સુંદર બાળકને જોતા જ મારી નાખતી સાયકો કિલર પકડાઈ

psycho killer Poonam: મારાથી સુંદર કોઈ હોઈ ન શકે તેવા ભ્રમમાં રાચતી સાયકો કિલરે પોતાના પુત્ર સહિત 4 બાળકોની હત્યા કરી.
psycho killer Poonam

psycho killer Poonam: હરિયાણા પોલીસે પાણીપતમાં એક મનોવિકૃત મહિલાની ધરપકડ કરી છે. તેના પર ચાર બાળકોની હત્યા કરવાનો આરોપ છે. આ બાળકોમાંથી એક તેનો પોતાનો પુત્ર હતો, જેને તેણે ડૂબાડી દીધો હતો. આ મહિલાને સુંદર બાળકીઓથી એટલી નફરત કરતી હતી કે તેણીએ પોતાના નજીકના સગા-સંબંધીઓની ત્રણ બાળકીઓની હત્યા કરી નાખી હતી. મહિલા માનતી હતી કે, આ દુનિયામાં તેનાથી સુંદર બીજું કોઈ હોવું ન જોઈએ. તેને પોતાનાથી સુંદર દેખાતી નાની બાળકીઓથી એટલી નફરત હતી કે, તે કોઈપણ રીતે મોતને ઘાટ ઉતારી દેતી હતી. આ ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે.

પોલીસે જણાવ્યું કે, મનોવિકૃત પૂનમને સુંદર છોકરીઓથી ભારે નફરત છે. આરોપ છે કે તેણીએ અત્યાર સુધીમાં ચાર બાળકીઓની તેમની સુંદરતા જોઈને ઈર્ષ્યાથી હત્યા કરી છે. આ સાયકો કિલરે 2023 થી 2025 ની વચ્ચે આ હત્યાઓ કરી હતી. પૂનમની ઓળખ ત્યારે જાહેર થઈ જ્યારે તેણીએ કથિત રીતે ચોથી હત્યા કરી.

મીડિયા રિપોર્ટ મુજબ, પૂનમે સોમવાર, 1 ડિસેમ્બરના રોજ પાણીપતના નૌલથા ગામમાં એક લગ્નમાં હાજરી આપી હતી. તેની ભાભીની છ વર્ષની પુત્રી વિધિ પણ આ લગ્નમાં હાજર હતી. કહેવાય છે કે, પૂનમ છોકરીની સુંદરતાની ઈર્ષ્યા કરવા લાગી હતી અને તેણે લગ્નના દિવસે જ વિધિને ટબમાં ડૂબાડીને મારી નાખી હતી.

આ પણ વાંચો: SIRમાં ગેરબંધારણીય શબ્દ દૂર કરવા કચ્છ મેઘવાળ સમાજ મેદાનમાં

ઘટના પછી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી. તેણે જોયું કે વિધિનો મૃતદેહ જેમાં પડ્યો હતો તે ટબ ખૂબ નાનું હતું, જેના કારણે તે તેની અંદર ડૂબાઈ ગઈ હોવાની શક્યતા ઓછી હતી. બાથરૂમનો દરવાજો પણ બહારથી બંધ હતો. પોલીસે નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરા તપાસ્યા, જેમાં પૂનમ ઘરમાં પ્રવેશતી અને બહાર જતી દેખાઈ હતી.

ત્યારબાદ, પોલીસ ટીમે પૂનમની કડક પૂછપરછ કરી, અને એ પછી તેણે જે સત્ય જાહેર કર્યું તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. પૂનમે સ્વીકાર્યું કે, તે વિધિ પહેલાં બીજા ત્રણ બાળકોની હત્યા કરી ચૂકી છે, જેમાં તેનો પુત્ર પણ સામેલ હતો. પાણીપતના પોલીસ અધિક્ષક (SP) ભૂપેન્દ્ર સિંહે જણાવ્યું કે પૂનમ સુંદર છોકરીઓને નફરત કરતી હતી. હાલ પૂનમને કોર્ટમાં રજૂ કરવામાં આવી છે અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે.

પોલીસે આપેલી માહિતી અનુસાર, પૂનમ માનતી હતી કે તેના પરિવાર કે સંબંધીઓમાં તેના કરતાં વધુ સુંદર કોઈ ન હોવું જોઈએ. એવો આરોપ છે કે આના કારણે પૂનમે સુંદર છોકરીઓની એક પછી એક હત્યા કરી.

આ પણ વાંચો: વેરાવળના આદરી બીચ પર પ્રિ-વેડિંગ ફોટોશૂટમાં યુવતી તણાઈ ગઈ

એવો આરોપ છે કે 2023 માં, પૂનમે તેની ભાભીની પુત્રીને સોનીપતમાં પાણીની ટાંકીમાં ડૂબાડી દીધી હતી. કોઈને શંકા ન જાય તે માટે તેણે કથિત રીતે તેના પોતાના પુત્રને પણ તે જ ટાંકીમાં ડૂબાડી દીધો હતો. તે સમયે, પરિવારને લાગ્યું કે આ એક અકસ્માત હતો. પરિવાર તેને અકસ્માત માનીને ભૂલી ગયો.

પૂનમે આ વર્ષે તેની ત્રીજી હત્યા તેના માતાપિતાના ઘરે ગઈ ત્યારે કરી હતી. પહેલાની જેમ, પૂનમે કથિત રીતે તેની ભત્રીજીને ડૂબાડી દીધી હતી, જે તેના માતાપિતાના પરિવાર સાથે સંબંધિત હતી. અહીં પણ, લોકો તેને અકસ્માત માનીને ભૂલી ગયા. જોકે, ચોથી હત્યામાં તેનો ભાંડો ફૂટ્યો.

આ પણ વાંચો: દલિત કન્યાની જાનનું સમસ્ત ગામે ફૂલ પાથરી સ્વાગત કર્યું

4 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x