OBC દંપતિને સરપંચના પતિએ જૂતામાં પેશાબ ભરીને પીવડાવ્યો!

OBC News: ઓબીસી યુવકને સરપંચના પતિએ અપશબ્દો કહી જૂતામાં પેશાબ ભરીને પીવડાવ્યો. કહ્યું, ‘તારે જેને કહેવું હોય તેને કહી દે, તું કશું નહીં કરી શકે.’
OBC News

OBC News: જાતિવાદનો ગઢ ગણાતા યુપીમાં અત્યાર સુધી એવી અનેક ઘટનાઓ બની છે, જેમાં જાતિવાદી ગુંડાઓ દલિતોને માર મારી તેમના પર પેશાબ કરી જતા હતા અથવા તેમને પેશાબ પીવડાવવાનું અમાનવીય કૃત્ય કરતા હતા. પણ પહેલીવાર એક એવી ઘટના બની છે, જેમાં જાતિવાદી તત્વોએ એક OBC દંપતિને માર મારીને જૂતામાં પેશાબ ભરીને પીવડાવ્યો હતો. આ ઘટના સવાયા હિંદુ બનીને ફરતા OBC સમાજ માટે એક સબક છે કે, કાયદાનું સાશન શા માટે જરૂરી છે.

યુપીના શાહજહાંપુરની ઘટના

ઘટના ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના એક ગામમાં બની છે. જ્યાં એક OBC દંપતિને ગામના સવર્ણ જાતિના મહિલા સરપંચના પતિએ જૂની અદાવતમાં ઢોર માર મારીને જૂતામાં પેશાબ ભરીને પીવડાવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. બે દિવસ સુધી આખો મામલો દબાયેલો રહ્યા બાદ સોમવારે પીડિત યુવક અને તેની પત્ની સામે આવ્યા હતા. યુવકની પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને કાર્યવાહીની માંગ કરી છે. આ મામલે પોલીસ અધિક્ષકે તપાસ જલાલાબાદ પોલીસ સ્ટેશનને સોંપી છે.

મામલો શું છે?

આ સમગ્ર ઘટના શાહજહાંપુર જિલ્લાના પરૌર વિસ્તારના એક ગામમાં બની હતી. મહિલાએ પોલીસને જણાવ્યું કે 14 નવેમ્બરના રોજ સવારે 9 વાગ્યે, ગામના સરપંચના પતિએ ગાયોને ગૌશાળામાંથી છોડીને તેમના ઘરે છોડી મૂકી હતી. એ વખતે એક ગાય તેમના ઘરમાં ઘૂસી ગઈ, જેનાથી મહિલાનો પતિ ગુસ્સે ભરાયો હતો.

OBC News

આ પણ વાંચો: ‘RSS ના માણસોને બહુ ચરબી કૂદી રહી છે’, બોટાદ કેસમાં મેવાણી આક્રમક

એવો આરોપ છે કે ગામના સરપંચના પતિએ મહિલાના પતિ સાથે દુર્વ્યવહાર કર્યો અને કહ્યું, “અમે ગાયોને છુટી જ રાખીશું. તારાથી જે થાય તે કરી લે. તું અમારું કશું બગાડી નહીં શકે.” એ પછી, મહિલાના પતિએ હેલ્પલાઇન નંબર 1076 પર ફોન કરીને ગાયોને ગૌશાળામાંથી છોડવા મુદ્દે ફરિયાદ નોંધાવી હતી. એ પછી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલો શાંત પાડ્યો હતો.

‘સરપંચના પતિએ મારા પતિને જૂતામાં પેશાબ પીવડાવ્યો’

મહિલાએ કહ્યું કે બીજા દિવસે, 15 નવેમ્બરના રોજ, સાંજે 4 વાગ્યે, તેનો પતિ ખેતરમાં બટાકા વાવી રહ્યો હતો. એ દરમિયાન ગામના મહિલા સરપંચનો પતિ તેના ગુંડાઓ સાથે ખેતરમાં પહોંચ્યો હતો. આ તમામ લોકોએ મળીને મહિલાના પતિને લાકડીઓ, લાતો અને મુક્કાઓથી નિર્દયતાથી માર માર્યો હતો.

આ પણ વાંચો: ડૉ.આંબેડકરનું અપમાન કરનાર Anil Mishra ની મુસ્લિમ CSPએ બોલતી બંધ કરી

મહિલાનો આરોપ છે કે આરોપીઓએ તેના પતિને તેના જૂતામાં પેશાબ ભરીને પીવડાવ્યો હતો. જ્યારે મહિલાએ તેના પતિને બચાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેની પણ છેડતી કરવામાં આવી અને તેને જમીન પર ફેંકી દેવામાં આવી. આ ઘટના બાદ મહિલા તેના પતિ સાથે પોલીસ સ્ટેશન જવા નીકળી તો આરોપીઓએ ફરી તેમને ઘેરી લીધાં હતા અને અપશબ્દો કહ્યા હતા.

પોલીસ અધિકારીઓએ શું કહ્યું?

આ હુમલામાં મહિલા અને તેના પતિને ગંભીર ઈજાઓ થઈ છે. ઘાયલ પુરુષને સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ બાબત અંગે, પોલીસ અધિક્ષક રાજેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે આ મામલો તેમના ધ્યાનમાં આવ્યો છે. વિવાદની માહિતી મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલી પીઆરવીએ ફરિયાદીની પત્નીની વીડિયોગ્રાફી પણ કરી હતી. તપાસમાં બહાર આવેલા તથ્યોના આધારે રિપોર્ટ દાખલ કરવામાં આવશે. જો કે, આ ઘટનાએ હવે OBC  સમાજ માટે પણ ચેતવણીની ઘંટડી વગાડી દીધી છે.

આ પણ વાંચો: 3 સવર્ણ શિક્ષકોએ 8 વર્ષના દલિત વિદ્યાર્થીના પેન્ટમાં વિંછી નાખ્યો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
3 months ago

*જાતિવાદી OBC સમાજે સવર્ણ જાતિવાદી માનસિકતા ધરાવતાં લોકોના નાટકોથી દૂર રહેવાનો તેઓનો સમય પાકી ગયો છે! આર્થિક ક્ષેત્રે અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે 💯% શુદ્ધ મલાઈ ખાતા જાતિવાદી સવર્ણો થી દૂર રહેવું જરૂરી છે કે નહીં તે સમજવાનો સમય પણ પાકી ગયો છે! ધન્યવાદ સાધુવાદ! જયભીમ!

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x