દલિત મહિલાની આરોપીએ રસ્તા વચ્ચે છરીના ઘા મારી હત્યા કરી

દલિત મહિલાની છરીના ઘા મારીને હત્યામાં આરોપી મુસ્લિમ હોવાથી હિંદુત્વવાદી સંગઠનો રાજકીય રોટલાં શેકવા મેદાનમાં.
dalit news

કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના યેલાપુર શહેરમાં 30 વર્ષીય દલિત મહિલાની રસ્તા વચ્ચે છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે રવિવારે જણાવ્યું હતું કે આ હત્યા તેના પરિચિત વ્યક્તિ દ્વારા કરવામાં આવી હોવાનો આરોપ છે. પોલીસ અધિક્ષક દીપન એમએનએ પીટીઆઈને જણાવ્યું હતું કે આરોપી રફીક ઇમામસાબનો મૃતદેહ રવિવારે યેલાપુર નજીકના જંગલમાં ઝાડ પર લટકતો મળી આવ્યો હતો.

આ ઘટનાથી શહેરમાં કોમી તણાવ ફેલાયો છે. આરોપી મુસ્લિમ હોવાથી હિંદુત્વવાદી સંગઠનો તરત રાજકીય રોટલા શેકવા મેદાનમાં આવી ગયા હતા. રવિવારે અનેક હિન્દુ સંગઠનોએ યેલાપુરમાં બંધનું આહ્વાન કર્યું હતું. તેમણે મહિલાની હત્યાને “લવ જેહાદ”નો કેસ ગણાવ્યો હતો. મૃતકની ઓળખ 30 વર્ષીય રંજીતા ભાનસોડ તરીકે થઈ છે, જે યેલાપુરના કલામ્મા નગરની રહેવાસી છે.

આ પણ વાંચો: ‘કાર પાછી વાળો, દલિત થઈને અમારી સામેથી નીકળવું છે?’

પોલીસના જણાવ્યા અનુસાર, તે જ વિસ્તારનો રહેવાસી રફીક, મહિલાની હત્યાનો મુખ્ય આરોપી હતો. પોલીસે જણાવ્યું હતું કે રફીક અને રંજીતા શાળાના દિવસોથી જ મિત્રો હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી મહિલા પર લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યો હતો. જ્યારે તેણીએ ના પાડી ત્યારે તેણે જાહેરમાં છરી વડે હુમલો કર્યો હતો.”

આ ઘટના શનિવારે બપોરે બની હતી જ્યારે રંજીતા તેના કાર્યસ્થળેથી ઘરે પરત ફરી રહી હતી. પોલીસે જણાવ્યું હતું કે રંજીતાએ લગભગ 12 વર્ષ પહેલાં મહારાષ્ટ્રના સોલાપુરના સચિન કટેરા સાથે લગ્ન કર્યા હતા અને તેમને 10 વર્ષનો પુત્ર છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે રંજીતા તેના પતિથી અલગ યેલાપુરમાં તેના પરિવાર સાથે રહેતી હતી, જ્યાં તે એક સરકારી શાળામાં મધ્યાહન ભોજન સહાયક તરીકે કામ કરતી હતી. આરોપી ઘણીવાર ભોજન માટે તેના ઘરે આવતો હતો, પરંતુ જ્યારે તેણે રંજીતા સાથે લગ્ન કરવા દબાણ કર્યું ત્યારે તણાવ વધી ગયો હતો અને રંજીતા અને તેના પરિવારે તેનો વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો: ભાજપે એક જ પરિવારના 6 ને ટિકિટ આપી, બધાં હારી ગયા!

આ તરફ મામલો દલિત-મુસ્લિમનો હોવાથી હિંદુત્વવાદી સંગઠનો વગર આમંત્રણે રાજકીય લાભ ખાટવા માટે મેદાનમાં ઉતરી ગયા હતા. હત્યા બાદ, ગુસ્સે ભરાયેલા હિન્દુત્વવાદીઓએ યેલાપુર પોલીસ સ્ટેશન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આરોપીની ધરપકડમાં વિલંબનો આરોપ લગાવ્યો હતો. આ સંગઠનોએ આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ધમકી આપી છે. દરમિયાન, આરોપી રફીકનો મૃતદેહ જંગલમાં એક ઝાડ પર લટકતો મળી આવ્યો હતો.

શ્રી રામ સેનાના વડા પ્રમોદ મુથાલિકે કહ્યું, “આ સ્પષ્ટપણે ‘લવ જેહાદ’નો કેસ છે, જેમાં અપરિણીત, વિધવા અથવા છૂટાછેડા લીધેલી મહિલાઓને નિશાન બનાવવામાં આવે છે.” ભાજપના પ્રદેશ પ્રમુખ બીવાય વિજયેન્દ્રએ રંજીતાના પરિવારની મુલાકાત લીધી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પોલીસે યેલાપુર અને આસપાસના વિસ્તારોમાં વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરીને સુરક્ષા કડક બનાવી છે.

આ પણ વાંચો: બકરાં ચરાવવા ગયેલી મંદબુદ્ધિની દલિત દીકરી પર બળાત્કાર

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x