મમતા બેનરજી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાશે!

મમતા બેનરજીએ ચૂંટણી રેલીમાં અનુસૂચિત જાતિ વિરુદ્ધ કરેલા કથિત અપમાનજનક નિવેદન બદલ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચે કડક વલણ અપનાવ્યું છે.
Mamata Banerjee atrocity complaint

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી(Mamata Banerjee)ની મુશ્કેલીઓમાં મોટો વધારો થવાના સંકેત મળી રહ્યા છે. એક ચૂંટણી રેલી દરમિયાન અનુસૂચિત જાતિ (SC) સમાજ વિરુદ્ધ કથિત રીતે ‘અપમાનજનક’ ભાષાનો ઉપયોગ કરવા બદલ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NSCC) એ આ બાબતની સુઓમોટો નોંધ લીધી છે. આ વિવાદાસ્પદ ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પંચે બંગાળ સરકારના ઉચ્ચ અધિકારીઓ પાસે તાત્કાલિક રિપોર્ટ માંગ્યો છે.

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચ કાર્યવાહી કરશે

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે રવિવારે આ મામલે સત્તાવાર નોંધ લેતા પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક (DGP) ને પત્ર લખીને નોટિસ ફટકારી છે. પંચે આદેશ આપ્યો છે કે નોટિસ મળ્યાના ત્રણ દિવસની અંદર આ ઘટના અંગે વિસ્તૃત અહેવાલ સોંપવામાં આવે. આયોગે 26 એપ્રિલના રોજ પ્રસારિત થયેલા એક વીડિયો ક્લિપનો હવાલો આપ્યો છે, જેમાં મમતા બેનરજી કોલકાતાના ચૌરંગી વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા હતા અને તે દરમિયાન તેમણે દલિત સમાજ માટે વાંધાજનક શબ્દોનો પ્રયોગ કર્યો હોવાનો આરોપ છે.

આ પણ વાંચો: અસામાજિક તત્વોએ ડૉ.આંબેડકરની શોભાયાત્રા રોકી પથ્થરમારો કર્યો

એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહીની શક્યતા

આયોગના અધ્યક્ષ કિશોર મકવાણાએ સ્પષ્ટ કર્યું છે કે અનુસૂચિત જાતિના બંધારણીય અધિકારો અને તેમની ગરિમાનું રક્ષણ કરવા માટે પંચ કટિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે કોઈ પણ સ્તરે જાતિ આધારિત અપમાન સહન કરવામાં આવશે નહીં. જો પોલીસ તપાસ અને પંચની તપાસમાં આરોપો સાબિત થશે, તો મમતા બેનરજી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાઈ શકે છે. પંચે આ મામલે પોતે તપાસ કરવાનો નિર્ણય લીધો છે, જે મુખ્યમંત્રી માટે કાયદાકીય શિકંજો કસવા સમાન છે.

રાજકીય ગરમાવો અને ભાજપના પ્રહાર

આ મુદ્દો સામે આવતા જ પશ્ચિમ બંગાળ સહિત દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીએ મમતા બેનરજી પર આકરા પ્રહાર કરતા તેમને ‘દલિત વિરોધી’ ગણાવ્યા છે. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ આક્ષેપ કર્યો છે કે મમતા બેનરજી પોતાને ગરીબો અને વંચિતોનો અવાજ ગણાવે છે, પરંતુ હકીકતમાં તેઓ એ જ સમાજોનું અપમાન કરે છે. ભાજપના મતે તૃણમૂલ કોંગ્રેસનો આ અસલી ચહેરો છે જે બંધારણ અને દલિત હિતોની વિરુદ્ધ છે.

આ પણ વાંચો: શું લોકશાહીનો સૌથી ‘પાવરફુલ’ 1 કલાક ખતરામાં છે?

ચૂંટણી ટાણે મમતાની છબી ખરડવા પ્રયાસ!

પશ્ચિમ બંગાળમાં અત્યારે ચૂંટણીનો માહોલ છે, અને આવા સમયે દલિત સમાજના અપમાનનો મુદ્દો ટીએમસી માટે ભારે પડી શકે છે. બંગાળમાં દલિત મતોનું રાજકીય મહત્વ ઘણું વધારે છે. જો આ મામલે કાયદાકીય કાર્યવાહી આગળ વધે છે, તો મમતા બેનરજીએ માત્ર જનતાના આક્રોશનો જ નહીં પરંતુ પોલીસ તપાસનો પણ સામનો કરવો પડશે. પંચે જે રીતે ત્રણ દિવસમાં જવાબ માંગ્યો છે તે જોતા આગામી દિવસોમાં આ મામલે મોટું પગલું લેવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. અત્યારે સમગ્ર દેશની નજર પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ દ્વારા મોકલવામાં આવનારા રિપોર્ટ પર ટકેલી છે.

આ પણ વાંચો: જૂનાગઢના બિલ્ડર ચેતન ફળદુ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
6 hours ago

*પ્રધાનમંત્રીશ્રીના ચહિતા અને આજ્ઞાંકિત એવા અનુસુચિત જાતિ SC આયોગના અધ્યક્ષ શ્રી કિશોર મકવાણા જીને શા માટે પ.બંગાલના વર્તમાન મુખ્યમંત્રી દીદી મમતા બેનરજી સામે RSS પ્રેરિત બદલાની ભાવના
સાથે અપમાનજનક શબ્દો સામે ગુનો દાખલ કરવાની ચેતવણી આપી છે! પરંતુ દુર્ભાગ્યવશ સુપ્રીમ કોર્ટ નાં પૂર્વ CJI બી.આર.ગવઈ સામે ખુલ્લેઆમ જૂતાનો પ્રહાર કર્યો હતો ત્યારે આયોગ અધ્યક્ષ શ્રીનો શા માટે ગુનેગાર સામે વિરોધ વંટોળ ઉભો થયો ન હતો? તેનું સચોટ કારણ અનુસુચિત જાતિ SC સમાજ સામે હિંમતભેર જાહેર કરવામાં શું નાનમ લાગી હતી? જય સંવિધાન જય ભારત જય લોકતંત્ર જય બહુજન સમાજ!

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x