દલિત યુવક બાકી રૂપિયા ન ચૂકવી શકતા મુર્ગા બનાવી માર માર્યો

દલિત યુવકને આરોપીઓએ મુર્ગા બનાવી અશ્લીલ હરકતો કરવા દબાણ કર્યું. લુખ્ખા તત્વોના આતંકથી દલિત પરિવારે ઘર છોડી દીધું.
Dalit youth beaten up

જાતિવાદનો ગઢ ગણાતા યુપીમાંથી દલિત અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. અહીંના મુરૈનામાં ઉછીના લીધેલા પૈસા સમયસર પરત ન કરી શકતા એક દલિત યુવકને જાતિવાદી તત્વોએ મુર્ગા બનાવી માર માર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ તેને અશ્લીલ કૃત્યો કરવા દબાણ કર્યું હતું. ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.

મામલો શું હતો?

આ ઘટના અંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. પીડિત દલિત યુવક આરોપીની સાથે એક જ શેરીમાં ભાડૂઆત તરીકે રહેતો હતો. આ ઘટના બાદ ડરને કારણે યુવકનો પરિવાર પોતાનું ઘર છોડીને બીજે ચાલ્યો ગયો છે. પોલીસ અધિક્ષક સમીર સૌરભના જણાવ્યા અનુસાર, આરોપી આભાસ ઉર્ફે ધર્મેન્દ્ર તોમર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી જૂના અંબા પોલીસ સ્ટેશન વિસ્તાર પાછળ રેતપુરાનો રહેવાસી છે. તે અંબા પોલીસ સ્ટેશનનો રીઢો ગુનેગાર છે. આરોપી અને તેના સાથીઓએ દલિત યુવકને પોતાના ઘરે બોલાવ્યો હતો અને ઉછીની લીધેલી રકમ ન ચૂકવવા બદલ તેના પર હુમલો કર્યો હતો.

Dalit youth beaten up

આ પણ વાંચો: કોળી યુવકને માર મારવાના કેસમાં માયા આહીરના પુત્ર જયરાજની ધરપકડ

દલિત યુવકને ગુપ્તાંગમાં ચેડાં કરવા મજબૂર કર્યો

આરોપીઓના ત્રાસના બે વીડિયો સામે આવ્યા છે. પહેલા વીડિયોમાં તેઓ દલિત યુવકને મુર્ગા બનાવીને ઉભો રાખે છે અને તેને જાતે જ પોતાની પાછળ થપ્પડ મારવાની ફરજ પાડે છે. બીજા વીડિયોમાં યુવકને અંબા જિલ્લા કાર્યાલયની પાછળ લઈ જવામાં આવ્યો હતો અને તેના ગુપ્તાંગમાં છેડતી કરવાની ફરજ પાડવામાં આવી હતી. આ વીડિયો આરોપીના એક સાથીએ ઉતાર્યો હતો.

Dalit youth beaten up

દલિત યુવક પરિવાર સહિત ગુમ થઈ ગયો

દલિત યુવક પહેલા આરોપીને ઓળખતો હતો અને તેની શેરીમાં ભાડે રહેતો હતો. બાદમાં આરોપીઓની હેરાનગતિથી ત્રસ્ત થઈને તે તેના પરિવાર સાથે બીજી શેરીમાં રહેવા જતો રહ્યો હતો. આ ઘટનાના વીડિયો સામે આવ્યા પછી દલિત યુવકનો પરિવાર ગુમ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: ‘ન્યાયતંત્રમાં હાલ ઈમરજન્સી કરતા પણ ખરાબ સ્થિતિ છે’ – યતીન ઓઝા

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x