દલિત વિદ્યાર્થીની પર શિક્ષકે 20 દિવસ સુધી રેપ કરી ગર્ભપાત કરાવ્યો

દલિત વિદ્યાર્થીની પર ટ્યુશન શિક્ષકે 20 દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો. વિદ્યાર્થીની ગર્ભવતી થતા ગર્ભપાત કરાવ્યો. તબિયત લથડતા તેની માતાને ઘટનાની જાણ થઈ.
dalit news

લખનૌમાં એક ટ્યુશન શિક્ષકે એક સગીર દલિત વિદ્યાર્થીની પર 20 દિવસમાં અનેક વખત બળાત્કાર ગુજાર્યો. 13 વર્ષની દલિત વિદ્યાર્થીની ગર્ભવતી થઈ જતા શિક્ષકે તેણીને ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું અને જો તેણી કોઈને કહેશે તો તેનું જીવન બરબાદ કરી દેશે તેવી ધમકી આપી. જ્યારે વિદ્યાર્થીનીની તબિયત બગડી, ત્યારે તેણે તેની માતાને સમગ્ર મામલાની જાણ કરી હતી.

આ મામલો સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો. પીડિતાના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ સામે બળાત્કાર, SC/ST એક્ટ અને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ (POCSO) સહિત અનેક ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો. હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો:ઈંટો ઉપાડતી માતાના પુત્રને કેલિફોર્નિયા યુનિ.એ 75 લાખની સ્કોલરશીપ આપી

પીડિતા 9મા ધોરણની વિદ્યાર્થીની

પીડિતા મૂળ બિજનૌર જિલ્લાની રહેવાસી છે અને સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેના પરિવાર સાથે રહે છે. તે 9મા ધોરણની વિદ્યાર્થીની છે. તેના માતાપિતા સરકારી નોકરી કરે છે. પીડિતાના પિતાએ પોલીસને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી શિક્ષક, વીર સિંહ ઉર્ફે વિરાજ, અવધ વિહાર યોજનામાં સ્થિત ગોમતી એન્ક્લેવમાં રહેતો હતો. તે મૂળ બાંદા જિલ્લાના બાબેરુનો રહેવાસી છે. તે તેની પુત્રીને ટ્યુશન આપવા આવતો હતો, જ્યાં તેણે તેની સાથે બળાત્કાર કર્યો હતો.

આ પણ વાંચો: હિંદુ યુવતી મુસ્લિમ યુવકને પ્રેમ કરતા પરિવારે બંનેને કાપી નાખ્યા!

20 દિવસમાં અનેક વખત બળાત્કાર

એવું કહેવાય છે કે 22 જાન્યુઆરીએ, પીડિતાના માતા-પિતા તેમની ઓફિસ ગયા હતા. તેની દાદી બહાર તડકામાં બેઠી હતી. શિક્ષકે વિદ્યાર્થીને ઘરે એકલી જોઈ અને તેના પર બળાત્કાર કર્યો હતો. જ્યારે વિદ્યાર્થીનીએ તેનો વિરોધ કર્યો તો શિક્ષકે તેને તેનું જીવન બરબાદ કરી નાખવાની ધમકી આપી હતી. બદનામીના ડરે વિદ્યાર્થીની ચૂપ થઈ ગઈ હતી. ત્યારબાદ આરોપી બપોરે તેને ટ્યુશન આપવાના બહાને આવવા લાગ્યો અને બ્લેકમેલ કરીને 12 ફેબ્રુઆરી સુધી તેના પર વારંવાર બળાત્કાર કરતો રહ્યો. 20 દિવસના બળાત્કાર પછી વિદ્યાર્થીની ગર્ભવતી થઈ ગઈ. એ પછી આરોપી શિક્ષકે તેણીને ધમકી આપીને ગર્ભપાત કરાવી નાખ્યો હતો. એ દરમિયાન આરોપી સતત વિદ્યાર્થીનીને તેનું જીવન બરબાદ કરવાની ધમકી આપતો રહ્યો.

ગર્ભપાત બાદ તબિયત લથડતા માતાને જણાવ્યું

ગર્ભપાત પછી વિદ્યાર્થીની તબિયત બગડી ગઈ અને તેણે તેની માતાને બધું જણાવી દીધું. ત્યારબાદ તેના પિતાએ 21 ફેબ્રુઆરીએ પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી. ડીસીપી દક્ષિણ નિપુણ અગ્રવાલે જણાવ્યું કે ફરિયાદ મળતાં જ કેસ નોંધવામાં આવ્યો હતો અને ચાર ટીમો બનાવવામાં આવી હતી. આજે, 23 ફેબ્રુઆરીએ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: બનાસકાંઠા શિહોરીમાં સમાધાનની બેઠકમાં બબાલ, 6 દલિતો લોહીલુહાણ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x