જામનગરના પીપળીમાં દલિત યુવક પર 6 ભરવાડોનો હુમલો

જામનગરના પીપળી ગામે સરપંચની ચૂંટણીની અદાવતમાં દલિત યુવાન પર છ ભરવાડ શખ્સોએ પાઈપ-છરીથી હુમલો કર્યો.
gujarat sc st complaints

જામનગર: જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામમાં સરપંચની ચૂંટણીના જૂના મનદુઃખે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ગામના એક દલિત યુવાન પર સરપંચ પદની ચૂંટણીમાં સાથ ન આપવાની દાઝ રાખીને છ ભરવાડ શખ્સોએ લોખંડના પાઈપ, સળીયા અને છરી જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવને પગલે સમગ્ર જિલ્લાના દલિત સમાજમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે.

પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વિગતો મુજબ, પીપળી ગામમાં રહેતા ૩૩ વર્ષીય દલિત યુવાન જગદીશભાઈ રમેશભાઈ મકવાણાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. જગદીશભાઈએ પોલીસ સમક્ષ કેફિયત રજૂ કરી હતી કે આ હુમલાના મૂળમાં ગામની પાછલી સરપંચ પદની ચૂંટણી રહેલી છે. તે સમયે ગામના જગદીશ ઉર્ફે જગાભાઈ ભરવાડ સરપંચ પદ માટે ઉમેદવાર તરીકે ઊભા હતા.

ચૂંટણી પ્રચાર દરમિયાન જગાભાઈએ જગદીશભાઈના ભાઈ રવજીભાઈ પાસે ટેકો માંગ્યો હતો, પરંતુ રવજીભાઈએ તેઓને ચૂંટણીમાં સાથ આપ્યો ન હતો. લોકશાહી ઢબે યોજાયેલી આ ચૂંટણીમાં પોતાની મરજી મુજબ મતદાન કરવું કે સાથ આપવો તે નાગરિકનો અધિકાર છે, પરંતુ જગાભાઈને આ વાત ખૂંચી હતી. ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ આ મનદુખ ઓછું થયું ન હતું અને અવારનવાર બોલાચાલી તેમજ નાની-મોટી તકરારો થતી રહેતી હતી.

આ પણ વાંચો: ઈંટો ઉપાડતી માતાના પુત્રને કેલિફોર્નિયા યુનિ.એ 75 લાખની સ્કોલરશીપ આપી

મોકો જોઈને આરોપીઓ તૂટી પડ્યાં

આ જૂની અદાવતનો બદલો લેવા માટે આરોપીઓએ મોકો જોઈને હુમલો કરવાનું કાવતરું રચ્યું હતું. રવજીભાઈ જ્યારે ગામમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ તેમને ઘેરી લીધા હતા. આરોપીઓ પાસે લોખંડના પાઈપ, સળીયા અને ધારદાર છરી જેવા હથિયારો તૈયાર હતા. કોઈપણ વાતની સ્પષ્ટતા કર્યા વગર આરોપીઓએ રવજીભાઈ પર તૂટી પડ્યા હતા અને શરીરના ભાગે આડેધડ ઘા ઝીંક્યા હતા.

જાતિસૂચક અપશબ્દો કહી હુમલો કર્યો

ફરિયાદમાં એવો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, હુમલો કરનાર શખ્સો જગદીશભાઈ મકવાણા દલિત સમાજના હોવાનું જાણતા હોવા છતાં તેમને જાતિસૂચક અપશબ્દો કહીને ઢોર માર માર્યો હતો. આરોપીઓએ “તમે દલિત થઈને અમારી સામે થાવ છો” તેવું કહીને સામાજિક રીતે હલકા પાડવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: દલિત યુવક બાકી રૂપિયા ન ચૂકવી શકતા મુર્ગા બનાવી માર માર્યો

છ શખ્સો વિરુદ્ધ એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ

લાલપુર પોલીસે આ મામલે જગદીશભાઈ મકવાણાની ફરિયાદના આધારે નીચે મુજબના છ શખ્સો વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કર્યો છે: ૧. જગદીશ ઉર્ફે જગાભાઈ ભરવાડ ૨. મનાભાઈ પાલાભાઈ ભરવાડ ૩. પ્રફુલ પુંજાભાઈ ભરવાડ ૪. રામાભાઈ સેજાભાઈ ભરવાડ ૫. સેજાભાઈ ભરવાડ ૬. મનાભાઈનો પુત્ર (અન્ય એક શખ્સ)

આરોપીઓ ગુનાખોર માનસિકતા ધરાવે છે

આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (એટ્રોસિટી એક્ટ) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ, આ કેસની તપાસ ઉચ્ચ પોલીસ અધિકારીને સોંપવામાં આવી છે.

બીજી તરફ પોલીસની ઢીલી કામગીરીને લઈને આજે દલિત સમાજના આગેવાનોએ જામનગર કલેક્ટરને મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આરોપીઓ ગુનાઈત ઇતિહાસ ધરાવે છે. અગાઉ પણ તેમના પર એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ ચૂકી છે.

તેઓ ગેરકાયદે ખનન સહિતની ગુનાખોરીમાં સામેલ છે. તેમ છતાં પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવતી નથી. જો આરોપીઓની ધરપકડ નહીં થાય તો આગામી દિવસોમાં દલિત સમાજ ઉગ્ર આંદોલન કરશે.

આ પણ વાંચો: દલિત યુવકોને રસ્તામાં રોકી જાતિવાદીઓએ ઢોર માર માર્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
2 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
સોલંકી ખોડાભાઈ જીવાભાઈ
સોલંકી ખોડાભાઈ જીવાભાઈ
1 month ago

ઢેફાં માં સુવા વાળા આજે થોડા ચીકણા થયાં એટલે માથું કાઢી ગયા છે. ઈ પોતેજ પણ નીચી જાતી માં આવે છે ભરવાડ કોઈ ઉચ્ચ વર્ણ નથી. ઓબીસી માં આવનાર જાત છે. પોલીસ પણ અમુક વખતે આંખ આડા કાન કરે છે પણ એમને ખબર નથી જયારે ઉપર થી દબાણ થાય ત્યારે ભારી પડી જાય છે. ઈ વાત નુ ભાન રાખવું જોઈએ.

Narsinhbhai
Narsinhbhai
1 month ago

*ગુજરાતમાં વિચરતી જાતિના લોકો પણ કહેવાતાં સવર્ણ મનુવાદીઓ નાં પગરખાં માં પગ મુકવાની હિંમત કરીને શું સાબિત કરવા માંગે છે? અલ્યા ભાઈ થોડા ધીમે ચાલો, એક વખત જેલના સળિયા પાછળ ગયા પછી કેદીની સામે બુલંદ અવાજે બોલનાર કોઈ ભાઈડો આવશે નહિ અને જેલમાં જ દમ તોડવો એવી સ્થિતિ પૈદા થતી હોય છે, જાતિવાદ સાથે રંગેરંગાવાની મગજની રાઈ કાઢી નાખવી જ ડહાપણ ભર્યું ગણાશે!
જય સંવિધાન જય ભારત જય લોકતંત્ર જય વિજ્ઞાન!

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
2
0
Would love your thoughts, please comment.x
()
x