નીરજ ઘાયવાનની ફિલ્મ ‘હોમબાઉન્ડ’(Homebound) 98મા ઓસ્કાર(Oscar Award) એવોર્ડમાં બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ(Best International Feature Film)ની કેટેગરીમાં શોર્ટલિસ્ટ થઈ છે. એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસે મંગળવારે 12 કેટેગરી માટે શોર્ટલિસ્ટની યાદી શેર કરી હતી. આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં કુલ 15 ફિલ્મો પસંદ કરવામાં આવી છે. આમાંથી ફક્ત પાંચ ફિલ્મોને ફાઈનલ નોમિનેશન મળશે. આ નોમિનેશનની જાહેરાત 22 જાન્યુઆરી, 2026 ના રોજ કરવામાં આવશે અને ત્યારબાદ 15 માર્ચ, 2026 ના રોજ ઓસ્કાર યોજાશે. ‘હોમબાઉન્ડ’ના ડિરેક્ટર નીરજ ઘાયવાન દલિત સમાજમાંથી આવે છે. આ ફિલ્મની કહાની એક દલિત અને મુસ્લિમ યુવકના સંઘર્ષને દર્શાવે છે. ફિલ્મને કરણ જોહરની કંપની ધર્મા પ્રોડક્શને પ્રોડ્યુસ કરી છે. નીરજ ઘાયવાન અગાઉ ‘મસાન’ જેવી દલિત દ્રષ્ટિકોણ ધરાવતી મજાની ફિલ્મ બનાવી ચૂક્યા છે.
હોમબાઉન્ડ સાથે શોર્ટલિસ્ટ થયેલી ફિલ્મોમાં આર્જેન્ટિનાની “બેલેન”, બ્રાઝિલની “ધ સિક્રેટ એજન્ટ”, ફ્રાન્સની “ઇટ વોઝ જસ્ટ એન એક્સિડેન્ટ”, જર્મનીની “સાઉન્ડ ઓફ ફૉલિંગ”, ઇરાકની “ધ પ્રેસિડેન્ટ્સ કેક”, જાપાનની “કોકુહો”, જોર્ડનની “ઓલ ધેટ’સ લેફ્ટ ઓફ યુ”, નોર્વેની “સેન્ટિમેન્ટલ વેલ્યુઝ”, પેલેસ્ટાઇન 36, દક્ષિણ કોરિયાની “નો અધર ચોઇસ”, સ્પેનની “સિરાત”, સ્વિટ્ઝર્લૅન્ડની “લેટ શિફ્ટ”, તાઇવાનની “લેફ્ટ-હેન્ડેડ ગર્લ” અને ટ્યુનિશિયાની “ધ વોઇસ ઓફ હિંદ રજબ” સામેલ છે.

આ પણ વાંચો: ‘ધરતી આબા આદિવાસી ફિલ્મ ફેસ્ટિવલ’માં આદિવાસી ફિલ્મોએ ધૂમ મચાવી
ધર્મા પ્રોડક્શને સોશિયલ મીડિયા પર જાણકારી આપી
હોમબાઉન્ડને ઓસ્કાર શોર્ટલિસ્ટમાં સામેલ કરવામાં આવી હોવાની જાહેરાત ધર્મા પ્રોડક્શનના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર કરવામાં આવી હતી. ફિલ્મનું પોસ્ટર શેર કરતા લખ્યું હતું કે ટીમ ફિલ્મને વિશ્વભરમાંથી મળેલા પ્રેમ અને સમર્થન બદલ આભારી છે.
Homebound has been shortlisted for Best International Feature Film at the 98th Academy Awards. We’re deeply grateful for the extraordinary love and support we’ve received from around the world.🙏🏻 pic.twitter.com/MVIJMJAlvr
— Dharma Productions (@DharmaMovies) December 16, 2025
કરણ જોહરે ‘હોમબાઉન્ડ’ની સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી
ફિલ્મના નિર્માતાઓમાંના એક કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર ખુશી વ્યક્ત કરતા લખ્યું કે, હોમબાઉન્ડની સફર તેમના માટે ગર્વ અને આનંદથી ભરેલી છે. તેમણે દિગ્દર્શક નીરજ ઘાયવાનનો આભાર માન્યો અને કહ્યું કે કાન્સથી ઓસ્કાર શોર્ટલિસ્ટ સુધીની સફર ખાસ રહી છે. તેમણે ફિલ્મના તમામ કલાકારો અને ક્રૂને અભિનંદન પણ આપ્યા. કરણે એમ પણ કહ્યું કે ફિલ્મ હવે નેટફ્લિક્સ ઇન્ડિયા પર સ્ટ્રીમ થઈ રહી છે.
આ પણ વાંચો: સેન્સરની કાતર જાતિવાદ ઉજાગર કરતી ફિલ્મો પર જ કેમ ચાલે છે?

ફિલ્મની વાર્તા શું છે?
હોમબાઉન્ડની વાર્તા બાળપણના મિત્રો શોએબ અને ચંદનની આસપાસ ફરે છે. બંને પોલીસ ફોર્સમાં જોડાવાનું સ્વપ્ન ધરાવે છે. આ સ્વપ્ન તેમના જીવનની દિશા નક્કી કરે છે. આ ફિલ્મ મિત્રતા, જવાબદારી અને આજના યુવાનો દ્વારા સામનો કરવામાં આવતા દબાણોની શોધ કરે છે. આ ફિલ્મ 21 નવેમ્બરના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી અને તેને અનેક ફિલ્મ ફેસ્ટિવલ અને એવોર્ડ ઇવેન્ટ્સમાં પ્રશંસા મળી છે. આ ફિલ્મ કરણ જોહર, આદર પૂનાવાલા, અપૂર્વ મહેતા અને સોમન મિશ્રા દ્વારા નિર્મિત છે.
#Homebound has been shortlisted for Best International Feature Film at the 98th Academy Awards! @TheAcademy
We’re deeply grateful for the extraordinary love and support we’ve received from around the world. pic.twitter.com/2dgXjh57Wx
— Neeraj Ghaywan (@ghaywan) December 16, 2025
હોમબાઉન્ડનું વર્લ્ડ પ્રીમિયર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું અને ત્યારબાદ ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થયું હતું. આ ફિલ્મ પત્રકાર બશારત પીરના લેખ, ‘ટેકિંગ અમૃત હોમ’ થી પ્રેરિત છે, જેનું બીજું ટાઈટલ ‘એ ફ્રેન્ડશીપ, અ પેન્ડેમિક, એન્ડ અ ડેથ બિસાઈડ ધ હાઇવે’ પણ હતું.
આ પણ વાંચો: હિન્દી ફિલ્મોમાં હીરોની જાતિ હંમેશા ‘સવર્ણ’ જ કેમ હોય છે?











