સાંતલપુરના મામલતદાર ડી. ડી. પંડ્યાએ પોતાના વતન થરાદના વજગઢ ગામે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના પહેલા તેમણે એક વીડિયો બનાવ્યો હતો અને સુસાઈડ નોટ પણ લખી હતી. હાલ તેઓ પાલનપુરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રાથમિક તપાસ મુજબ, મામલતદાર પંડ્યાએ ધમકી અને બ્લેકમેઈલિંગથી કંટાળીને આ આત્મઘાતી પગલું ભર્યું હતું. આ બનાવની જાણ થરાદ પોલીસને થતાં થરાદ મામલતદાર સહિત પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
થરાદ ડીવાયએસપી એસ. એમ. વારોતરીયાએ આ મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે, થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનાના ફરિયાદી રોહિતભાઈ પંડ્યા છે. તેમની ફરિયાદ મુજબ, ભારતીય ન્યાય સંહિતાની કલમ 308 (2, 4, 5, 6) અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ આ કેસની તપાસ તેમની પાસે છે. આ ફરિયાદમાં અત્યાર સુધી કુલ 11 આરોપીઓ સામેલ છે, જેમના વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. આવનારા સમયમાં ફરિયાદી અને ભોગ બનનાર પક્ષની પૂછપરછ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: ઉનાના આંકોલાળીનો પીડિત દલિત પરિવાર 13 વર્ષથી રઝળે છે
સુસાઈડ નોટમાં ભાણેજ સહિત છ લોકોના નામનો ઉલ્લેખ
સાંતલપુરના મામલતદાર ડી. ડી. પંડ્યાએ વીડિયો અને સુસાઈડ નોટ લખી 4 જાન્યુઆરીની રાત્રે 3થી 4 વાગ્યાની આસપાસ પોતાના ગામ થરાદના વજગેઢમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. હાલ તેઓ પાલનપુરમાં સારવાર હેઠળ છે. ધમકી અને બ્લેકમેઈલિંગથી કંટાળી તેઓએ આ પગલું ભર્યું હતું. આ મામલે થરાદ પોલીસને બનાવની જાણ થતાં થરાદ મામલતદાર સહિત પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથધરી હતી. સુસાઈડ નોટમાં મામલતદારે તેમના ભાણેજ સહિત કુલ છ જેટલા ઇસમોના નામનો ઉલ્લેખ કર્યો છે. તેમજ વીડિયોમાં પણ આ 6 લોકોની ગેંગ માનસિક ત્રાસ આપતી હોય અને ફોટા બતાવી 20 લાખની માગણી કરતી હોવાનો આક્ષેપ કર્યોં છે.

આયોજનબદ્ધ રીતે બદનામ કરવાનું કાવતરું ઘડાયાના આરોપ
સુસાઇડ નોટમાં જણાવાયા મુજબ, તેમના ભાણેજ સહિત 6 લોકો દ્વારા યોજના ઘડીને તેમને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા હતા. તેમાં ACBમાં ખોટી ફરિયાદ કરવી, યુવતી સાથે ખોટા ફોટા બનાવી બદનામ કરવાના પ્રયાસો અને સતત હેરાનગતિ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મામલતદારે માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યા છે.
દવા પીતા પહેલા વીડિયો બનાવ્યો
ઝેરી દવા ગટગટાવતા પહેલા મામલતદારે આક્ષેપ સાથે એક વીડિયો બનાવ્યો હતો. જે વીડિયોમાં તેઓ જણાવી રહ્યા છે કે, મારું નામ દિનેશભાઈ તુજાજી પંડ્યા છે. આજ રોજ હું આ છેલ્લો વીડિયો બનાવી રહ્યો છું. મારા વિરુદ્ધમાં મારા ભાણેજ કિશન બેચરભાઈ પંડ્યા. છેલ્લા 4 વર્ષથી પાછળ પડ્યા છે. તેણે મારા વિરુદ્ધમાં 8થી 10 અરજીઓ કરી છે. જે તપાસ કરાવતા-કરાવતા હું પોતે થાકી ગયો છું. તેઓ મને માનસિક ત્રાસ આપી અને મારી નાખવા માટેની કોશિશ કરી રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદના રિક્ષાવાળા પાસેથી પોલીસ વર્ષે 180 કરોડ વસૂલે છે?
મામલતદારના પુત્રે શું કહ્યું
આ સમગ્ર મામલે મામલતદારના પુત્ર રોહિત પંડ્યાએ જણાવ્યું કે, મારા પિતાએ રાત્રે સુસાઈડ કરવાનો પ્રયાસ કર્યો છે. જે પહેલા તેઓએ એક નોટ લખી હતી અને વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયોમાં તેઓ બધુ જણાવી રહ્યા છે કે, તેઓને કઈ રીતે ટોર્ચર કરવામાં આવી રહ્યા છે. કઈ હદ સુધી તેઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે જેથી તેઓએ આ પગલુ ભર્યું છે. તેણે વધુમાં જણાવ્યું કે, સુસાઈડ નોટમાં ગુનેગારોના નામ, મોબાઈલ નંબર અને ક્યારે ધમકી આપવામાં આવી હતી તે તમામ વિગત લખી છે.
હાલ તેઓની પાલનપુરમાં સારવાર ચાલું છે. સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે મારૂ અને મારા પિતાનું બન્નેનું નિવેદન લીધું છે અને તપાસ ચાલુ છે.
આ પણ વાંચો: ગાયો ચરાવતા રોકતા દલિત પરિવાર પર 10 રાઉન્ડ ફાયરિંગ















Hindu jatankvadi or aatankvadi ki paidash hai ye log
*મામલતદારની ફરજો સંવિધાનના હક્ક અને અધિકાર સાથે મળી છે, તેનું ગૌરવ લેવું જોઈએ નહિ કે “ઝેરી દવા”! પી લેવી જોઈએ! તમારે તો જાતિવાદીઓને ખુલ્લા દિલથી દવાદારૂ કરવા જોઈએ એ શક્તિ અને હિંમતથી સામનો કરવો જોઈએ નહીં કે કાયર બનીને! જાન હૈ તો જહાન હૈ! સંવિધાન વિજયતે! સત્યમેવ જયતે!