસ્ટ સર કરનારી પ્રથમ આદિવાસી યુવતી બની

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
  • Add your answer
0
Would love your thoughts, please comment.x
()
x