ભાજપ નેતાએ ટીવી ડિબેટમાં પૂજારીને ચપ્પલથી ફટકાર્યા

ભાજપ નેતાએ રામ મંદિરના દાનની ચોરી પર સવાલ ઉઠાવનારા હિન્દુ પૂજારીને લાઈવ ટીવી ડિબેટ દરમિયાન ચંપલ વડે ફટકાર્યા. ભારે હોબાળો મચ્યો.
BJP leader hits priest with shoe in TV debate
BJP leader hits priest with shoe in TV debate

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક લાઈવ ટીવી ડિબેટ દરમિયાન ભાજપના નેતાએ હિન્દુ પૂજારી અને સામાજિક કાર્યકર્તા ટીવી રમણ મૂર્તિને ચંપલથી ફટકાર્યા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે પૂજારીએ અયોધ્યા રામ મંદિરના દાનમાં થયેલી ચોરી અને હિન્દુ ધર્મને નુકસાન પહોંચાડતી અન્ય કેટલીક બાબતો પર સવાલો ઉઠાવ્યા હતા. ‘હિન્દુઝ ફોર પ્લુરાલિટી એન્ડ ઇક્વાલિટી’ (HPE) ના જનરલ સેક્રેટરી અને ‘જય ભારત પબ્લિકેશન્સ’ ના નેશનલ જનરલ સેક્રેટરી એવા પૂજારી ટીવી રમણ મૂર્તિ ‘BRK ન્યૂઝ’ યુટ્યુબ ચેનલની લાઈવ ડિબેટમાં ભાગ લઈ રહ્યા હતા, તે દરમિયાન ચર્ચા ઉગ્ર બની હતી અને ભાજપ નેતાએ તેમના પર ચંપલથી હુમલો કર્યો હતો.

પૂજારીએ ઉઠાવ્યા હતા આ 3 સવાલો

આ લાઈવ ડિબેટ દરમિયાન પૂજારી ટીવી રમણ મૂર્તિએ હિન્દુ ધર્મ અને રાજકારણના જોડાણ અંગે ત્રણ મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા હતા. તેમણે સરકાર સામે અયોધ્યા રામ મંદિર માટે એકત્રિત કરાયેલા દાનના નાણાંમાં કથિત રીતે થયેલી ગેરરીતિ અને ભંડોળ અન્યત્ર ડાયવર્ટ કરવા અંગે સવાલ ઉઠાવ્યો હતો, જે મુદ્દો તાજેતરના અઠવાડિયામાં ભારે રાજકીય ચર્ચામાં રહ્યો છે. બીજું, તેમણે ભાજપના એક કાર્યક્રમના વાયરલ વીડિયોની ટીકા કરી હતી, જેમાં હનુમાનજીનું પાત્ર ભજવતા એક કલાકારને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીનના કાફલા સામે નૃત્ય કરાવવામાં આવ્યું હતું. પૂજારીએ તેને ભગવાનનું અપમાન અને હિન્દુઓનું પતન ગણાવ્યું હતું.

આ પણ વાંચોઃ રામ મંદિરના 3500 કરોડના દાનમાં 2020માં જ ગેરરીતિના પુરાવા મળ્યા હતા

ત્રીજા મુદ્દામાં, તેમણે એક ન્યૂઝ ક્લિપિંગ બતાવી જેમાં વિષ્ણુ ભગવાનના ‘દશાવતાર’ ના એક પોસ્ટરમાં ભગવાન શ્રીકૃષ્ણના ચહેરાની જગ્યાએ ડિજિટલી વડાપ્રધાનનો ચહેરો લગાવવામાં આવ્યો હતો. પૂજારીએ દલીલ કરી કે રાજકીય ફાયદા માટે આ પ્રકારે ધર્મનો દુરુપયોગ કરવો તે ભગવાનનું અપમાન છે. તેમણે ડિબેટમાં કહ્યું, “તમે ભગવાન શ્રીકૃષ્ણના મસ્તકની જગ્યાએ કેવી રીતે બીજા કોઈનો ચહેરો લગાવી શકો?” આ સાંભળીને ભાજપ નેતા ઉશ્કેરાઈ ગયા અને પૂજારીને ગંભીર પરિણામો ભોગવવાની તથા લાફો મારવાની ધમકી આપી. પૂજારીએ જ્યારે પોતાની વાતનું પુનરાવર્તન કર્યું, ત્યારે ભાજપના નેતાએ પોતાના ચંપલ કાઢીને લાઈવ કેમેરા સામે પૂજારી રમણ મૂર્તિને ફટકારવાનું શરૂ કરી દીધું હતું.

લોકોએ વિરોધ કર્યો, પૂજારીઓ દ્વારા ઉગ્ર વિરોધ

આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને ધાર્મિક તેમજ સામાજિક સંગઠનો દ્વારા આ હુમલાની આકરી નિંદા કરવામાં આવી રહી છે. હૈદરાબાદના બશીરબાગ પ્રેસ ક્લબ ખાતે અનેક હિન્દુ પૂજારીઓ અને નાગરિક સંગઠનોના પ્રતિનિધિઓ એકઠા થયા હતા અને તેમણે પૂજારી રમણ મૂર્તિ સાથે એકતા દર્શાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પીડિત પૂજારી રમણ મૂર્તિએ જણાવ્યું કે તેઓ જન્મથી હિન્દુ છે અને આજીવન હિન્દુ રહેશે. તેમને માત્ર એટલા માટે નિશાન બનાવવામાં આવ્યા કારણ કે તેમણે હિન્દુ ધર્મને નુકસાન પહોંચાડતી બાબતો સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ આવી ધમકીઓથી ડરશે નહીં અને હિન્દુ ધર્મના સર્વસમાવેશક મૂલ્યોના રક્ષણ માટે કોઈ પણ બલિદાન આપવા તૈયાર છે. નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ ચંદ્રકુમારે પણ આ પત્રકાર પરિષદમાં હાજરી આપી હતી અને પૂજારી પર થયેલા આ હુમલાને અત્યંત ચિંતાજનક ગણાવીને સરકાર પાસે તેમના માટે તાત્કાલિક સુરક્ષાની માંગ કરી હતી. ‘અન્નમય્યા કલાક્ષેત્રમ’ ના વડા શ્રી વિજયશંકર સ્વામીએ પણ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે હિન્દુ ધર્મમાં નફરતને કોઈ સ્થાન નથી અને હુમલાખોર નેતા સામે કડક કાનૂની કાર્યવાહી થવી જ જોઈએ.

આ પણ વાંચોઃ દલિત નેતા મંદિરમાં જતા ભાજપ નેતાએ ગંગાજળ છાંટી મંદિર પવિત્ર કર્યું

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x