વડોદરાના અમિત પાસીએ પહેલી જ T20 માં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

Vadodara News: વડોદરાના ક્રિકેટર અમિત પાસીએ સૈયદ મુસ્તાક અલી ટી20ની પોતાની પહેલી જ મેચમાં વિસ્ફોટ સદી નોંધાવી વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો.
Vadodara batsman Amit Passi

Vadodara News: સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT T20) 2025 માં, 26 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેન અમિત પાસી (Amit Pasi Cricketer) એ પોતાની પહેલી જ મેચમાં ઇતિહાસ રચી નાખ્યો છે. હૈદરાબાદના જીમખાના ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં, અમિત પાસીએ સર્વિસીસ સામે માત્ર 55 બોલમાં 114 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગા અને 9 છગ્ગાનો સમાવેશ થાય છે. તેની આ વિસ્ફોટક ઇનિંગને કારણે બરોડાએ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 220 રન બનાવ્યા અને 13 રનથી મેચ જીતી લીધી.

આ સાથે જ અમિત પાસીએ એક વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવી દીધો છે. તેણે T20 ડેબ્યૂમાં સૌથી લાંબી ઈનિંગ રમીને બેટ્સમેનોની યાદીમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે. તેણે પાકિસ્તાનના બિલાલ આસિફના 2015 ના રેકોર્ડની બરાબરી કરી. અમિત સૈયદ મુસ્તાક અલી T20 (SMAT T20) માં ડેબ્યૂ મેચમાં સદી ફટકારનાર ફક્ત ત્રીજો ભારતીય બન્યો છે. તેની ઇનિંગ્સે બરોડાને સર્વિસિસને 13 રનથી હરાવીને તેમની ચોથી મેચ જીતવામાં મદદ કરી હતી.

આ પણ વાંચો: ‘આજે રવિવાર છે, જીસસ રજા પર છે’, જેમિમા આઉટ થતા ટ્રોલરો તૂટી પડ્યાં

વડોદરાના અમિત પાસીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

અમિત પાસીના 114 રન હવે સૌથી વધુ ટી20 મેચ ડેબ્યૂ કરનારા બેટ્સમેનોની યાદીમાં પ્રથમ ક્રમે છે. તેણે 2015માં પાકિસ્તાનના બિલાલ આસિફના 114 રનની બરાબરી કરી હતી, પરંતુ ભારતીય સ્થાનિક સ્તરે આ સિદ્ધિ વધુ ખાસ માનવામાં આવે છે.

SMAT માં આ સિદ્ધિ મેળવનાર ત્રીજો ભારતીય

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના લાંબા ઇતિહાસમાં, ફક્ત ત્રણ ભારતીયોએ ડેબ્યૂમાં સદી ફટકારી છે: અક્ષય રેડ્ડી (2010), શિવમ ભાંબરી (2019) અને અમિત પાસી (2025). આનો અર્થ એ થયો કે છ વર્ષ પછી, કોઈ ભારતીયે આ દુર્લભ રેકોર્ડનું પુનરાવર્તન કર્યું છે.

બરોડાના શાનદાર વિજયમાં મુખ્ય ભૂમિકા ભજવી

પહેલા બેટિંગ કરતા, બરોડાએ અમિત પાસીની વિસ્ફોટક ઇનિંગ્સને કારણે 220/4નો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં, સર્વિસિસે સારી શરૂઆત કરી અને 156/2 સુધી પહોંચ્યો ત્યાં સુધી ટીમ મજબૂત દેખાતી હતી, પરંતુ અંતિમ ઓવરોમાં રન રેટનું દબાણ વધ્યું, અને ટીમ ભાંગી પડી. કુંવર પાઠકે 51, રવિ ચૌહાણ 51 અને મોહિત અહલાવતે 41 રન બનાવ્યા. તેમ છતાં, સર્વિસિસ ફક્ત 207/6 જ બનાવી શકી, અને બરોડાએ 13 રનથી મેચ જીતી લીધી. આ સીઝનમાં બરોડાની આ ચોથી જીત હતી.

આ પણ વાંચો: બિરસા મુંડા કોણ હતા, શા માટે તેમને ‘ભગવાન’ કહેવામાં આવે છે?

કોણ છે અમિત પાસી?

અમિત પાસી 26 વર્ષીય ટોપ-ઓર્ડર બેટ્સમેન છે, જે ડોમેસ્ટિક ક્રિકેટમાં બરોડા માટે રમે છે. તે ઉત્તર ભારતમાં મોટો થયો અને બાદમાં બરોડાની લોકલ ટીમમાં જોડાયો હતો. તેણે અંડર-23 અને ક્લબ ક્રિકેટમાં સતત રન બનાવ્યા છે. તે તેની આક્રમક બેટિંગ શૈલી અને મોટી ઇનિંગ્સ બનાવવાની ક્ષમતા માટે જાણીતો છે. તે લાંબા સમયથી પસંદગીકારોની નજરમાં હતો, પરંતુ SMAT 2025 તેના માટે મોટો મંચ સાબિત થયો. તેની રમત T20 ફોર્મેટ માટે આદર્શ માનવામાં આવે છે. અમિત એક પાવર હિટર બેટ્સમેન છે અને તે સ્ટ્રાઈકને પણ રોટેટ કરીને રમી શકે છે. અમિતને ભારતીય ટી20 ક્રિકેટનું ભવિષ્ય માનવામાં આવે છે. તેના ડેબ્યૂમાં સદી ફટકારીને તેણે સ્પષ્ટ સંદેશ આપ્યો કે તે આગામી વર્ષોમાં સ્થાનિક ક્રિકેટમાં સૌથી ખતરનાક બેટ્સમેનોમાંનો એક સાબિત થઈ શકે છે.

ડેબ્યૂ T20 માં સૌથી મોટી ઈનિંગ્સના TOP-5 વર્લ્ડ રેકોર્ડ

114 રન – અમિત પાસી (2025)

114 રન – બિલાલ આસિફ (2015)

112 રન – મોઇન ખાન (2005)

108 રન અણનમ – એમ. સ્પ્રાઉસ (2022)

106 રન – શિવમ ભાંબરી (2019)

આ પણ વાંચો: આદિવાસી વેલ્ડર પિતાના પુત્રની અંડર-16 ક્રિકેટ ટીમમાં પસંદગી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
1 month ago

*પાવર હિટર બેટ્સમેન (બરોડા) અમિત પાસી ને ખુબ ખુબ હાર્દિક અભિનંદન સાથે મંગલમય જીવનની કામના કરૂં છું. ધન્યવાદ સાધુવાદ!

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x