સ્વર્ગનું સપનું બતાવી પાદરીએ 190 બાળકોને મરાવી નાખ્યા

shakahola forest massacre: સ્વર્ગમાં જવાનો દાવો કરી બાળકોને ભૂખ્યા રાખી મોતના મુખમાં ધકેલનાર પાદરી અને તેના 28 સાથીઓ દોષિત સાબિત!
shakahola forest massacre

shakahola forest massacre: કેન્યામાંથી એક અત્યંત હચમચાવી નાખતી અને ધાર્મિક અંધશ્રદ્ધાની રુંવાડા ઉભા કરી દે તેવી ક્રૂર ઘટના સામે આવી છે. કેન્યાની એક અદાલતે કુખ્યાત પાદરી પોલ મેકેન્જી(paul mackenzie)ને 190 બાળકો સહિતના લોકોની હત્યાના કેસમાં દોષિત જાહેર કર્યો છે. આ મામલો સમગ્ર વિશ્વમાં ‘શાકાહોલા જંગલ નરસંહાર’ (shakahola forest massacre) તરીકે કુખ્યાત બન્યો છે. પાદરી પોલ મેકેન્જી લોકોના મનમાં એવો ભ્રમ ફેલાવતો હતો કે જો તેઓ દુનિયાનો અંત આવે તે પહેલાં ભૂખ્યા રહીને ઉપવાસ કરશે, તો તેઓ સીધા સ્વર્ગમાં પહોંચી જશે અને ઈસુ ખ્રિસ્તીને મળશે. આ અંધવિશ્વાસની પરાકાષ્ઠાએ સેંકડો નિર્દોષ બાળકો અને નાગરિકોનો ભોગ લીધો છે, જેને અદાલતે ગંભીર અપરાધ ગણાવ્યો છે.

કોણ છે પોલ મેકેન્જી

મુખ્ય આરોપી પોલ મેકેન્જી ભૂતકાળમાં એક સામાન્ય ટેક્સી ડ્રાઈવરનું કામ કરતો હતો. વર્ષ 2003 માં તેણે કેન્યામાં ‘ગુડ ન્યૂઝ ઈન્ટરનેશનલ ચર્ચ’ની સ્થાપના કરી હતી, જેની સાથે સમય જતાં હજારોની સંખ્યામાં લોકો શ્રદ્ધાના નામે જોડાઈ ગયા. કોવિડ-19 મહામારીના સમયગાળા દરમિયાન તેના આ પાપના સામ્રાજ્યને વેગ મળ્યો અને તેણે દુનિયાના અંત વિશે ડાકટરિયા પ્રચારો કરવાનું શરૂ કર્યું. તેણે પોતાના ચર્ચના માધ્યમથી એવો ભય ફેલાવ્યો કે પૃથ્વીનો અંત નજીક છે અને બચવું હોય તો કઠોર ઉપવાસ કરવા પડશે. તેણે માતા-પિતાને પણ પોતાના જ માસૂમ બાળકોને ખાવાનું આપવા પર સખત પ્રતિબંધ મૂકવા માટે મજબૂર કર્યા હતા. તે પોતાના અંધભક્તો સમક્ષ દાવો કરતો હતો કે તે સીધી રીતે ભગવાન સાથે વાતચીત કરી શકે છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં અંધશ્રદ્ધાનું ઘોડાપૂર, સુઑમોટોની માંગ

400 થી વધુ લાશો મળી હતી

સમાચાર એજન્સી AP અને પોલીસ રિપોર્ટ અનુસાર, આ ઘટનાક્રમ વર્ષ 2023 માં પ્રકાશમાં આવ્યો હતો. જ્યારે પોલીસ અને વહીવટીતંત્રે તપાસ હાથ ધરી ત્યારે ભયાનક વાસ્તવિકતા બહાર આવી. પાદરી પોલ મેકેન્જી માલિંદીમાં આવેલું ચર્ચ બંધ કરીને પોતાના સેંકડો અંધશ્રદ્ધાળુ અનુયાયીઓ સાથે શાકાહોલાના ગીચ જંગલમાં જઈને વસી ગયો હતો. જ્યારે તેના અનુયાયીઓ અચાનક ગુમ થવા લાગ્યા ત્યારે પોલીસ સુધી મામલો પહોંચ્યો. પોલીસ અધિકારીઓ જ્યારે જંગલની અંદર તપાસ માટે પહોંચ્યા ત્યારે ત્યાંનો નજારો જોઈને હચમચી ગયા. જંગલમાંથી મોટી સંખ્યામાં શારીરિક નબળાઈથી પીડાતા લોકો મળી આવ્યા અને ઠેર-ઠેર સામૂહિક કબરો જોવા મળી હતી. જંગલમાંથી કુલ 400 થી વધુ શબ મળી આવ્યા હતા, જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. શબપેટીઓ અને કબરોની તપાસમાં સામે આવ્યું કે કેટલાક લોકોના મોત માત્ર ભૂખમરાથી થયા હતા, જ્યારે અનેકના ગળું દબાવીને, દમ ઘૂંટવાથી કે લોખંડના રોડ કે હથિયારથી માથા પર પ્રહાર કરીને મોતના ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ હંગરીનો રોમા સમાજ કેમ ડૉ.આંબેડકરને મુક્તિદાતા માની પૂજે છે?

હત્યાકાંડ વિશે કોર્ટે શું કહ્યું

કોર્ટની કાર્યવાહી દરમિયાન ન્યાયાધીશ ડાયના કાવેડ્ઝા મોચાચે નોંધ્યું કે ‘મર્યા સુધી ભૂખ્યા રહેવા’નો આ ક્રૂર આદેશ સૌથી પહેલાં નાના અને નિદોર્ષ બાળકો પર જ લાગુ કરવામાં આવતો હતો. બાળકો ભૂખના માર્યા ભાગી ન જાય તે માટે જંગલની ચારેય બાજુ હથિયારધારી ગાર્ડ અને સભ્યો તૈનાત કરવામાં આવ્યા હતા. જો કોઈ ભૂખથી કંટાળીને ખોરાક લેવાનો પ્રયાસ કરતું અથવા જંગલમાંથી ભાગવાની કોશિશ કરતું, તો તેને ઢોર માર મારવામાં આવતો હતો. આ પાદરીએ તેના સમર્થકો અને અનુયાયીઓને બાળકોને શાળાએ મોકલવા તેમજ કોઈપણ પ્રકારની આધુનિક સ્વાસ્થ્ય સેવાઓથી દૂર રહેવાની કડક તાકીદ કરી હતી. કેસમાં અનેક સાક્ષીઓ અને ખુદ પૂર્વ અનુયાયીઓએ કોર્ટમાં સમક્ષ સાક્ષી આપી હતી. આ ડરામણી ઘટના બાદ હવે કેન્યા સરકાર અને તંત્ર દ્વારા દેશના તમામ ચર્ચો અને અન્ય ધાર્મિક સંગઠનોની ગતિવિધિઓ પર સઘન અને કડક નજર રાખવાની માંગ ઉઠી રહી છે. આગામી 6 નવેમ્બરના રોજ અદાલત દ્વારા આ તમામ દોષિતોને સજા સંભળાવવામાં આવશે.

આ પણ વાંચોઃ ધર્માંધ અને ભીડપ્રેમી ભારતમાં ક્રાઉડ મેનેજમેન્ટ ક્યારે?

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x